વડાપ્રધાને શ્રી લુકેટોફ્ટને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 70મા સત્રના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 70મા સત્રની શરૂઆત સતત વિકાસ માટે 2030ના એજન્ડા અપનાવવા માટે યુએન શિખર સંમેલન સાથે થશે. વડાપ્રધાને કહ્યું કે, 25 સપ્ટેમ્બર, 2015ના રોજ યોજાનારા શિખર સંમેલનમાં ભાગ લેવા તેઓ ઉત્સુક છે. સતત વિકાસ માટે 2030ના એજન્ડાનો સમાવેશ સતત વિકાસનાં લક્ષ્યોને ભારત સરકારના વિવિધ ફ્લેગશિપ કાર્યક્રમો, જેમ કે, સ્વચ્છ ભારત અભિયાન, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્માર્ટ સિટીઝ અને જન ધન યોજનાના માધ્યમથી અમલી બનાવાશે.
વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 70મા સત્રને સંયુક્ત રાષ્ટ્ર માટે ખૂબ જ મહત્વની ક્ષણ ગણાવી. સંયુક્ત રાષ્ટ્ર લોકોની આશાઓને પૂરી કરવાની ખાતરી આપે તે જરૂરી છે. આ સંદર્ભમાં વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાના લાંબા સમયથી અટકેલા મુદ્દાનાં નક્કર પરિણામો શોધવાં અને આતંકવાદનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલનમાં જલદીથી અંતિમ સ્વરૂપ આપીને કાનૂની ઢાંચાને મજબૂત બનવા માટે જણાવ્યું.
મોગેન્સ લિકેટોફ્ટે પણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 70મા સત્રની પોતાની પ્રાથમિકતાઓ વિશે વડાપ્રધાનને માહિતી આપી હતી. તેમણે એસડીજીના અમલ માટે વૈશ્વિક ભાગીદારીના નવીનીકરણ, જળવાયુ પરિવર્તના મુદ્દા, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રના પ્રદાનની અસરકારકતામાં સુધારો અને માનવીય પરિસ્થિતિઓ માટે કરવામાં આવતાં કાર્યોમાં સુધારો કરવાની પોતાની પ્રાથમિકતાઓનો ખાસ ઉલ્લેખ કર્યો.
મોગેન્સ લુકેટોફ્ટે સ્વીકાર્યું કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંથી એક તથા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં સૌથી વધુ યોગદાન આપનારા દેશોમાંથી એક ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં નિર્ણય લેનારી સંસ્થાઓમાં મોટી ભૂમિકા ભજવવી જોઈએ. વડાપ્રધાને પણ સંયુક્ત રાષ્ટ્રનાં શાંતિ અભિયાનોનું સમર્થન કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
બંનેએ જળવાયુ પરિવર્તન સંબંધિત મુદ્દા પર વિચારવિમર્શ કર્યો અને આ સંદર્ભમાં એવી આશા વ્યક્ત કરી કે પેરિસમાં યોજાનારા સીઓપી-21 સંમેલનમાં વિકાસશીલ દેશો માટે સંતોષજનક તથા લાભદાયક પરિણામો આવશે.
UM/AP/J.Khunt/GP
President-elect of @UN General Assembly Mr. Mogens Lykketoft & I had a meeting today. @lykketoft pic.twitter.com/hBM7RGcIqr
— Narendra Modi (@narendramodi) August 31, 2015