Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દ્વારા શૌર્ય સ્મારકનું ઉદઘાટન, ભોપાલમાં જાહેર સભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી દ્વારા શૌર્ય સ્મારકનું ઉદઘાટન, ભોપાલમાં જાહેર સભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી દ્વારા શૌર્ય સ્મારકનું ઉદઘાટન, ભોપાલમાં જાહેર સભાને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી દ્વારા શૌર્ય સ્મારકનું ઉદઘાટન, ભોપાલમાં જાહેર સભાને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભોપાલમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું અને શૌર્ય સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. આ જાહેર સભામાં ભૂતપૂર્વ સૈનિકો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતના સૈનિકો માનવતાના પ્રતિક સમાન છે. ભારતના લશ્કરી દળના જવાનો જ્યારે પણ કુદરતી આપત્તિ આવે ત્યારે પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે તેની યાદ અપાવી હતી.

તેમણે કહ્યું કે શિસ્ત અને વર્તણૂક જેવા માપદંડ બાબતે ભારતના લશ્કરી દળો વિશ્વના ઉત્તમ દળોમાં સ્થાન પામે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં યેમેનમાં કટોકટી ઊભી થઈ ત્યારે ભારતીય સશસ્ત્ર દળોએ હજારો ભારતીય નાગરિકો ઉપરાંત અન્ય દેશોના નાગરિકોને પણ બહાર નીકળવામાં મદદ કરી હતી.

ભારતે ક્યારેય અન્ય દેશની ભૂમિ પચાવી પાડવા પ્રયાસ કર્યો નથી તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે માનવ મૂલ્યોની સુરક્ષાની વાત આવે છે ત્યારે ભારતના સશસ્ત્ર દળો એવા પ્રસંગે પોતાની યોગ્ય ભૂમિકા બજાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમણે યાદ અપાવી હતી કે વિશ્વ યુધ્ધો એ ભારતના યુધ્ધ ન હતા, પરંતુ હજારો ભારતીય જવાનોએ વિદેશની ભૂમિ બચાવવા પોતાના જાનની આહૂતિ આપી દીધી હતી. તેમણે કહ્યું કે આપણે એ બાબતની ખાત્રી રાખવી જોઈએ કે દુનિયા પણ જવાનોએ આપેલા બલિદાનને ભૂલે નહીં. તેમણે કહ્યું કે ભારતના સશસ્ત્ર દળોની તાકાત તેમનું ચારિત્ર્ય બળ છે. અને તે 125 કરોડ ભારતવાસીઓના સમર્થનમાંથી પ્રાપ્ત થાય છે.

તેમણે કહ્યું કે આઝાદીની કિંમત સતત સાવધાની દ્વારા ચૂકવવી પડે છે. તેમણે દેશની સરહદોની સુરક્ષા કરતા જવાનોની બહાદૂરીને બિરદાવી હતી.

પ્રધાનમંત્રીએ હિંદી કવિ મખનલાલ ચતુર્વેદી અને રામધારી સિંહ દિનકરને ટાંકે ભારતના સશસ્ત્ર દળોની ત્યાગની પરંપરાની પ્રશંસા કરી હતી.

પ્રધાન મંત્રીએ કહ્યું કે ભારત સરકારે વન રેન્ક, વન પેન્શનનું વચન પાળ્યું છે. તેમણે ભૂતપૂર્વ સૈનિકો માટે લેવાનારા અન્ય પગલાની રૂપરેખા આપી હતી.

TR