પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિકનું “આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર” આપી સન્માન કરવામાં આવ્યુ. કાલે હેરાત ખાતે ઐતિહાસિક અફઘાન-ભારત મૈત્રી બંધના ઉદ્ધાટન બાદ રાષ્ટ્રપતિ અશરફ ગની દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યુ.
પ્રધાનમંત્રીએ ટ્વીટર પર પોતાની લાગણીઓને શેયર કરતા કહ્યુ, “આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કારથી સન્માનિત કરવા માટે હુ અફઘાનિસ્તાન સરકાર પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યકત કરુ છુ”.
અફઘાનિસ્તાનના નાગરિકોની સાથે સાથે વિદેશી નાગરીકોને તેમની સેવાઓ પ્રત્યે પ્રશંસારૂપે અફઘાન સરકાર દ્વારા અપાતુ આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. પદકની પાછળ ઉલ્લેખ કરેલો છે-“નિશાન એ દૌલતી ગાજી આમિર અમાનુલ્લાહ ખાન” એટલે કે “રાજ્ય આદેશ ગાઝી આમિર અમાનુલ્લાહ ખાન”.
પૃષ્ઠભૂમિ:
આમિર અમાનુલ્લાહ ખાન પદક અફઘાનિસ્તાનનુ સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કારનુ નામ અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય નાયક, અમાનુલ્લાહ ખાન (ગાઝી)ના નામથી રાખવામાં આવ્યુ છે જે અફઘાનિસ્તાનની સ્વતંત્રતાના શૂરવીર હતા. તેમણે 1919 થી 1929 સુધી અફઘાનિસ્તાનની સ્વતંત્રતા માટે પોતાનુ નેતૃત્વ પુરુ પાડ્યુ.
રાષ્ટ્રીય નાયક, કિંગ અમાનુલ્લાહે અફઘાનિસ્તાનના આધુનિકતાવાદી બંધારણની આગેવાની કરી હતી અને તેમાં સમાન અધિકારો અને વ્યકિતત્વ સ્વતંત્રતાઓનો સમાવેશ કર્યો. તેમણે દેશનુ આધુનિકીકરણ કર્યુ. તેમણે યુવક યુવતીઓ એમ બંને માટે મહાનગરીય સ્કુલો શરુ કરી. ઉપરાંત યુરોપ અને એશિયા સાથે અફઘાનિસ્તાનના વ્યવહારમાં વધારો કર્યો. કિંગ અમાનુલ્લાહનુ સ્વતંત્ર અને આધુનિક અફઘાનિસ્તાનનુ સ્વપ્ન આજે પણ એટલુ જ પ્રાસંગિક છે જેટલુ પહેલા હતુ.
કિંગ અમાનુલ્લાહના ભારત સાથેના મજબુત સંબંધો હતા અને 1929માં તેઓ થોડા સમય માટે અહીં આવ્યા પણ હતા. આ દેશ માટે તેમના સ્નેહી સંબંધો બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીથી વધુને વધુ પરિલક્ષિત બની રહ્યા છે.
4 જૂને હેરાતમાં અફઘાન-ભારત મૈત્રી બંધના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યુ હતુ. આ પુરસ્કાર મેળવવાવાળા આ પ્રથમ ભારતીય અને વિશ્વના ગણ્યા ગાઠ્યા વિદેશી નેતાઓમાંથી એક છે. આ તેમના વિશિષ્ટ સંબંધોની તાકાતનુ પ્રતિક હોવાની સાથે ભારત-અફઘાન સંબંધોને આગળ વધારવામાં પ્રધાનમંત્રીની વ્યકિતગત પ્રતિબધ્ધતાનુ પણ પ્રમાણ છે.
અફઘાનિસ્તાન સરકારે આ પુરસ્કાર વર્ષ 2006માં શરુ કર્યો હતો. આ પુરસ્કાર મેળવનાર હસ્તીઓના નામ આ પ્રમાણે છે – અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, કઝાકસ્તાનના રાષ્ટ્રપતિ નૂરસુલ્તાન નજરબાયેવ, તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તઈપ એરડોગન, નાટોના જનરલ જેમ્સ જોન્સ, પૂર્વ અફઘાન રાષ્ટ્રપતિ અને આધ્યાત્મિક નેતા સિબગાતુલ્લાહ મુજાદિદી અને અફઘાનિસ્તાનના મુખ્ય ન્યાયાધિશ (સીજે) અબ્દુલ સલામ અજિમી.
J.Khunt
My deepest gratitude to the Government of Afghanistan for conferring the Amir Amanullah Khan Award. pic.twitter.com/EfzeXIBdK1
— Narendra Modi (@narendramodi) June 4, 2016