Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ‘ચેન્નઇ કનેક્ટ’થી ભારત અને ચીન વચ્ચે પારસ્પરિક સહકારના નવા યુગનો પ્રારંભ થયો છે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ચેન્નઇ ખાતે આવેલા મમલ્લાપુરમમાં યોજાયેલી બીજી અનૌપચારિક શિખર સંમેલનને ભારત અને ચીન વચ્ચે “પારસ્પરિક સહાકરના નવા યુગ”નો પ્રારંભ ગણાવ્યો છે.

આજે, મમલ્લાપુરમમાં ખાતે અનૌપચારિક શિખર સંમેલનના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના નેતૃત્વમાં યોજાયેલી પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાની શરૂઆતમાં પ્રારંભિક નિવદેન આપ્યું હતું.

ગત વર્ષે વુહાન ખાતે યોજાયેલી ઔપચારિક શિખર સંમેલનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી “આપણા સંબંધોમાં વધુ સ્થિરતા આવી છે અને સંબંધોને નવો વેગ મળ્યો છે”

તેમણે જણાવ્યું હતું કે, “બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક સંચારમાં વૃદ્ધિ થઇ છે.”

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે નક્કી કરી કર્યું છે કે અમે પારસ્પરિક મતભેદોને વિવાદમાં પરિણમતા રોકીને સમજદારીપૂર્વક તેનું નિરાકરણ લાવીશું, અમે એકબીજાની ચિંતા પ્રત્યે સંવેદનશીલ રહીશું અને આપણા સંબંધો વૈશ્વિક શાંતિ તેમજ સ્થિરતાની દિશામાં રહેશે.”

મમલ્લાપુરમ ખાતે બીજી ઔપચારિક શિખર સંમેલનનો સંદર્ભ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ચેન્નઇ શિખર સંમેલનમાં દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર અમે ખૂબ જ વ્યાપકપણે વિચારોનો વિનિમય કર્યો હતો. વુહાન શિખર સંમેલનથી આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવો વેગ આવ્યો છે. આજે આપણા ચેન્નઇ કનેક્ટના કારણે આપણા બંને દેશોના સંબંધોમાં પારસ્પરિક સહકારના નવા યુગનો પ્રારંભ થયો છે.”

“બીજી અનૌપચારિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે ભારત આવવા બદલ હું પ્રમુખ શી જિનપિંગનો આભાર વ્યક્ત કરું છું. #ChennaiConnect ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખૂબ જ સારો વેગ આપશે. તેનાથી બંને દેશો અને સમગ્ર દુનિયાને લાભ થશે.”

RP