Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ડિજિટલ ડાયલોગ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીને શોધ કરવા માટેનું, ભણતર માટેનું, ઉભરતા રહેવાનું અને અમલીકરણ માટેનું સાધન ગણાવ્યું છે. ડિજિટલ ડાયલોગ પ્રસંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે ટેકનોલોજી અંગે વિસ્તૃત વાત કરી છે. તે ટેકનોલોજીનો કેવો અર્થ કરે છે અને તેમના મત મુજબ આગળનો માર્ગ કેવો છે તે જણાવવા માગે  છે.

ટેકનોલોજી અંગે અન્ય વિચારો :

ટેકનોલોજીમાં ગતિ, સાદાઈ અને સર્વિસ જેવા 3Sનો સમન્વય થાય છે. ટેકનોલોજી ઝડપી છે, ટેકનોલોજી સરળ છે અને ટેકનોલોજી એ લોકોની સેવા માટેનો ઝમકદાર માર્ગ છે. તે એક મહાન શિક્ષક પણ છે. તે માને છે કે આપણે ટેકનોલોજી અંગે વધુ જાણતા હોઈએ કે ટેકનોલોજી મારફતે વધુ શીખીએ તેટલુ બહેતર બની રહે છે.

“ટેકનોલોજી ઓછી શક્તિ ધરાવનારને બળ પૂરૂ પાડે છે. જે લોકો હાંસિયામાં છે તેમને મજબૂત બળ પૂરૂ પાડે છે તે ટેકનોલોજી છે.”

ડિજિટલ ઈન્ડિયાની પહેલ અંગે તેમણે કહ્યું કે :

સમગ્ર રાષ્ટ્રએ ડિજિટલ ઈન્ડિયાના સપનાંને વાસ્તવિકપણે સાકાર કરવા માટે હાથ મિલાવ્યા છે. યુવાનો ઉત્સાહમાં છે અને ઉદ્યોગોનો સહયોગ છે તેમજ સરકાર સક્રિય છે. ડિજિટલ ક્રાંતિ માટે ભારત ઉત્સુક છે.

ઉદ્યોગોએ ડિજિટલ ઈન્ડિયા માટે જે રોકાણો કરવાની કટિબધ્ધતા દાખવી છે તે તેમનો આશાવાદ દર્શાવે છે તેની હકારાત્મક અસરો પેઢીઓ સુધી અનુભવાશે. અત્યંત નોંધપાત્ર બાબત એ છે કે આપણાં લોકો માટે અનેક નોકરીઓનું નિર્માણ થશે.

સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું છે કે:

ભવિષ્ય સોશિયલ મીડિયાનું છે. તે તમામ લોકોને આવરી લે છે અને સમાવેશી છે. સોશિયલ મીડિયા કોઈ દેશ, કોઈ ભાષા, કોઈ રંગ કે કોઈ સમુદાય અંગેની વાત કરતું નથી, પણ તે અંતર્ગત રીતે માનવ મૂલ્યો બાબતે વાત કરે છે અને માનવજાતને જોડી રાખે છે.

મોબાઈલ ગવર્નન્સ અંગે પ્રધાનમંત્રી કહે છે કે :

એમ-ગવર્નન્સ એ શક્તિશાળી શાસન વ્યવસ્થ છે. તેમાં વિકાસને સાચા અર્થમાં સમાવેશી છે અને ઘનિષ્ઠ રીતે લોકોની ચળવળ માટે તાકાત છે. તે શાસનની પહોંચ દરેક વ્યક્તિ સુધી વિસ્તારે છે. શાસનને તે તમારી સાથે સપ્તાહના સાતેય દિવસે અને ચોવીસે કલાક ઉપલબ્ધ રાખે છે.

સ્ટાર્ટઅપ્સ અંગે :

“સ્ટાર્ટઅપ્સ એ વધુને વધુ વૃધ્ધિ પામતાં ગ્રોથ એન્જીન છે. તે શક્તિનું ઈનોવેશન કરે છે. હાલની કેટલીક મોટી કંપનીઓ એ ગઈકાલે સ્ટાર્ટઅપ્સ હતી.”

“ભારત ઈનોવેશનંનુ હબ બને અને હવે પછી ટેકનોલોજીની શક્તિથી મોટા આઈડિયા ઉભરી આવે તેવુ આપણે ઈચ્છીએ છીએ.”

શનિવાર. તા.4 જુલાઈએ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે તે ટેકનોલોજી માટેના ઉત્સાહી લોકો સાથે તે  ડિજિટલ ડાયલોગ હાથ ધરશે. તેમણે લોકોને #DigitalDialogueનો ઉપયોગ કરી પોતાના વિચારો વ્યક્ત કરીને અનુરોધ કર્યો હતો. આ ટ્વીટને અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. કેટલીક ટ્વીટસ અને  પોસ્ટનું આદાન-પ્રદાન થયુ. સાથે સાથે અગાઉની “મનકી બાત” કાર્યક્રમમાં ટેકનોલોજી અને ડિજિટલ ઈન્ડિયા અંગે મળેલા પત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સંવાદ (ડાયલોગ)નો મૂળપાઠ નીચે મુજબ છે :

સવાલ-1:  સોશિયલ મીડિયા (ટ્વિટર, ફેસબુક અને લીંકડઈન) અંગે એક સામાન્ય સવાલ કરવામાં  આવે છે. ડિજિટલ ઈન્ડિયાની રજૂઆત થઈ ચૂકી છે. તેને ખૂબ જ પ્રોત્સાહક અને તમારી અપેક્ષાઓ મુજબનો પ્રતિભાવ મળ્યો છે.

ડિજિટલ ઈન્ડિયાના સપનાને વાસ્તવિક રીતે સાકાર કરવા માટે સમગ્ર ભારત જોડાયું છે. યુવાનો અને ઉત્સાહી ઉદ્યોગોએ ડિજિટલ ઈન્ડિયા તરફની ગતિને સમર્થન પૂરૂ પાડયુ છે. ભારત ડિજિટલ ક્રાંતિ માટે આતુર છે.

ડિજિટલ ઈન્ડિયા પહેલની જયારે શરૂઆત કરવામાં આવી ત્યારથી જ ભારે ઉત્સાહ વર્તાયો છે. ઉદ્યોગોએ ડિજિટલ ઈન્ડિયા માટે જે રોકાણો કરવાની કટિબધ્ધતા દાખવી છે તે જોતાં તે આશાવાદી છે અને તેની હકારાત્મક અસરો પેઢીઓ સુધી વર્તાતી રહેશે. ખૂબ જ નોંધપાત્ર બાબત એ છે કે આપણાં લોકો માટે નોકરીની અનેક તકનું નિર્માણ થશે.

અગાઉ આટલા મોટા વ્યાપ સાથે કયારેય  કોઈ આયોજન થયુ નથી. હું એમાં ઉમેરો કરીને કહેવા માંગુ છું કે આ સપનું કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો  માત્ર ખાનગી ક્ષેત્ર મારફતે સાકાર થશે. તમામ એજન્સીઓ  (કેન્દ્ર અને રાજ્ય સરકારો, વિવિધ સંગઠનો, કોર્પોરેટ સેકટર અને લોકો) સાથે મળીને ડિજિટલ ઈન્ડિયા માટે કામ કરી રહી છે.

કેટલાક લોકોએ મને લખીને પૂછયુ છે કે ડિજિટલ ઈન્ડિયા તેમના જીવનને કઈ રીતે સ્પર્શે છે? તેમણે નાગરિકલક્ષી સેવાઓથી માંડીને પંચાયતના સ્તર સુધીની બાબતો અંગે વાત કરી. @RishiBagree એ વેસ્ટ મેનેજમેન્ટ અંગે વાત કરી. @rangats અને @kumawatraj જાહેર વિતરણ વ્યવસ્થામાં સુધારા અને ઈલેક્ટ્રોનિક રેશન કાર્ડઝ અંગે વાત કરી.

 

હું તમામ લોકોને કહેવા માંગુ છું કે ડિજિટલ ઈન્ડિયા અંગેની આપણી ખેવના તમામ લોકોને આવરી લે છે. તે તમારા જીવનને વિવિધ રીતે સ્પર્શી જઈને જીવન આસાન બનાવશે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ડિજિટલ લોકર અને ઈ-સાઈનથી તમારા તમામ દસ્તાવેજોનું અસરકારક વ્યવસ્થાપન થઈ શકશે. દસ્તાવેજો એક જ વાર ક્લીક કરવાથી જોઈ શકાશે અને તે પણ કોઈપણ અગવડ વગર. આરોગ્ય અંગેની વાત કરીએ તો ઈ-હોસ્પિટલને કારણે વધુ સમય બરબાદ થશે નહીં અને હોસ્પિટલોની કતારોમાં વ્યય થતો સમય અટકશે. આ ઉપરાંત તમે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો. ઓનલાઈન ચૂકવણી થઈ શકશે અને ઓનલાઈન રિપોર્ટ પણ મેળવી શકશો. @microrao એ મને ઓનલાઈન પોર્ટલ અંગે પૂછ્યું કે આ વ્યવસ્થામાં ઔષધો અને દવા અંગેની માહિતી તથા કિંમત કેવી રીતે ઉપલબ્ધ થશે. આ માટે ઈલેક્ટ્રોનિક્સ અનેમાહિતી ટેકનોલોજી વિભાગ સક્રિય કામગીરી કરી રહ્યો છે તે જાણીને તેમને આનંદ થશે. નેશનલ સ્કોલરશીપ પોર્ટલ સ્કોલરશીપની યોજનાઓને એક જ એપ્લિકેશન હેઠળ મૂકે છે. આ રીતે તમને યોગ્ય સ્કોલરશીપ શોધવા માટે ચોક્કસ પ્લેટફોર્મ મળી રહેશે. અનેક ફોર્મ ભરવાની અને તેમાં થયેલી પ્રગતિને ટ્રેક કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

આ પ્રકારની પહેલની સાચી તાકાત અંગે ત્યારે જે ખબર પડશે કે જ્યારે તેનો વ્યાપક ઉપયોગ થશે. વધુ ઉપયોગ થવાથી તે પાકટ બનશે અને વિશ્વ સ્તરનો દરજ્જો મેળવી શકશે. આથી હું અનુરોધ કરૂં છું કે દરેક વ્યક્તિએ શક્ય તેટલો વધુ આ પ્રકારની નવતર સર્વિસીસનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો તમારા સપોર્ટ સ્ટાફને તમારા મોબાઈલ પરથી તેમના જનધન એકાઉન્ટમાં વેતન ચૂકવવાનું શરૂ કરી શકશો. સમાન પ્રકારને આ પ્રકારની સર્વિસીસનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરવો જોઈએ.

સવાલ-2: @BGMahesh (BG) દ્વારા પૂછવામાં આવ્યું કે તમારૂં ટેક રૂટિન શું છે. ટેકનોલોજી તમારા જીવનનો હિસ્સો કઈ રીતે બને છે.

આ એક એવો સવાલ છે કે હું જ્યારે લોકોને મળું ત્યારે પૂછવામાં આવે છે. તે લોકો મને ટેકનોલોજી અંગે એવુ પૂછતા રહે છે કે હું કયો મોબાઈલ ફોન વાપરૂં છું તથા હું કેટલી વખત મારા મેઈલ ચેક કરૂં છું તે અંગે પૂછપરછ કરે છે.

મારા માટે ટેકનોલોજી એ કશુંક શોધવા માટેની, ભણવા માટેની તથા ઉભરી આવીને અમલ કરવાની બાબત છે.

એમાં 3Ssમાં સ્પીડ, સરળતા અને સર્વિસનો સમન્વય થાય છે. ટેકનોલોજી ઝડપી છે, ટેકનોલોજી સરળ છે તથા કેટલાક લોકો માટે તે ઉત્તમ રીતે કામ કરે છે. ટેકનોલોજી એક મહાન શિક્ષક છે. જેમ જેમ આપણે ટેકનોલોજી અંગે શિખતા જઈએ તેમ તેમ આપણું શિખવાનું બહેતર બની રહે છે.

ટેકનોલોજી દુનિયામાં ઉત્સાહ પ્રેરે છે. હું ટેકનોલોજીને એક મોટા મહાસાગર ગણુ છું અને  જેના નાના નાના ટીંપા છે અને હું તેને સ્પર્શી શકું છું તે રીતે જોઉં છું. આમ છતાં પણ હું આધુનિક ટેકનોલોજી અંગે વધુને વધુ જાણવા માંગુ છું, પણ મારા કાર્યક્રમોના કારણે આ બાબત વધુ મુશ્કેલ બની રહે છે.

જો કોઈ બાબતથી જાહેર જનતાના લાભ માટે કામ થતું હોય તો મને તે જાણવાનું કુતૂહલ રહે છે અને આથી હું ટેકનોલોજીથી પ્રજાને કઈ રીતે લાભ થાય છે તે જાણવા માટે હંમેશા આતુર હોઉં છું. હું વિચારતો રહું છું અને શક્ય તેટલુ જાણવાનો પ્રયાસ કરૂં છું.

કોઈપણ સામાન્ય માણસની જેમ હું મારા મેઈલ સ્કેન કરૂં છું અને પત્ર વ્યવહારમાં નિયમિત રહું છું (મારા પોતાના ધોરણો મુજબ હું હજુ ધીમો પડું છું). ટેકનોલોજી મારફતે હું ઝડપથી ઘણી માહિતી મેળવી શકું છું. સમાચારો તુરત જ જાણી શકું છું. હું ઉત્તર- પૂર્વના ખડકાળ વિસ્તારમાં છત્તીસગઢના આંતરિયાળ વિસ્તારમાં હોઉં ત્યારે પણ ટેકનોલોજીના કારણે શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવી શકું છું.

હું જ્યારે મારા પક્ષ માટે કામ કરતો હતો ત્યારથી જ ટેકનોલોજીનો ઉપયોગ કરતો રહ્યો છું. મુખ્યમંત્રી તરીકે મેં ટેકનોલોજીને મારા સરકારી કામ માટે ઉપયોગ લેવાનો પ્રયત્ન કર્યો અને મારા આવા જ પ્રયાસો દિલ્હીમાં પણ ચાલુ રહ્યા છે. થોડાંક મહિનાઓ પહેલાં અમે ટેકનોલોજી આધારિત મલ્ટી-પર્પઝ અને મલ્ટી-નોડલ પ્લેટફોર્મ PRAGATIની રજૂઆતનો પ્રયાસ કર્યો હતો, જેમાં વિવિધ પ્રોજેક્ટનું મોનિટરીંગ થઈ શકે અને લોકોની સમસ્યાઓ પણ હલ કરી શકાય. દરેક મહિનાના છેલ્લા બુધવારે હું PRAGATIના કલાકો દરમ્યાન ઉચ્ચ અધિકારીઓ સાથે બેસતો રહુ છું અને ઘણાં ક્ષેત્રો અંગેની માહિતી આવરી લેવાય છે. અમે જોઈ રહ્યા હતા કે ટેકનોલોજીના ઉપયોગથી કેવો તફાવત ઉભો થઈ શકે છે.

ટેકનોલોજી લોકોના જીવન બદલી નાંખે છે. ગરીબી નાબૂદ કરવાથી માંડીને વિવિધ પ્રક્રિયાઓ સરળ બનાવવા માટે, ભ્રષ્ટાચારનો અંત લાવીને બહેતર સર્વિસીસ પૂરી પાડવા માટે ટેકનોલોજી સર્વવ્યાપી છે અને તે માનવ પ્રગતિ માટે એકમાત્ર સૌથી વધુ મહત્વનું સાધન બની રહી છે.

ટેકનોલોજી આપણી સાથે જ રહેવાની છે. ટેકનોલોજીનું ભાવિ, મનુષ્યને ઉદાર બનાવવા તરફ રહેલું છે. રોજબરોજના ધોરણે ટેકનોલોજી માનવીય લાગણીઓને અનુસરે છે અને વિવિધ પસંદગીને અગ્રતા આપે છે. મારા મત મુજબ ટેકનોલોજીનો ઉપયોગ ડહાપણપૂર્વક કરવામાં આવે તો તે આપણે જે રીતે જીવીએ છીએ તેમાં જાદુઈ પરિવર્તન લાવવા માટે સહાયક બની શકે છે.

સવાલ-3: @ramyavenugopal (રમ્યા વેણુગોપાલ) પૂછે છે કે તમે @LinkedIn ઉપર સક્રિય છો અને વ્યાપક ફોલોઈંગ ધરાવો છો. સોશિયલ મીડિયા તમને લોકો સાથે જોડાવામાં કઈ રીતે મદદરૂપ થાય છે?

સોશિયલ મીડિયાનું વર્ચસ્વ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તે સર્વવ્યાપી અને સમાવેશી છે. સોશિયલ મીડિયામાં કોઈ દેશ, કોઈ ભાષા, કોઈ રંગ કે કોઈ સમુદાયની વાત થતી નથી, પણ તેમાં માનવ મૂલ્યો અંગેની વાત થાય છે અને તે માનવ જાતને આંતરિક રીતે આવરી લે છે.

તાજેતરમાં એક મોટું ઉદાહરણ #SelfieWithDaughter તરાહમાં જોવા મળ્યું. સોશિયલ મીડિયા મારફતે મને હરિયાણાના એક જીલ્લામાં આ પ્રકારની પહેલ અંગે જાણકારી મળી અને મેં વિચાર્યું કે મારે ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કરવો જોઈએ. અને મેં અનેક માતા-પિતાને તેમની દીકરી સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર મૂકવા જણાવ્યું. ત્યાર પછી જે બન્યું તે એક ઈતિહાસ છે. દુનિયાભરમાં અને ભારતમાં આ તરાહ ચાલુ રહી. આફ્રિકા, યુરોપ, અમેરિકા, દક્ષિણ એશિયા જેવા પડોશી દેશોએ પણ તેમની દિકરીઓ સાથેની તસવીરો મૂકવા લાગ્યા. લોકો જ્યારે સેલ્ફીનું આદાન-પ્રદાન કરે છે ત્યારે તે પ્રધાનમંત્રીના અનુરોધનો માત્ર પ્રતિભાવ આપતાં નથી, પણ તે એક હેતુ માટેનું આ જોડાણ છે અને તે આપણાં સૌના માટે મહત્વનું છે તેમજ તેના દુનિયાભરમાં પડઘા પડે છે.

યોગા ડે પ્રસંગે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ્યું કે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે. ભૌતિક અંતર અસંગત બની ગયું હતું અને સમાન પ્રકારે મારા અગાઉના ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેં લોકોને #Incredible India ની ઝલક આપવા જણાવ્યું જે અંગે મને લાખો પ્રતિભાવ મળ્યા. વિયેતનામની એક વ્યક્તિએ ભારત સાથેની તેની  સ્મૃતિઓ જણાવી અને હું તે વ્યક્તિ સાથે ટ્વીટર ઉપર વાત કરી શક્યો. જે સમયે મિત્રોના બનેલા એક જૂથે વારાણસીના ઘાટ સ્વચ્છ બનાવવાની પહેલ કરી ત્યારે તેના વમળો દુનિયાભરમાં ફેલાયા. જો આ બાબત જે વાત દર્શાવે છે તેવું અન્ય બાબતોમાં પણ આવું પરિણામ મળી શકે છે.

સોશિયલ મીડિયામાં હોવાના કારણે મને અનેક પ્રકારે લાભ થયો છે. દિવસભર લાંબો સમય સુધી કામ કર્યા પછી હું સોશિયલ મીડિયા ઉપર લોગઓન કરૂં છું અને મને ખૂબ જ તાજગી મળી રહે છે. હું ફેસબુક, ટ્વીટર, ગૂગલપ્લસ, લીંક્ડઈન તથા ઈન્સ્ટાગ્રામ ઉપર સક્રિય છું. મને લોકો કઈ રીતે વિચારે છે તેની જાણકારી આ માધ્યમથી મળે છે. મને ઘણો ફીડબેક પણ મળી રહે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો, મારા કેટલાક પ્રવચનો દરમ્યાન કોઈએ મને ટ્વીટ કર્યું, હું ખૂબ જ ઝડપથી વાત કરતો હતો. આપણાં બધાની ખૂબ જ વ્યસ્ત જીંદગીમાં સોશિયલ મીડિયા તમામ માટે અરીસા તરીકેનું કામ કરે છે.

હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા અંગે દ્રઢ માન્યતા ધરાવું છું અને તેનાથી મને સામાન્ય માનવીનો અવાજ પ્રાપ્ત થાય છે. આ એક સશક્તિકરણ કરતું પ્લેટફોર્મ છે અને તેનો ઉપયોગ શક્ય તેટલો હકારાત્મક અને રચનાત્મક રીતે કરવો જોઈએ. જ્યારે તમે કોઈ માધ્યમની શક્તિને સમજો છો ત્યારે તમે તફાવત સર્જી શકો છો.

સવાલ-4:  આંધ્ર પ્રદેશથી નારાયણ રેડ્ડી લખે છે કેઃ ટેકનોલોજી જે લોકો શક્તિ ધરાવે છે તેમની શક્તિમાં વધારો કરે છે. હાંસિયામાં રહેલા લોકો અંગે ટેકનોલોજી કેવી રીતે પરિવર્તન લાવી શકે?

@RupamG (રૂપમ ઘટક) પૂછે છે કે – ભારતના ગ્રામ વિસ્તારોમાં ઈન્ટરનેટનો વ્યાપ બહેતર હોવો જોઈએ. ડિજિટલ ઈન્ડિયા આ ધ્યેય કઈ રીતે હાંસલ કરી શકશે?

જે લોકો ઓછી શક્તિ ધરાવે છે તેમને ટેકનોલોજી વધુ શક્તિશાળી બનાવે છે. જો કશુંક હાંસિયામાં રહેલા લોકો માટે કોઈ મોટું પરિવર્તન લાવી શકે તેમ હોય તો તે ટેકનોલોજી છે. તે એક લેવલર અને સ્પ્રીંગબોર્ડનું કામ કરે છે.

ખેડૂતનું ઉદાહરણ લઈએ તો ટેકનોલોજી ખેતીને ઉત્પાદનલક્ષી, સમૃધ્ધિલક્ષી અને નફાકારક બનાવી શકે છે એવું આપણે દુનિયાભરમાં જોયું છે. મને એ જાણીને આનંદ થયો કે ભારતના કરોડો ખેડૂતો ખેતીલક્ષી માહિતી એસએમએસ મારફતે મેળવે છે.

હમણાં તાજેતરમાં જ કેબિનેટે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટને પ્રોત્સાહનની યોજના એગ્રીટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મારફતે મંજૂર કરી. આ યોજનામાં ભારતના 585 નિયંત્રિત બજારોનું સમાન ઈ-પ્લેટફોર્મ સાથે જોડાણ થયું છે. આ ખેડૂતો અને વેપારીઓ ઈષ્ટત્તમ ભાવથી અને પારદર્શક રીતે ખેતીની વિવિધ જણસોની ખરીદી અને વેચાણ કરી શકશે.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ફોન ઉપરથી ઓટોરિક્ષા બોલાવવા માટે  પ્રયાસ કરે છે ત્યારે તેના માટે જીવન સરળ બની જાય છે, પણ કલ્પના કરી જુઓ કે તેનાથી ઓટો ડ્રાઈવરના જીવનમાં કેવો તફાવત આવ્યો છે. ટેકનોલોજીના કારણે રેલવેની ટિકીટો આસાનીથી મળી રહે છે. આ માટે રોજબરોજની કામગીરીમાંથી બ્રેક લેવાની કે કતારમાં ઉભા રહેવાની જરૂર પડતી નથી.

નાના ઉદ્યોગસાહસિકો કે જેમની પાસે વિપુલ માત્રામાં મૂડી નથી. આ વર્ગને મૂલ્ય સર્જનની તક ટેકનોલોજીના કારણે મળે છે. આપણાં હસ્તકલાના કારીગરો કે જે કોઈ ચોક્કસ મોસમમાં આવતા પ્રવાસીઓ ઉપર આધાર રાખતા હતા તે હવે માત્ર એક ક્લીક કરીને દુનિયાભરમાં પોતાની પ્રોડક્ટસ મોકલી શકે છે. વિવિધ પ્રકારની એગ્રીગેટર્સને દેશભરના લોકો સાથે જોડાઈને જીવનની તાજગીનો અનુભવ થયો છે. રિટેઈલ વેપાર હોય, પ્રવાસન હોય, પરિવહન કે પછી ફૂડ ઈન્ડસ્ટ્રી હોય. ટેકનોલોજીએ હજારો લોકોને નવું પ્લેટફોર્મ પૂરૂં પાડ્યું છે. આમાંના મોટાભાગના લોકો હાંસિયામાં જીવન વ્યતિત કરતા હતા.

હું તમને એક નાની વાત કહેવા ઈચ્છું છું. મુખ્યમંત્રી તરીકે હું ડેરીના ચિલીંગ સેન્ટરના ઉદ્દઘાટન માટે વલસાડના કપરાડા આદિવાસી વિસ્તારની મુલાકાતે ગયો હતો. ત્યાં બેઠક યોજવા માટે ઓછી જગા હોવાથી 3 કી.મી. દૂર શાળાના મેદાનમાં આ માટેનો સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. 30થી 40 જેટલી કેટલીક આદિવાસી મહિલાઓ કે જે દૂધ એકત્ર કરે છે તે સભાના સ્થળે હાજર હતી. કાર્યક્રમના સ્થળેથી પાછા ફરતી વખતે મને આશરે ત્રણ ચતુર્થાંશ જેટલી મહિલાઓ તેમના મોબાઈલમાંથી ફોટો ક્લિક કરતી જોવા મળી. મેં પૂછ્યું કે “તમારા મોબાઈલ ફોનમાંથી આ ફોટો પાડ્યા પછી તમે શું કરશો?” તેમણે મને કહ્યું કે તે આ ફોટોગ્રાફને કોમ્પ્યુટરમાં તબદીલ કરશે અને પછીથી તેના પ્રિન્ટઆઉટ મેળવશે. આ એવી મહિલાઓ છે કે જે ક્યારેય શાળા કે કોલેજમાં ગઈ નથી કે જેથી તેમને મોબાઈલથી ક્લિક કરેલા ફોટોગ્રાફનું શું કરવું તેની ખબર હોય, પણ તે જાણતી હતી કે ફોટોગ્રાફને કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકાય અને પછીથી કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટઆઉટ લઈ શકાય. મને ખૂબ જ નવાઈ લાગી. આ રીતે ટેકનોલોજી હાંસિયામાં જીવન જીવતા લોકો સુધી પહોંચી છે.

સવાલ-5: શૈલી ચોપરા- એક ડિજિટલ ઉદ્યોગસાહસિક તરીકે હું એ બાબત જાણવા માંગુ છું કે ટેકનોલોજી અને ભારતનું વસતિ વિષયક ડિવિડંડ ખાસ કરીને યુવા મહિલા માટે ઉપયોગમાં લઈ શકાય?

મને લાગે છે કે આ એક કુદરતી રૂપાંતર છે અને આ પ્રકારના રૂપાંતર માટે ભારત એ એક કુદરતી જગા છે. હા, દુનિયાના ઘણાં વિસ્તારોમાં ટેકનોલોજી છે, પરંતુ આપણી જેમ વસતિ વિષયક ડિવિડંડ તેમને મળતું નથી. ભારત સંપૂર્ણ પેકેજ ઓફર કરી રહ્યું છે.

ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ મોડેથી આવી હોય તેમ લાગે છે, પરંતુ આપણે વર્તમાન સ્ટાર્ટઅપ્સ ક્રાંતિથી ખૂબ જ મજબૂત બન્યા છીએ. મને કહેવામાં આવ્યું છે કે આપણે હાલમાં દુનિયામાં સૌથી મોટી ચોથા નંબરની સ્ટાર્ટઅપ વ્યવસ્થા ધરાવીએ છીએ અને ટૂંક સમયમાં આપણે અમેરિકા પછી બીજા સ્થાને પહોંચીશું. ઉત્તમ બાબત એ છે કે આ ગતિને યુવાનો દ્વારા વેગ મળ્યો છે. આ કારણે દુનિયાના લોકોને ભારતના લોકોને ઊર્જાવાન બનાવવામાં રસ પડ્યો છે. આ તમારા માટે પણ એક રૂપાંતરની બાબત  છે.

આપણા ઉલ્લાસપૂર્ણ એને પ્રતિભાશાળી યુવાનો ટેકનોલોજીની જાણકારી વ્યક્ત કરવા માટે તક શોધી રહયા છે. આમાં માંગ આધારિત ગતિવિધી અંગેની વાત નથી. પણ આપણી પુરવઠો આપવાની ક્ષમતાનો પણ  એટલો જ સમાવેશ થાય છે. આ હંમેશાં વિસ્તરતા જતા  ગ્રાહક બજાર સાથે જોડાવા ઉપરાંત વસતી વિષયક ડિવિડન્ડ પણ આ  રીતે ટેકનોલોજી સાથે જોડવામાં પુલ તરીકેનુ કામ કરી રહી છે.

અહીં હું મારા સરકારી અનુભવ તરફ નિર્દેશ કરવા માંગુ છું. લોકો ટેકનોલોજી મારફતે રાષ્ટ્રનિર્માણનુ કામ પણ કરી શકે છે. આપણને MyGov પાસેથી મળેલા ઘણા આઈડીયાઝ ઝમકદાર હોય છે. આથી જ્યારે

@Priyanka_1512 ( પ્રિયંકા અગરવાલ) મને (ખાનગી આઈટી કંપનીમાં કામ કરતા યુવાનો) ગમે છે. આપણે કેવી રીતે ડિજિટલ ઈન્ડિયામાં યોગદાન આપવાનું ચાલુ રાખી શકીએ અથવા તો જ્યારે @thetakshakpai જણાવે છે કે “તમે ટેકનોલોજી/એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો ઈરાદો વ્યક્ત કરી શકો છો અને એ રીતે #DigitalIndia યોગદાન આપી શકો છો. હું તેમને અને તેમના જેવા અન્યને MyGov ઉપર જઈને તમારા યોગદાનથી પ્લેટફોર્મને સમૃધ્ધ બનાવો તેમ ઈચ્છું છું.”

સવાલ-6: @MonicaBhatia (મોનિકા ભાટીયા) પૂછે છે કે ઈન્ટરનેટનો વ્યાપ ઉંચો જવા છતાં ઘણાં લોકો હજુ પણ ડિજિટલી સાક્ષર નથી. તમે ડિજિટલ સાક્ષરતા પ્રસરાવવા માટે કેવું આયોજન કરવાના છો?

મને લાગતું નથી કે ડિજિટલ સાક્ષરતા મર્યાદિત છે. લોકોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા તે મોટી વાત છે. કેટલાક કિસ્સોમાં તો પૂરતા માર્ગદર્શનનો અભાવ વર્તાય છે. કેટલાક કિસ્સાઓમાં ટેકનોલોજી વ્યક્તિગત જરૂરિયાત પૂરતી જ ઉપયોગમાં લેવાય છે. આપણે આ પ્રકારના પડકારો હલ કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. એક વખત આપણે ટેકનોલોજી સાથેનો સંપર્ક વધારીશું એટલે ડિજિટલ સાક્ષરતાનો પડકાર નાબૂદ થઈ જશે.

મને લાગે છે કે આપણે મોબાઈલ ગવર્નન્સ ઉપર ભાર મૂકી રહ્યા છીએ. જ્યાં સુધી ટેકનોલોજીના વ્યાપની બાબત છે ત્યાં સુધી તે ગેમ ચેન્જર બની રહેશે. મોબાઈલ એક એવી ચીજ છે કે દરેક ભારતીય વ્યક્તિ પોતાની પાસે મોબાઈલ હોય તેવું સપનું સેવે છે અને ઘણાં ભારતીય લોકોને મોબાઈલ મળી જતાં આ સપનું સાકાર થયુ  છે. આપણે આવી સ્થિતિનો સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ.

આપણાં નાગરિકોને ચોઈસ આર્કિટેકચરની પસંદગી પૂરી પાડવામાં આવે છે, જેના કારણે તેમને ઉપાયોની પસંદગી પ્રાપ્ત થવાથી તે કાળજીપૂર્વક ટેકનોલોજી આધારિત ઉપાયો હાથ ધરે છે. આ આર્કિટેકચરની વ્યાપક પસંદગીનો અર્થ એવો થાય છે કે ઉત્પાદકો સતત ઈનોવેશન કરી રહ્યા છે અને ગ્રાહકો માટે અનેક પ્રોડક્ટસ અને સર્વિસીસ પસંદ કરવાની તક રહે છે. આ સ્થિતિમાં દરેકને માટે તમામ વસ્તુઓ ઉપલબ્ધ થશે. ટેકનોલોજીનો સમગ્રપણે લાભ લેવાનું મહત્વ છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે ટેકનોલોજીનો ઉપયોગ છૂટોછવાયો કરવામાં આવતો હતો. ટેકનોલોજીની શક્તિ રૂપાંતરમાં છે. રૂપાંતરને કારણે સુગમતા પ્રાપ્ત થાય છે અને વપરાશમાં વધારો થાય છે.

આપણે દરેક ભારતીયને અનોખી ડિજિટલ ઓળખ આપવા માંગીએ છીએ. ભૂતકાળમાં દરેક વ્યક્તિ માટે ઘણી ડિજિટલ ઓળખ હતી. દરેક સર્વિસને પોતાની જરૂરિયાત હોય છે અને દરેક સર્વિસનો પોતાનો ડેટાબેઝ હોય છે. વૈકલ્પિક ટેકનોલોજી આપણાં જીવન માટે જે ઓફર કરે છે તેના કારણે આ બધુ શક્ય બન્યું છે. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં જીવનના દરેક પાસાંમાં ભારતીયો ટેકનોલોજી અપનાવવામાં કોઈનાથી ઉતરતા સાબિત નહીં થાય.

સવાલ-7: બિહારથી ચંદનકુમાર પૂછે છે કે આપણાં ત્યાં ભારતમાં ઓછુ કૌશલ્ય ધરાવતી સ્થિતિ હોવાના કારણે ટેકનોલોજી અને ઓટોમેશન કેવી અસર કરી શકે?

અવારનવાર ટેકનોલોજી નવી પેઢી માટે નોકરીઓ અને ઉદ્યોગમાં કામ કરવાની તક ઉભી કરતી રહે છે. દુનિયામાં જે કાંઈ ઘટનાઓ બની રહી છે તે બાબતે હું વિસ્તૃત અભ્યાસ કરી રહ્યો છું. અમે યંત્રોની નવી પેઢી આવતી જોઈ રહ્યા છીએ. કેટલાક લોકો તેને નેક્સ્ટ મશીન એજ (યુગ) તરીકે ઓળખે છે. થ્રીડી પ્રિન્ટીંગ, ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ, ઈન્ટેલિજન્ટ મશીન્સ અને રોબોટિક્સ ઘણાં ઉદ્યોગોમાં ઓટોમેશન લાવશે. જ્યારે કેટલાક લોકોને આ તકમાં જોખમ જણાઈ રહ્યું છે.

આવું શા માટે બને છે તે હું સમજાવવા માંગુ છું. આપણાં ભારતીયો પાસે સોફ્ટવેર અને માહિતી ટેકનોલોજીના કારણે એક કુદરતી લાભ રહે છે. ટેકનોલોજી અને ઓટોમેશનના કારણે પણ ઓછું કૌશલ્ય ધરાવતી નોકરીઓનું નિર્માણ થાય છે. કેટલાક ક્ષેત્રોમાં આપણે બિનજરૂરી સ્થિરતા હોવાના કારણે આપણને નવા કૌશલ્યો શિખવાનું અને તદ્દન નવી પેઢી માટે નવા યુગના ઓટોમેશન માટે દાવો કરવાની તક રહે છે. આપણાં માટે આ બાબત એક કુદરતી લાભદાયી સ્થિતિનું નિર્માણ કરે છે.

આથી મારો મંત્ર એ છે કે “ડિજિટલ ઈન્ડિયા”, “મેક ઈન ઈન્ડિયા”, “ડિઝાઈન ઈન્ડિયા” તથા “સ્કીલ ઈન્ડિયા”ની કામગીરી ટુકડે ટુકડે કરી રહ્યા છીએ. આ બધી બાબતોને આંતરસંબંધ છે. આ ત્રણેય  બાબતો અંગેની એકરૂપતા ભારત માટે 21મી સદીની તક બની રહેશે.

સવાલ-8 : મોબાઈલ ગવર્નન્સના પ્રધાનમંત્રીના વિઝન અંગે તથા એનએમ મોબાઈલ એપ્લિકેશન અંગે ઘણાં સવાલો ઉભા થાય છે.

એમ- ગવર્નન્સ એ શક્તિશાળી ગવર્નન્સ છે. તે સાચા અર્થમાં સમાવેશી અને ઘનિષ્ટ લોક ચળવળ માટેની ક્ષમતા ધરાવે છે. તે ગવર્નન્સને તમામ લોકોની પહોંચ રહે તે રીતે મૂકવા માંગે છે. તે ગવર્નન્સને સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક તમારા હાથમાં રહે તે રીતે મૂકે છે.

હું પ્રથમ દિવસથી જ કહી  રહ્યો છું તે મુજબ આપણે ‘મોબાઈલ ફર્સ્ટ’ના અભિગમથી કામ કરવું જોઈએ. તમે જોઈ શકો છો કે આપણી તમામ વેબસાઈટ વધુને વધુ મોબાઈલ ફ્રેન્ડલી થવા લાગી છે. એન્ડ-ટુ-એન્ડ સર્વિસીસ પૂરી પાડે તેવી નવતર પ્રકારની મોબાઈલ એપ્લિકેશન્સ વિકસાવવામાં આવી છે. આપણે આઈટી અંગેના નિર્ણયો લેતા પહેલાં મોબાઈલ અને સ્માર્ટ ફોનની લોકપ્રિયતાને ધ્યાનમાં લેવી પડશે.

મોબાઈલનો ઉપયોગ પ્રમાણમાં આસાન હોવાથી તે મદદરૂપ બને છે. કોઈ વ્યક્તિને નવી ઓપરેટીંગ સિસ્ટમ શિખવામાં સમય લાગે તેવું બની શકે છે, પરંતુ તે વ્યક્તિ વોટ્સએપ્પ મેસેજ ખૂબ જ ઝડપથી મોકલી આપી શકશે.

એક દાયકા પહેલાં અને તે પછી ઘણાં લોકો માટે મોબાઈલ ફોન ભારે પડકારરૂપ બની રહ્યા હતા. આજે જ્યારે ઘણી મોટી બહુમતી ધરાવતા લોકો પાસે મોબાઈલ ફોન છે ત્યારે આપણે આશા રાખી શકીએ કે તેની સંખ્યામાં વધારો થશે, પણ મોબાઈલનો ઉપયોગ તેની આંકડાકિય પહોંચથી આગળ વધવો જોઈએ.

થોડા સમય પહેલાં રજૂ કરવામાં આવેલી નરેન્દ્ર મોદી  એપ  સુધી પહોચવાનો એક નાનો પ્રયાસ કરવો પડે તેમ છે. આ એપ તાજા સમાચાર અને તેના અપડેટ માટે  મારી તરફથી એક જ સ્થળેથી માહિતી મળી રહે તેવુ સ્થાન છે. તે લોકોને મારી સાથે સીધી વાત કરવાની તથા તેમની સમજ મારા સુધી પહોંચાડવાની તક પૂરી પાડે છે અને મારા માટે અગાઉના સમાચારો, મારા બ્લોગ, સરકારની   ગુડ ગવર્નન્સના પ્રયાસો  અને ‘મનકી બાતના’ના એપીસોડ સંઘરવાની સગવડ આપે છે. એપ મારફતે આ એપીસોડ 16 ભાષામાં સાંભળી શકાય છે. લોકો મારી મારફતે સંદેશા મેળવી શકે છે, અને આ એપ મારફતે પણ.

આ એપને જે પ્રતિભાવ હાંસલ થયો છે તેનો મને ઘણો આનંદ છે.

સવાલ-9 –અખિલ દાસ- વિવિધ સ્તર પાર કરીને લોકો સુધી પહોંચીને સીધો સંવાદ હાથ ધરવાના પ્રયાસ બદલ હું તમને અભિનંદન આપુ છું. હું આશા રાખુ છું કે તમારે દેશ સાથે જે સંવાદ કરવો જોઈએ  તેની આ શરૂઆત છે. ડિજિટલ ઈન્ડિયા શા માટે ટોચની અગ્રતા ધરાવે છે? લોકો સુધી પહોંચવાના સાર્વત્રિક પ્રયાસમાં ડિજિટલ ઈન્ડિયામાં ઈન્ટરનેટ  શુ ભૂમિકા જુઓ  છો ?

ડિજિટલ ઈન્ડિયા માટે 3 A મહત્વના છે. તે  સંપર્કપાત્ર (Acessible) ઉમેરો કરી શકાય તેવુ (Additive) અને (Affordable)  પોસાય તેવુ હોવુ જોઈએ

સંપર્ક ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણા દેશના 125 કરોડ નાગરિકો ડિજિટલી શક્તિમાન બને તેવી અમારી ઈચ્છા છે. આપણે જોયુ છે કે બ્રેડબેન્ડનો વપરાશ ગયા વર્ષ સુધીમાં 63 ટકા સુધી પહોંચ્યો છે. આપણે તેમાં વધુ ગતિ લાવવા માગીએ છીએ. અન્ય સહયોગીઓની સાથે સાથે સરકારના પ્રયાસો પણ સમાન પ્રકારની ઊર્જા અને સક્રિયતા સાથે પૂરક બની રહેવા જોઈએ. મારી એવી ઈચ્છા છે કે ખાનગી ક્ષેત્ર આવા પ્રયાસોને એક ભાગ બની રહે, કે જેથી બ્રોડબેન્ડ ઈન્ટરનેટનો વપરાશ ભારતમાં સૌથી વ્યાપક રીતે પહોંચી શકે.

આપણા ડિજિટલ ઈન્ડિયાના પ્રયાસોમાં મૂલ્ય વૃધ્ધિ પણ છે. તેનાથી લોકોના જીવનમાં સમૃધ્ધિ આવવી જોઈએ. તે દરેક માટે કશુંક અજોડ ઓફર કરી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ, તેનાથી હકારાત્મક તફાવત ઉભો થશે.

સમાન પ્રકારે પોસાય તેવુ હોવુ તે ત્રીજી મહત્વની બાબત છે.એક પ્રોડકટ  સંપર્કપાત્ર હોઈ શકે છે અને તેમાં ઉમેરો પણ થઈ શકે છે. પરંતુ તે જ્યાં સુધી પોસાય તેવી નહીં હોય ત્યાં સુધી તે લાંબા ગાળાની અસર ઉભી કરી શકશે નહી. કારણ કે આખરે તો દિવસના અંત આવવા સુધીમાં આપણે કોના માટે કામ કરી રહયા છીએ? આ પ્રયાસને કારણે સૌથી વધુ લાભ કોને થશે? ગરીબો, હાંસીયામાં રહેલા લોકો અને નવા મધ્યમ વર્ગને.

જો વ્યાપ, ક્ષેત્રીય વિસ્તાર અને તેની અસરની વાત કરીએ તો આપણો ડિજિટલ ઈન્ડિયાનો પ્રયાસ ચીલો ચાતરનારો અને સર્વસમાવેશી હોવો જોઈએ. આપણે 21મી સદીમાં કેવી ભારતની વિકાસગાથા સાથે આગળ ધપીએ છીએ, તેનો પાયો નાખનાર બની રહેવો જોઈએ.

સવાલ-10 ‘મન કી બાત’ના પત્રોની વાત કરીએ તો રાજકોટથી કિશોર ત્રિવેદી પૂછે છે કે પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા’નુ ધ્યેય હાંસલ કરવાના રોડમેપ માટે કયા પડકારો હોઈ શકે છે. આ બાબતે તમને શું લાગે છે.

જ્યારે આપણે આટલો મહત્વાકાંક્ષી કાર્યક્રમ આટલા મોટા પાયે હાથ ધર્યો હોય ત્યારે કેટલાક પડકારો તો રહેશે જ. પરંતુ આપણે તેને ઓછા આંકવાની જરૂર નથી કે તે બાબતે ખૂબજ ઉત્સાહ દાખવવાની પણ જરૂર નથી. આપણે આપણા મિશન તરફ ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. અને આપણે તે કરી જ રહયા છીએ.

હું  ઉપલબ્ધિ અને પોસાય તેવી ઉપલબ્ધિની વાત કરી રહ્યો છું.

ઉપલબ્ધિ માટે આપણો બીજો પડકાર કૌશલ્ય અને જ્ઞાન (નોલેજ)નો છે. આપણે નાગરિકોને કૌશલ્ય અને જ્ઞાનથી સજજ કરવા પડશે કે જેથી ડિજિટલ એપ્લીકેશન્સનો ઉપયોગ કરી શકે. આપણા તાજેતરમાં ડિજિટલી શક્તિમાન બન્યા છે તે સાથી નાગરિકો આ શક્તિશાળી માધ્યમનો મહત્તમ  ઉપયોગ કરી શકે તે માટે તેમના સુધી ડિજિટલ કૌશલ્ય પહોંચાડવા તેમજ માહિતી અને જ્ઞાનના આદાન પ્રદાન માટે આપણે સ્વૈચ્છિક રીતે સમય અને પ્રયાસોનુ યોગદાન આપવુ પડશે અને તેવુ થઈ શકશે તો આપણે આ માધ્યમનો મહત્તમ લાભ મેળવી શકીશું.

ત્રીજો પડકાર સરકાર અને નાગરિક વચ્ચે ઈન્ટરફેસ વધારવાનો છે. શાસનનુ ડિજિટલ ફર્સ્ટ મોડેલ, કાર્ય ક્ષમતા તો લાવશે જ પણ સાથે સાથે તે નાટયાત્મક રીતે ભ્રષ્ટાચારમાં ઘટાડો કરશે.

ચોથે પડકાર ઈનોવેશન અને તદ્દન નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવાનો છે. દરરોજ નવાં ઈનોવેશન થઈ રહયાં છે કે જે ટેકનોલોજીના કોઈ હિસ્સાને કાલગ્રસ્ત બનાવી દે છે. આ ઝડપથી બદલાઈ રહેલી ટેકનોલોજીના વાતાવરણ વચ્ચે આપણે ડિજિટલ ઈન્ડિયાના ધ્યેય હાંસલ કરવાના રહેશે.

સવાલ-11@sbikh (સંજીવ ભિખચંદાની) પૂછે છે કે સ્ટાર્ટ-અપની કામગીરી કરતા યુવા ટેકનિકલ ઉદ્યોગસાહસિક માટે તમારો સંદેશ શું  છે?

સ્ટાર્ટ-અપ્સ એ વધુને વધુ ઝડપી વિકાસનાં એન્જીન્સ છે. જે શક્તિના ઈનોવેશનની શક્તિને  વ્યક્ત કરે છે. હાલની કોટલીક મોટી કંપનીઓ ગઈ કાલે સ્ટાર્ટ-અપ હતી. તે ઉદ્યમ અને સાહસભાવના સાથે જન્મે છે. સખત પરિશ્રમ અને ખંતથી  તે જીવંત રહી શકે છે. આજે આપણે ઈનોવેશનની મશાલ બની શકયા છીએ.

આ રીતે મારો સંદેશ ઈનોવેટીંવ બની રહેવાનો છે.ઈનોવેશન અપણને વધુ ઝડપી વૃધ્ધિ માટે સહાયક બનશે. દુનિયા અગાઉ કરતાં વધુ ઝડપથી બદલાઈ રહી છે અને આપણે તે અંગે ઉપેક્ષા દાખવી શકીએ નહી. આપણે ઈનોવેશન નહી કરીએ તો આધુનિક યુગની પ્રોડકટસ આપી શકીશુ નહી અને સ્થિતિ બંધિયાર બની જશે.

હું સરકાર તરફથી સંપૂર્ણ સહકારની ખાત્રી આપુ છું. આપણે સાહસિકતા અને ઈનોવેશનને આસાન બનાવવા આપે શક્ય તમામ પ્રયાસો કરી રહયા છીએ. છેલ્લા 14 માસમાં આપણે મહત્વનાં ક્ષેત્રો આવરી લીધાં છે. અને ભવિષ્યમાં ઘણી બધી વધુ કામગીરી કરવા માગીએ છીએ. આપણે ભારતને ઈનોવેશન હબ તરીકે ઉભરી આવતુ જોવા માગીએ છીએ કે જ્યાં ટેકનોલોજીની શક્તિથી આગળ ધપતા હવે પછીના મોટા આઈડિયાઝ આકાર લઈ શકે.