Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી દ્વારા જર્મન ચાન્સેલર ડૉ. એન્જેલા મર્કેલની સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં મીડિયાને આપેલ વક્તવ્યનો મૂળપાઠ

ચાન્સેલર મર્કેલ,

જર્મન શિષ્ટમંડળના સભ્યો,

મારા સહકર્મિયો,

મીડિયાના સભ્યો,

ચાન્સેલર એન્જેલા મર્કેલ તથા અનેક પ્રતિષ્ઠિત શિષ્ટમંડળનું ભારતમાં અભિનંદન કરતાં મને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે.

ભારતના નાગરિકોની તરફી હું જર્મનીને જર્મની એકીકરણની 25મી વર્ષગાંઠ પર હાર્દિક શુભકામના આપું છું આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ પર, તમે તમારા દેશ તથા દુનિયા ભરમાં હાંસલ કરેલી તમારી ઉપલબ્ધિઓને વધારે ગર્વથી પાછળ ફરીને જોઈ શકો છો. ચાન્સેલર મર્કેલ આપનું નેતૃત્વ આ મુશ્કેલ સમયમાં યૂરોપ તથા વિશ્વ માટે આત્મવિશ્વાસ તથા આશ્વાસનનું એક સ્ત્રોત છે.

તમારા ક્ષેત્રમાં આટલી વ્યસ્તતા હોવા ઉપરાંત આપે ભારત યાત્રા કરવાનો નિર્ણય લીધો. તમારા શિષ્ટમંડળની સશક્તતા ભારતની સાથે આપના સંબંધોને તમારા દ્વારા આપવામાં આવેલ મહત્વને પ્રતિબિંબિત કરે છે અને દર્શાવે છે કે અંતર-સરકારી પરામર્શોને તમે કેટલી ગંભીરતાથી લો છો. તમારી પ્રતિબદ્ધતા એ આપણા સંબંધોની પ્રગતિની ચાવી છે.

અંતર-સરકારી પરામર્શોની પ્રણાલી નિશ્ચયરૂપથી અલગ છે. અને આનાથી આપણા સંબંધોનો દરેક રૂપથી વિકાસ થયો છો. આ ઉપરાંત, ગયા વર્ષની યાત્રા દરમિયાન, અમારા બે પાસાઓએ આપણા સંબંધોને વધુ મજબૂત કર્યા છે. અમે ભારતના આર્થિક રૂપાંતરણના સ્વપ્નને પૂર્ણ કરવામાં જર્મનીને આપણા એક સ્વાભાવિક સહભાગીના રૂપમાં જોઈએ છીએ. જર્મનીની ખૂબિઓ અને ભારતની પ્રાથમિકતાઓમાં એકરૂપતા નજર આવે છે. અને એ જ રીતે આપણી પરસ્પર પ્રતિષ્ઠામાં પણ.

અમારૂં ધ્યાન મુખ્ય રૂપથી આર્થિક સંબંધો પર છે. પરંતુ, મારું માનવું છે કે બેજોડ પડકારો તથા અવસરોની આ દુનિયામાં ભારત તથા જર્મની વિશ્વ માટે એક અધિક માનવીય, શાંતિપૂર્ણ, ન્યાયપૂર્ણ તથા સ્થાયી ભવિષ્ય પ્રસ્તુત કરવામાં સશક્ત સહભાગી થઈ શકે છે. સંબંધોનો આપણો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે. આપણા સંબંધોમાં માન્યતાઓ છે, આશ્વાસન છે અને વિશ્વ પ્રત્યે જવાબદારીનો એક અહેસાસ છે.

આજે આપણે લગભગ ત્રણ કલાકની મુલાકાત કરી. આપણે આપણી વાતચીત અહીં અને કાલે બેંગલૂરૂંમાં ચાલી રાખીશું. આપણી ચર્ચાઓ અને તેમાંથી નીકળેલા વ્યાપક પરિણામોથી હું ખૂબ જ પ્રસન્ન છું.

આપણા વિકાસ કાર્યક્રમો પ્રત્યે જર્મનીની પ્રતિક્રિયા ખૂબ ઉત્સાહજનક છે. અમે રોકાણ, વ્યાપાર અને નિર્માણ, મૂળભૂત સુવિધાઓ તથા કૌશલ વિકાસમાં પ્રૌદ્યોગિકી સહભાગિતા વધારવાની દિશામાં પૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધી શકીએ છીએ. જર્મન અભિયાંત્રિકી તથા ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી કૌશલ આવતી પેઢીના ઉદ્યોગનું સર્જન કરી શકે છે, જે અધિક સક્ષમ, વ્યાજબી તથા પર્યાવરણ અનુકૂળ હશે.

ભારતમાં હાજરની 1600 જર્મન કંપનીઓ, જેની સંખ્યા નિરંતર વધતી રહી છે, ભારતમાં એક વૈશ્વિક કાર્યબળ તૈયાર કરવામાં સશક્ત ભાગીદાર થશે.

સ્માર્ટ શહેરો, સ્વચ્છ ગંગા તથા અપશિષ્ટ પ્રબંધન જેવા ક્ષેત્રોમાં જર્મન સહયોગે એક ખાસ આકાર લઈ લીધો છે. અને એવી જ રીતે, અભિયાંત્રિકીથી લઈને માનવિકી સુધી શિક્ષામાં આપણા સહયોગે પણ.

સ્વચ્છ ઉર્જા તથા જળવાયુ પરિવર્તન રોકવા પ્રત્યે કટિબદ્ધતામાં હું જર્મન નેતૃત્વની સરાહના કરું છું. આ એક એવું ક્ષેત્ર છે, જેમાં અમારા વિચારોમાં એકરૂપતા છે અને પરસ્પર સહયોગ ઝડપથી વધી રહ્યો છે. જળવાયુ પરિવર્તનને રોકવા હેતુ અમે ભારત-જર્મની જળવાયુ તેમજ નવીનીકરણીય સમજૂતી પર એક દીર્ઘાવધિ પરિકલ્પના તથા એક વ્યાપક કાર્યક્રમ પર સહમત થઈ ગયા છીએ. હું ભારતના હરિત ઉર્જા ગલિયારા માટે જર્મની દ્વારા આપેલ એક અરબ યૂરોથી પણ વધુની સહાયતા અને ભારતમાં સૌર પરિયોજનાઓને આપવામાં આવેલ એક અરબ યૂરોથી પણ વધુ એક અન્ય સહાયતા પેકેજને ખૂબ મહત્વપૂર્ણ માનું છું. અમે સ્વચ્છ તથા નવીનીકરણીય ઉર્જા તથા ઉર્જા સક્ષમતાના ક્ષેત્રમાં અનુસંધાન સહયોગને વધુ પ્રગાઢ કરવાની ઈચ્છા રાખીએ છીએ. વધતા તાપમાનને નિયંત્રિત કરવા હેતુ આપણે આપણા મિજાજમાં પણ બદલાવવાની આવશ્યકતા છે.

પેરિસમાં ‘સીઓપી 21’થી અમે ચોક્કસ પરિણામોની આશા રાખીએ છીએ, જો એક વધુ સંવહનીય વિકાસ માર્ગથી પસાર થવાને હેતુ, વિશ્વની વચનબદ્ધતા તથા યોગ્યતાને દ્રઢતા પ્રદાન કરીશું, ખાસ કરીને ગરીબ તથા કમજોર દેશોને.

આપણી સહભાગિતા રક્ષા નિર્માણ, ઉન્નત પ્રૌદ્યોગિકી, ખાનગી જાણકારી, આતંકવાદ તથા કટ્ટરવાદ રોકવા જેવા ક્ષેત્રોમાં પણ વધશે. આ આપણા વિસ્તૃત થતા સંબધોમાં મહત્વપૂર્ણ સુરક્ષાનું પરિણામ છે.

આંતરરાષ્ટ્રીય નિર્યાત નિયંત્રણ વ્યવસ્થામાં ભારતની સદસ્યતાને જર્મની દ્વારા અપાયેલ ચોક્કસ સમર્થનને હું અભિનંદન આપું છું. જેમ કે અમે ન્યૂયોર્કમાં જી-4 વાર્તામાં ચર્ચા કરી હતી, હું અને માનનીય ચાન્સેલર સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાના અનુકરણ કરવા હેતુ કટિબદ્ધ છીએ, ખાસ કરીને આની સુરક્ષા પરિષદમાં.

આ ક્ષેત્રની વિભિન્ન બાબતો પર અમારી એક સમાન દ્રષ્ટિ છેઃ પશ્ચિમી એશિયામાં અશાંતિ, યૂરોપ સમક્ષ પડકારો અને એશિયા-પ્રશાંત તથા હિન્દ મહાસાગરીય ક્ષેત્રમાં શાંતિ તેમજ સ્થિરતાને આકાર આપવા. મે અફઘાનિસ્થાનમાં શાંતિ, સુરક્ષા તથા વિકાસ હેતુ અપાયેલ તેમના અમૂલ્ય સમર્થન માટે તેમનો ખાસ કરીને ધન્યવાદ કર્યો છે.

આખરે, જમ્મુ-કશ્મીરમાં 1લી શતાબ્દીમાં મા દુર્ગાના મહિસાસુરમર્દિનીના અવતારમાં બનેલી એક પ્રતિમાને પાછી આપવા માટે હું ચાન્સેલર મર્કેલ તથા જર્મનીના લોકો પ્રત્યે ખાસ આભાર વ્યક્ત કરું છું. મા દુર્ગા બદીઓ પર સારાપણાના વિજયનું પ્રતિક છે.

આનાથી એ પણ સંકેત મળે છે, કે પરિવર્તન તથા હલચલના આ યુગમાં ભારત-જર્મની સહભાગિતા વિશ્વ માટે લાભકારક સાબિત થશે.

બંને દેશોની સંસ્કૃતિમાં એક કહેવત સમાન છે, કે મિત્રતા એક વૃક્ષ સમાન છે, જેને સીંચવું પડે છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે આ અસાધારણ સત્ર પછી અમારી મિત્રતાના વૃક્ષ ખૂબ વધશે.

ધન્યવાદ.

AP/J.Khunt/GP