Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જમ્મુ-કાશ્મીરનાં વિદ્યાર્થીઓને મળ્યાં


જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર શહેરની શાળાઓની 30 કન્યાઓનું એક જૂથ આજે (23-12-2017) નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.

અત્યારે વિદ્યાર્થીઓ ભારતીય સેના દ્વારા નિયમિત રીતે આયોજિત ઓપરેશન સદભાવના દેશનાં વિવિધ વિસ્તારોનાં પ્રવાસ પર છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ – ખાસ કરીને કન્યા શિક્ષણ, સ્વચ્છ ભારત તથા તેમનાં સ્વપ્નો અને આકાંક્ષાઓ જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.

આ ચર્ચા દરમિયાન કન્યાઓએ પૂછેલા વિવિધ પ્રશ્રોનાં જવાબમાં પ્રધાનમંત્રીએ કન્યા શિક્ષણ માટે સરકારે લીધેલાં વિવિધ પગલાં સમજાવ્યાં હતાં. તેમણે અન્ય વિવિધ લાભો પણ સમજાવ્યાં હતાં, જેમાં સ્વાસ્થ્ય અને પ્રવાસન ક્ષેત્રમાં થનાર ફાયદા સામેલ છે, જેનાથી સ્વચ્છ ભારત અભિયાનને પણ લાભ થઈ શકે છે. તેમણે એકાગ્રતા વધારવા યોગનાં લાભ પર પણ ભાર મૂક્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાંથી યુવાનો વધુને વધુ સંખ્યામાં સરકારી નાગરિક સેવાઓમાં જોડાઈ રહ્યાં છે અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યાં છે એની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છે તથા જમ્મુ-કાશ્મીરનાં બાળકો અને યુવાનો દેશને ઘણું બધું પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

GP