પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા બેલ્જીયમના પ્રધાનમંત્રી શ્રી ચાર્લ્સ મિશેલે આજે સાથે મળીને ઉત્તરાખંડના દેઓસ્થલમાં આવેલા 3.6 મીટરના ઓપ્ટીકલ ટેલીસ્કોપનો રિમોટ વડે ટેકનીકલી પ્રારંભ કરાવ્યો.
બંને દેશોના વૈજ્ઞાનિકો, ખાસ કરીને ભારતની ટીમ એરીઝ તથા બેલ્જીયમની ટીમ એડવાન્સ મીકેનીકલ એન્ડ ઓપ્ટીકલ સાયન્સ (એમોસ) વચ્ચેના પારસ્પરિક સહયોગના પરિણામ સ્વરૂપે ઉત્તરાખંડ હિમાલયમાં આવેલા આર્યભટ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ (એરીઝ) ખાતે આ ટેલીસ્કોપની સ્થાપના કરવામાં આવી છે.
આ સ્ટેટ ઓફ આર્ટ પ્રકારના વિશ્વના શ્રેષ્ઠ ટેલીસ્કોપમાનું એક છે, જે અનેક મહત્વની વૈજ્ઞાનિક એપ્લીકેશનનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં મદદ કરશે.
આ પ્રસંગે પોતાનું વક્તવ્ય આપતા પ્રધાનમંત્રીએ હિમાલયના ખોળામાં સ્થપાયેલ આ સોફેસ્ટીકેટેડ અને સંપૂર્ણ સ્ટીરેબલ ઓપ્ટીકલ ટેલીસ્કોપની સફળતાપૂર્વકની સ્થાપના બદલ બન્ને દેશોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ માત્ર બે દેશની સરકારોનો પારસ્પરિક પ્રયાસ નથી પરંતુ તેમાં સ્વાયત્ત સંસ્થા એરીઝ અને ખાનગી કંપની –એમોસ નો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 6500 કિલોમીટર દુર બ્રુસેલ્સથી તેનું રિમોટ વડે થયેલું એક્ટીવેશન એ બાબત દર્શાવે છે કે જો એકવાર પ્રયત્નોને જોડવામાં આવે તો કંઈ જ અશક્ય નથી. તેમણે ઉમેર્યું કે આ બાબતમાં તો આકાશ એ પણ મર્યાદા નથી!
SP/AP/J.Khunt
PM Michel & I activated India's largest optical telescope, an example of what India-Belgium partnership can achieve. https://t.co/j9hciAsp2v
— Narendra Modi (@narendramodi) March 30, 2016