Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જમ્મુમાં: શેર-એ-કાશ્મીરકૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં ભાગ લીધો; માળખાગત બાંધકામના પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી જમ્મુમાં: શેર-એ-કાશ્મીરકૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં ભાગ લીધો; માળખાગત બાંધકામના પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુમાં શેર એ કાશ્મીરકૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં ભાગ લીધો હતો અન્ય એક કાર્યક્રમ ખાતે તેમણે પકલદુલ પાવર પ્રોજેક્ટ અને જમ્મુ રીંગ રોડ માટે શિલાન્યાસ પણ કર્યો. તેમણે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર બોર્ડના તારકોટ માર્ગ અને વસ્તુઓનાં રોપવેનો પણ શુભારંભ કરાવ્યો હતો.

પદવીદાન સમારંભમાં તેમના પ્રવચન દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજી એ જીવનના તમામ તબક્કાઓમાં પરિવર્તન લાવી રહી છે અને આપણા દેશના નવયુવાનો આ વિકાસ સાથે તાલ મિલાવીને ચાલી રહ્યા છે.

તેમણે કહ્યું કે કૃષિમાં પણ ખેડૂતોને ફાયદો કરાવવા માટે ટેકનોલોજીના માધ્યમથી એક નવી “કાર્ય સંસ્કૃતિ”નો વિકાસ કરવાની તાતી જરૂરિયાત છે.

પ્રધાનમંત્રી જણાવ્યું કે કેન્દ્ર સરકારની નીતિઓ અને નિર્ણયો એ ખેડૂતની આવક બમણી કરવા માટેના છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈજ્ઞાનિક અભિગમ, ટેકનોલોજીને લગતા નવીનીકરણો, સંશોધન અને વિકાસના માધ્યમથી સ્નાતક થઇ રહેલા વિદ્યાર્થીઓ કૃષિને એક નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરવામાં ઘણો મહત્વનો ભાગ ભજવશે.

પકુલદુલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યા બાદ પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આજનો દિવસ ખુબ જ અદભૂત છે કે જયારે એક હાયડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને અન્ય એક માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર એ દેશના તમામ વિકાસશીલપ્રદેશોમાં “સંકલન”ના દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે તારાકોટ માર્ગ એ માતા વૈષ્ણોદેવી મંદિર તરફ જવા માટે એક વૈકલ્પિક માર્ગ પૂરો પાડશે કે જે યાત્રીઓને સહાયભૂત બની રહેશે. તેમણે કહ્યું કે પ્રવાસન, ખાસ કરીને આધ્યાત્મિક પ્રવાસન એ જમ્મુ અને કશ્મીર રાજ્ય માટે ખૂબ અગત્યનો આવક નિર્માણ કરવા માટેનો સ્રોત છે.

****

RP