Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દ્વારા મિશન ભગીરથનો પ્રારંભ; તેલંગણાના કેટલાક મહત્વના વિકાસ પ્રોજેકટસનું શિલારોપણ કરાયું

પ્રધાનમંત્રી દ્વારા મિશન ભગીરથનો પ્રારંભ; તેલંગણાના કેટલાક મહત્વના વિકાસ પ્રોજેકટસનું શિલારોપણ કરાયું

પ્રધાનમંત્રી દ્વારા મિશન ભગીરથનો પ્રારંભ; તેલંગણાના કેટલાક મહત્વના વિકાસ પ્રોજેકટસનું શિલારોપણ કરાયું

પ્રધાનમંત્રી દ્વારા મિશન ભગીરથનો પ્રારંભ; તેલંગણાના કેટલાક મહત્વના વિકાસ પ્રોજેકટસનું શિલારોપણ કરાયું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના મેઢક જિલ્લામાં કોમટીબંદા ગામ ખાતે મિશન ભગીરથનો પ્રારંભ કર્યો છે. સૌને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી દ્વારા આ સમારંભ પ્રસંગે કેટલીક મહત્વની યોજનાઓની તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં રામગુંડમ ખાતે એનટીપીસીના 1600 મેગા વોટના થર્મલ વીજ મથક, રામગુંડમ ફર્ટિલાઈઝર પ્લાન્ટને પુનઃચાલુ કરવાની કામગીરી, કાલોજી રાવ યુનિવર્સિટી ફોર હેલ્થ સાયન્સ-વારંગલ અને મનોહરાબાદ – કોટાપલ્લી રેલવે લાઈનનો સમાવેશ થાય છે. તેમના હસ્તે ઈદીદાબાદ જિલ્લાના જયપુર ખાતે 1200 મેગા વોટનું થર્મલ પાવર સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જંગી લોક મેદનીને સંબોધતા પ્રજાની અપેક્ષાઓમાંથી પાર ઉતરવા માટે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં લીધેલા પગલાની પ્રશંસા કરી હતી. દેશના વિકાસમાં કો-ઓપરેટિવ ફેડરાલિઝમની મહત્વની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર હવે આ ઉદ્દેશો માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

રાજ્યના લોકોને પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટેના મિશન ભગીરથનો પ્રારંભ કરવા બદલ રાજ્ય સરકારને બિરદાવતા તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી કે. ચંદ્રશેખર રાવ તેમને મળ્યા છે, તેમણે રાજ્યના વિકાસ અંગે તથા પાણીની સમસ્યાઓ અંગે વાત કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાણીનું અતિશય મહત્વ છે અને લોકોએ પાણીની બચત કરતા રહેવું જોઈએ.

નવી રેલવે લાઈનની શિલારોપણ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોની લાંબા સમયથી પડતર રહેલી માગ હવે સંતોષાઈ છે. તેમણે કહ્યું કે ફર્ટિલાઈઝર પ્લાન્ટથી રાજ્યના ખેડૂતોને સહાય થશે. તેમણે વીજ ક્ષેત્રના સુધારા, સિંચાઈ અને રેલવે કનેકટિવીટી સાથે આર્થિક વિકાસ કઈ રીતે જોડાયેલો છે તેની વાત કરી. પ્રધાનમંત્રીએ લોકોને નકલી ગૌ રક્ષકોથી સચેત રહેવા માટે પણ જણાવ્યું હતું અને રાજ્ય સરકારોને તેમની સામે પગલા લેવા સૂચવ્યું હતું.

JKhun/TR/GP