Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જૂન 17, 2018 ના રોજ નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકની અધ્યક્ષતા કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવાર, 17 જૂન, 2018ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકની અધ્યક્ષતા કરશે. દિવસભરની આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર તથા ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે.

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ એક એવું મુખ્ય એકમ છે જે રાજ્યોની સક્રિય ભાગીદારીની સાથે રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓના ક્ષેત્રોમાં અને રણનીતિ તૈયાર કરવા માટે સહભાગી દ્રષ્ટિકોણ વિકસિત કરવાનું કાર્ય કરે છે.

ગવર્નિંગ કાઉન્સિલ અગાઉના વર્ષ દરમિયાન કરેલા કાર્યોની સમીક્ષા કરે છે અને ભવિષ્યની વિકાસ પ્રાથમિકતાઓ પર વિચારણા કરે છે.

ખેડૂતોની આવકને બમણી કરવી, આયુષમાન ભારત, રાષ્ટ્રીય પોષણ અભિયાન અને મિશન ઈન્દ્રધનુષ જેવી મુખ્ય યોજનાઓની પ્રગતિ; મહત્વાકાંક્ષી જિલ્લાઓનો વિકાસ અને મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતીની ઉજવણી જેવા મહત્ત્વના વિષયો પર કાઉન્સિલ ચર્ચા કરશે તેવી અપેક્ષા છે.

NP/GP/RP