Israel Hayom Editor-in-Chief Boaz Bismuth with Prime Minister Narendra Modi
રોજ રોજ કોઈ 120 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરતાં હોય તેવા પ્રધાન મંત્રીને મળતા નથી. તેમાં તે પ્રધાન મંત્રીને દેશમાં અને વિદેશમાં સુપરસ્ટાર તરીકે જોવામાં આવતા હોય તેવા પ્રધાન મંત્રીને મળવાનો રોજ રોજ મોકો મળતો નથી. કદાચ તેથી જ ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક આટલી બધી ખાસ છે.
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ચોથી જુલાઈએ ઇઝરાયલ આવી પહોંચવાના છે. વર્તમાન પ્રધાન મંત્રીની આ દેશની આ પહેલી અને ઐતિહાસિક મુલાકાત હશે. આ બે દેશના સંદર્ભમાં જ વાત કરીએ તો આ બે દેશના કદ વચ્ચે આસમાન જમીન જેટલો તફાવત હોવા છતાંય તેમની વચ્ચેના સંબંધો એક સમાનતાની સપાટીએ છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એક અલગ પ્રકારના જ નેતા છે. ભારતીય પ્રજામાં તેમની લોકપ્રિયતા આસમાનને આંબી રહી છે. તેથી જ તેઓ જે ઇચ્છી રહ્યા છે તે વાત કરી રહ્યા છે. તેથી જ તેમને જે યોગ્ય લાગે તેવા સુધારાઓ દાખલ કરી રહ્યા છે. તેમણે ભારતને આગળ લઈ જવાની કોશિશ કરી છે અને ભારતને વૈશ્વિક નેતા બનાવ્યું છે. તેમને માટે તો તેમના ધ્યેય સિદ્ધ કરવા માટેનો માર્ગ ઇઝરાયલમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની આ લાગણી જ તમામ ઇઝરાયલવાસીઓ માટે સન્માનનીય મેડલ સમાન છે. નરેન્દ્ર મોદી જાણે છે કે ભારતીયો તેને ચાહે છે. પરંતુ તેમને એ વાતની પણ ખબર છે કે તેમણે નિષ્ફળ જવાનું જ નથી. આ જ તેમની સામેનો મોટોમાં મોટો પડકાર છે.
જ્યારે હું પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને આવી પહોંચ્યો ત્યારે મને જોવા મળ્યું કે કેમેરા સામે એક કડક માનવીની મુદ્રામાં ઊભો રહેતો માનવ ખરેખર તો એક દોસ્ત જેવો સ્વભાવ ધરાવતો માનવ છે. તેને ખબર છે કે કઈ રીતે હસવું જોઈએ. એક ગરીબના ઘરમાં જન્મ્યા પછી તેમાંથી પોતાની જાતને બહાર કાઢીને સફળતાની સીડીના પગથિયા કઈ રીતે ચઢી જવા તેમાં તેઓ મોટા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેઓ આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યા છે. તેથી જ મારી સાથેની મુલાકાત દરમિયાન તેમણે તેનો પ્રિય મંત્ર સ્થાનિક ભાષામાં દોહરાવ્યો હતો. “સર્વજન હિતાય, સર્વજન સુખાય. સબ કા સાથ સબ કા વિકાસ”. તેમના આ વાક્યનો એકદમ છૂટથી અનુવાદ કરવામાં આવે તો તેનો અર્થ એ થાય છે કે “સર્વ જનના હિતમાં અને સર્વ જનના સુખ માટે, સહુની સાથે અને સહુના માટે વિકાસ.” તેમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો તે સમગ્ર સમયગાળા દરમિયાન તેમણે ભારત અને ઇઝરાયલ વચ્ચેના ગાઢ સંબંધોનો નિર્દેશ આપતા રહેવાનો સતત અને સભાન પ્રયાસ કર્યો હતો. તેમનું માનવું છે કે આ બે રાષ્ટ્રો એક બીજા સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે. બંને દેશો એક બીજાના નિકટના મિત્રો બની શકે તેવા છે. તેમના બંનેમાં સાહસિકતાના ગુણો સમાયેલા છે. તેમ જ નવસંસ્કરણ કરવાની તેમની ક્ષમતા તેમની વચ્ચેની ભાગીદારીને એક નવું જ પરિમાણ આપે છે. તેથી જ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારોએ તેમના નિયત કાર્યક્રમથી બહાર જઈને પાંચમી જુલાઈએ તેલ અવીવમાં વસતા ભારતીયો સાથે મળીને તેમને માટે એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું નેતૃત્વ ખુદ નરેન્દ્ર મોદીએ જ કર્યું હતું. તેઓ પોતે જ કહે છે કે તેમની ઇઝરાયલની મુલાકાતનો આ એક અતિશય મહત્વનો હિસ્સો છે. આ રીતે તેમણે સ્થાનિક સ્તરે વસતા ભારતીયોના સમુહ પરત્વેની તેમની લાગણીને અભિવ્યક્તિ આપી છે.
સવાલ : ઇઝરાયલ અંગે તમે શું જાણો છો? તમે ક્યારેય ઈઝરાયલની મુલાકાત લીધી છે?
જવાબ : 2006ની સાલમાં મેં ઇઝરાયલની મુલાકાત લીધી હતી ત્યારે મને ઇઝરાયલનો ખાસ્સો અનુભવ થયેલો છે. ભારતના રાજ્ય ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે મેં ઇઝરાયલની મુલાકાત લીધી હતી. તે વખતે હું એગ્રીટેકના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે ઇઝરાયલ આવ્યો હતો. આ વાતને એક દાયકો વીતી ગયા પછી ફરીથી ઇઝરાયલની મુલાકાતે આવતા હું અતિશય આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ દસ વર્ષના ગાળામાં ઇઝરાયલે કરેલા વિકાસ અને પ્રગતિને જોવાની હું આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું.
“મારા સંખ્યાબંધ સાથી નાગરિકોના ઇઝરાયલ અંગેના મંતવ્યોને હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. ઇઝરાયલને ટેક્નોલોજીકલ પાવર હાઉસ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમ જ અનેક આફતો સામે લડીને બહાર આવેલા દેશ તરીકે ઇઝરાયલને જોવામાં આવી રહ્યો છે. ઘણાં ટેક્નોલોજી આધારિત નવસંસ્કરણોના મૂળિયાઓ ઇઝરાયલની યુનિવર્સિટીઓ અને લેબોરેટરીઓમાં છે. તેમના આ નવસંસ્કરણો-ઇન્નોવેશન અને શોધોએ માનવ જાતિને બહુ જ લાભ કરાવ્યા છે. તેમના નવસંસ્કરણ થકી આવેલા ઉપકરણોમાં યુએસબી ફ્લેશ ડ્રાઈવથી માંડીને ચેરી ટોમેટો સુધીના વસ્તુઓનો સમાવેશ થાય છે. પાણીની અછત ધરાવતા દેશમાંથી પાણીની પુરાંત ધરાવતા દેશમાં તમે તમારા દેશનું જે રીતે રૂપાંતર કર્યું છે તે અને જે રીતે રણમાં તમે ખેતી કરી બતાવી છે તે બધી જ બાબતો આશ્ચર્ય પમાડે તેવી સિદ્ધિઓ જ છે. આ બધાંની એક ઊંડી છાપ મારા મગજ પર પડેલી છે.”
સવાલ : આ દેશની ઐતિહાસિક મુલાકાતે જવાના નિર્ણય સાથે આગળ વધવાનો તમે શા માટે નિર્ણય કર્યો છે?
જવાબ : બે દેશ વચ્ચેના દ્વિપક્ષી સંબંધો હંમેશાથી મજબૂત જ રહ્યા છે. વાસ્તવમાં તો છેલ્લા થોડા વરસોથી આ સંબંધોનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તેમાં વિવિધતાનો ઉમેરો પણ થઈ રહ્યો છે. તાજેતરના જ ભૂતકાળની વાત કરવામાં આવ તો ઉચ્ચ સ્તરીય અધિકારીઓની મુલાકાતો, બે દેશો વચ્ચેના સંબંધો મક્કમ ગતિએ મજબૂત બની રહ્યા છે તે વાતને પ્રતિબિંબિત કરી રહી છે. છેલ્લા ત્રણ જ વર્ષમાં બંને દેશો વચ્ચેના વહેવારો અને વિનિમયો સતત વધી રહ્યા છે તે બાબત પર તમે ધ્યાન આપ્યું જ હશે. અમારા રાષ્ટ્રપતિએ 2015માં ઇઝરાયલની મુલાકાત લીધી તે અગાઉ ભારતના કોઈપણ પ્રધાન મંત્રીએ કે રાષ્ટ્રપતિએ ઇઝરાયલની મુલાકાત લીધી નહોતી. ઇઝરાયલના પ્રમુખ રિયુવેન રિવલિન્સે 2016ની સાલમાં ભારતની મુલાકાત લીધી હતી. આ ઇઝરાયલના કોઈપણ પ્રમુખે લીધેલી ભારતની બીજી મુલાકાત છે.
મારી ઈઝરાયલની આગામી મુલાકાત બંને દેશોના સમાજ વચ્ચેના સૈકાઓ જૂના જોડાણો અને ઊંડા સંબંધોનો આપણને નિર્દેશ આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ બંને દેશો વચ્ચેના સંબંધો તમામ ક્ષેત્રમાં વિકસતા જાય તે બાબત પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમ જ બંને દેશો વચ્ચે નિયમિત પણે ઉચ્ચસ્તરીય સંપર્કોથી સતત તેને સમર્થન મળતું રહે તે માટે આ મુલાકાત ગોઠવવામાં આવેલી છે. આ વર્ષ ભારત અને ઇઝરાયલ વચ્ચેના રાજદૂતના સ્તરના સંબંધો બંધાયાના 25 વર્ષ પૂરા થયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ સારી ઊંચાઈએ લઈ જવાની તક ઝડપી લેવાની આ એક યોગ્ય તક છે.
સવાલ : તમારો આ નિર્ણય શું એવો નિર્દેશ આપી રહ્યો છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં તમે વધુ ને વધુ ઇઝરાયલ તરફી વલણ અપનાવશો?
જવાબ : “યુનાઈટેડ નેશનમાં અમે દરેક ઇશ્યૂની મેરિટ-ગુણવત્તાને જોઈને તે અંગે શું વલણ લેવું તે અંગેનો નિર્ણય લઈએ છીએ. આ નિર્ણય અમારા આંતરિક મૂલ્યો અને સિદ્ધાંતોને આધીન રહીને લઈએ છીએ. અમે અમારા ઇઝરાયલ સહિતના સહુ ભાગીદારો – પાર્ટનર્સ સાથે સંકળાયેલા રહીએ છીએ. દરેક બાબતમાં મહત્તમ પરિણામ આવે તે બાબતને ધ્યાનમાં રાખીને અમે અમારા સહુ સાથી દેશોના અગ્રક્રમોને અને ચિંતાઓને પ્રતિબિંબિત કરીએ છીએ. યુનાઈટેડ નેશનમાં કોઈ એક દેશને અલગ પાડી દેવાની માનસિકતાની ભારત ક્યારેય તરફેણ કરતું નથી.”
સવાલ : શું ભારત હજીય તેની જાતને પૂર્વના દેશો કે પછી પશ્ચિમના દેશો સાથે સંલગ્નતા ન ધરાવતા દેશ તરીકે જ પોતાની જાતને જુએ છે?
જવાબ : અમે વસુધૈવ કુટુંમ્બકમની થિયરીમાં માનીએ છીએ. તેનો અર્થ એ થાય છે કે આખું વિશ્વ એ એક જ પરિવાર છે. અમે પૂર્વ અને પશ્ચિમના સહુ દેશો સાથે સર્જનાત્મક રીતે સંકળાવા માગીએ છીએ.
સવાલ: શું ભારત અને ઇઝરાયલ ત્રાસવાદીઓ તરફથી એક સમાન જોખમનો સામનો કરી રહ્યા છે?
જવાબ: ત્રાસવાદ એ વૈશ્વિક સ્તરનું જોખમી દૂષણ છે. આ દૂષણની અસરથી ભારત કે પછી ઇઝરાયલ એક પણ મુક્ત નથી જ નથી. અમે બંને દેશો સ્પષ્ટપણે માનીએ છીએ કે નિર્દોષ નાગરિકો પર દમનનો કોરડો વીંઝનાર અને હિંસા આચરનાર પરિબળોને જરાય ફૂલવા-ફાલવા દેવા જોઈએ નહિ. આસપાસના દેશોમાંથી ફેલાવવામાં આવી રહેલા ત્રાસવાદ અમારા બંને દેશો માટે બહુ જ મોટો પડકાર છે. અમારી આડોશપાડોશના દેશોમાં સક્રિય વિભાજનવાદી પરિબળો અમારા રાષ્ટ્રની એકતાને ખોરવી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારા દેશમાંના યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે આ ત્રાસવાદી પરિબળો ઘણી બધી વાર ધર્મનો એક સાધન તરીકે ઉપયોગ કરે છે. અમારા ધર્મનો પણ તેઓ દુરુપયોગ કરતાં હોવાનું જોવા મળે છે. આ ત્રાસવાદની તુલના કોઈપણ ચોક્કસ ધર્મ સાથે ન કરવી જોઈએ. ભારત અને ઇઝરાયલ ત્રાસવાદના આ દૂષણ સામે લડવા માટે એક બીજાને બહુ જ નજીકથી સહકાર આપી શકે છે. એક બીજાના પ્રયાસોમાં પૂરક બની શકે છે.
સવાલ : શું તમે તમારા બે દેશો વચ્ચેના સંબંધોને નવેસરથી નવું સ્વરૂપ આપી રહ્યા છો કે પછી તેને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છો?
જવાબ : મારી ઇઝરાયલની મુલાકાતને તેનું પોતાનું મહત્વ છે, કારણ કે ભારતના કોઈપણ પ્રધાન મંત્રીએ ઇઝરાયલની લીધેલી આ પ્રથમ મુલાકાત છે. મને વિશ્વાસ છે કે મારી આ મુલાકાતને પરિણામે જુદા જુદા ક્ષેત્રોમાં અમારા બે દેશ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનશે. આ સાથે જ બંને દેશો વચ્ચે નવા અગ્રક્રમો અંગે સહકાર સધાવા માટેનો માર્ગ પણ મોકળો થશે.
સવાલ : શું તમે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માફક વેસ્ટર્ન વોલ કે પછી જેરુસલેમની મુલાકાત લેવા સહમત થશો?
જવાબ : મારી આ મુલાકાત પાછળનો મૂળભૂત હેતુ તો ભારત અને ઇઝરાયલ વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત બનાવવાનો જ છે. મને ખાતરી છે કે હું જેરુસલેમની પણ મુલાકાત લઈશ. મારી મુલાકાતના મુદ્દાઓ અને કાર્યક્રમો એ રીતે ગોઠવાયેલા છે કે અમે ઇઝરાયલ સાથેની ભાગીદારીને ટેકનોલોજી અને નવસંસ્કરણ – ઇન્નોવેશન, કૃષિ ક્ષેત્ર અને સ્રોતના કાર્યક્ષમ વપરાશ સહિતના દરેક ક્ષેત્ર સુધી વધુ આગળ લઈ જવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
સવાલ : જેરુસલેમના સાર્વભૌમત્વ અંગેના સવાલને મુદ્દે આપનું વલણ શું છે? ભારતે તેના રાજદૂતાલયને શા માટે ખસેડી લીધું?
જવાબ: અમે બે રાજ્યના ઉકેલમાં માનીએ છીએ. આ ઉકેલમાં ઇઝરાયલ અને જેરુસલેમ એટલે કે ભવિષ્યનું પેલેસ્ટાઈનીઓનું રાષ્ટ્ર શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ ધરાવતું થાય તેવું અમે ઇચ્છીએ છીએ. આ અંગે જે કોઈપણ આખરી સમાધાનનો કરાર થાય તે કરારમાં બંને અસરગ્રસ્ત પક્ષની લાગણીઓ અને માગણીઓનું માન સચવાવું જોઈએ. આ સમસ્યાના ઉકેલની ચાવી તમામ અસરગ્રસ્ત પક્ષના હાથમાં જ છે. ઉકેલ વિના બાકી રહી ગયેલા તમામ પ્રશ્નોનો સર્વને માન્ય હોય કે સર્વને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ લાવવા માટેના તમામ પ્રયાસોને ભારત ટેકો આપે છે. આ પ્રશ્નોમાં જેરુસલેમના પ્રશ્નનો પણ સમાવેશ થાય છે. મારું અનુમાન છે કે આ સવાલમાં તેલ અવીવ ખાતેના ભારતના રાજદૂતાલયને ખસેડવા અંગેની બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેરુસલેમ અંગે બંને પક્ષે કોઈ કરાર કરે કે બંને પક્ષ વચ્ચે કોઈ સમજૂતી થાય તે પછી અમે અમારી રીતે આ બાબતમાં નિર્ણય લઈશું.
સવાલ : તમારા જીવન ચરિત્રમાં, એક માનવ ગરીબીમાં ઊછરીને તેની મહેનતની મદદથી સફળતાની સીડીઓ ચઢીને દેશની સરકારના વડા તરીકેનું સ્થાન હાંસલ કરે છે. આ બાબત કોઈપણ માપદંડથી જોવા જઈએ તો બહુ જ મોટી છે. આમ છતાંય તમારા ભૂતકાળમાં તમે મૂડીવાદી સમાજ રચનાના જબરદસ્ત સમર્થનકર્તા રહ્યા છો અને તમે અર્થતંત્રને ઉદાર બનાવવા માગો છો. તમારા વિશ્વ અંગેના દર્શનને આકાર કઈ બાબતે આપ્યો છે તે અંગે થોડી સમજણ આપશો?
જવાબ : હું કોઈપણ વાદમાં (મૂડીવાદ કે સમાજવાદ કે પછી સામ્યવાદ)માં માનતો જ નથી. હું અને મારી સરકાર એક જ સૂત્રને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યા છીએ. સહુનો સાથ, સહુનો વિકાસ એક જ અમારો વિકાસનો નારો છે. અમે અમારા યુવાનોને માત્ર નોકરીની તલાશ માટે ભટકતા યુવાનોની કક્ષામાં મૂકવા નથી માગતા. અમારે તો અમારા યુવાનોને નોકરી આપનારા વર્ગની કક્ષામાં લઈ જવા છે. અમારા યુવાનોમાં નવસંસ્કરણ – ઇન્નોવેશન કરવાની ક્ષમતામાં વધારો થાય અને સાહસ કરવાની તેમની ક્ષમતામાં વધારો થાય તે માટે જરૂરી દરેક પ્રકારના પગલાં લેવા અમે તત્પર છીએ. મારો એક જ માપદંડ છે. તેને આધારે જ હું કોઈક બાબતને સપોર્ટ કરું છું કે પછી તેનું સમર્થન કરું છું. આ પગલાંને પરિણામે લોકોની જિંદગીમાં કેટલો સુધારો થાય છે તે એક જ બાબતને કેન્દ્રમાં રાખીનું હું તેને સમર્થન આપું છું કે પછી તેની હિમાયત કરું છું. આ બાબતને જ પહેલા ધ્યાનમાં લઈને પગલું લેવામાં આવે તો તેને પરિણામે જે રિઝલ્ટ આવે છે તે સારામાં સારા જ હોય છે. આ બાબત મેં મારા પોતાના રાજ્ય, પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાતમાં પણ જોઈ જ છે. ગુજરાતમાં મે 13 વર્ષ સુધી મુખ્ય મંત્રી તરીકે સેવા આપી છે. અત્યારે હું રાષ્ટ્રીયસ્તરે પ્રધાન મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું.
સવાલ : તમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતમાં અને આંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોના જીવનમાં, તેમના આરોગ્યમાં સુધારો લાવવાનો પ્રયાસ કરીને એટલે કે ભારતીય સમાજમાં સુધારો લાવવાનો પ્રયાસ કર્યો છે. તમારા આ પ્રયાસોમાં ઇઝરાયલ કંઈ રીતે મદદરૂપ બની શકશે?
જવાબ : ચોક્કસ. ઇઝરાયલ પરિવર્તનની આ પ્રક્રિયામાં ભારતનું ટેકનોલોજીની બાબતમાં ભાગીદાર બની જ શકે છે. ઇઝરાયલની ક્ષમતાઓ અમને અમારા ક્લિન ગંગા પ્રોજેક્ટમાં (ગંગા નદીને સ્વચ્છ કરવાના પ્રોજેક્ટમાં) અને સ્માર્ટ સિટી વિકસાવવાના પ્રોજેક્ટમાં મદદ કરી જ શકે છે. ભારતના ગ્રામીણ વિસ્તારના લોકોને માટે અનુકૂળ બની રહે તે રીતે ઇઝરાયલના ઇન્નોવેટર્સ તેમના ઉત્પાદનોને રિમોડેલ કરી આપે તો તેવા સંજોગોમાં ભારતના ગ્રામીણ વિસ્તારના લાખો લોકોના જીવનમાં ઇઝરાયલની ટેક્નોલોજીની મદદથી ખાસ્સો સુધારો લાવી શકાય છે. આ માટે ગ્રામીણ વિસ્તારના બજારોમાં બદલાઈ રહેલા વલણોને બરાબર સમજવા જરરી છે.
સવાલ : બિઝનેસ, કૃષિ ક્ષેત્ર કે પછી અન્ય કોઈ ક્ષેત્રની વાત કરીએ ત્યારે ભારતના લોકો અને ઇઝરાયલના લોકોના અભિગમ વચ્ચે તફાવત શો છે?
જવાબ : એક સમાજ તરીકે ભારત અને ઇઝરાયલ બંને સાહસિકતાની એક સમાન માનસિકતાથી દોરવાતા દેશો છે. બંને દેશોમાં બિઝનેસ માટેનું સંસ્કૃતિ યુનિક – અજોડ કહેવાય તેવી છે. બંને દેશના માહોલ પ્રમાણે આ સંસ્કૃતિ વિકસિત થયેલી છે. આ બાબતમાં બંને દેશોના અભિગમમાં થોડો ગણો જરૂર તફાવત હશે. પરંતુ ભારત અને ઇઝરાયલના ઉદ્યોગપતિ, જેમને હું જાણું છું, તેમણે મને કહ્યું છે કે બંને પાસે એક સમાન વૈજ્ઞાનિક માનસિકતા (સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ) છે.
સવાલ : સામાન્ય માનવીને આપણે કેવી રીતે સમજાવી શકીશું કે ઇઝરાયલ અને ભારત વચ્ચે નવસંસ્કરણ – ઇન્નોવેશનની બાબતમાં કેવા પ્રકારની સમજૂતીઓ થઈ છે?
જવાબ : મને લાગે છે કે સામાન્ય માનવો પણ અમારે ત્યાં થતાં નવસંસ્કરણો- ઇન્નોવેશન અંગે જાણકારી ધરાવે જ છે. કારણ કે આ ઇન્નોવેશનને પરિણામે મળતા પરિણામો તેમની જિંદગીમાં તફાવત લાવી દેતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ નવસંસ્કરણો તેમના પોતાના જીવનને પણ સ્પર્શતા હોય છે. ઇન્નોવેશન અંગેના ઇઝરાયલ અને ભારતના દ્રષ્ટિકોણમાં કદાચ તફાવત હોઈ શકે છે. પરંતુ આખરે તેનાથી સમદ્ધિમાં વધારો થાય તેના પર જ બંને દેશો નજર રાખીને બેઠાં છે. તેનાથી અમારા સમાજના મૂલ્યમાં વૃદ્ધિ થાય તેના પર જ નજર રાખીને બેઠાં હોઈએ છીએ. ઇઝરાયલીઓ ને ભારતીયો જન્મથી જ નવસંસ્કરણ કરવાની કુદરતી વૃત્તિ લઈને જન્મેલા છે. ભારતીયો અને ઇઝરાયલવાસીઓ બંને ઇન્નોવેશનથી પર્યાવરણની સિસ્ટમને અજોડ રીતે ટકાવી રાખે છે, ટેકો આપી રાખે છે. અમારો એક સમાન પ્રયાસ તો નવસંસ્કરણની સર્જનાત્મકતાને સાહસિકતાની ઉર્જા સાથે જોડવાનો છે.
સવાલ : ભારત ઇઝરાયલમાંથી કેવી વસ્તુઓની આયાત કરવાની ઇચ્છા ધરાવે છે?
જવાબ : અમે ઇઝરાયલ સાથે પરંપરાગત આયાત અને નિકાસ માટેના સંબંધો બાંધવા પર નજર માંડીને બેઠાં નથી. આ સંબંધો ખરીદનારા અને વેચાણ કરનારાઓ વચ્ચેના સંબંધથી વિશેષ સંબંધ થાય તેવી અમારી અપેક્ષા છે. મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂકીને ટેક્નોલોજી આધારિત ભાગીદારીને વધારવામાં અમને વધારે રસ છે. ગંગા નદીના શુદ્ધિકરણ સહિતની અમારી મહત્વની યોજનાઓમાં ઇઝરાયલના ઉદ્યોગો ખાસ્સા વાજબી રહ્યા છે. ભારતની આ પ્રકારની મહત્વની યોજનાઓમાં ભાગીદારી કરવા માટે બહુ જ વ્યાપક અવકાશ છે.