Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં PMJAY-MA યોજના આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત 17મી ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે, પ્રધાનમંત્રીએ 2012 માં ગરીબ નાગરિકોને તબીબી સારવાર અને બીમારીના આપત્તિજનક ખર્ચથી બચાવવા માટે “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના શરૂ કરી હતી. વર્ષ 2014 માં, ”MA” યોજના એવા પરિવારોને આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક મર્યાદા રૂ. 4 લાખ. બાદમાં, આ યોજનાને અન્ય કેટલાક જૂથોમાં પણ વિસ્તારવામાં આવી હતી. આ યોજનાને મુખ્ય મંત્રી અમૃતમ વાત્સલ્ય (MAV) યોજના તરીકે પુનઃબ્રાંડ કરવામાં આવી હતી.

આ યોજનાની સફળતાના અનુભવમાંથી પાઠ લઈને, પ્રધાનમંત્રીએ 2018 માં આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરી – જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના જે કુટુંબના કદ અને વય પર કોઈપણ મર્યાદા વિના પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય સંભાળ હોસ્પિટલમાં દાખલ થવા માટે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ 5 લાખ રૂ. સુધીનું કવરેજ પ્રદાન કરે છે.. AB-PMJAYની શરૂઆત પછી, ગુજરાતે 2019 માં AB-PM-JAY યોજના સાથે MA/MAV યોજનાને PMJAY-MA યોજના નામ સાથે એકીકૃત કરી અને MA/MAV અને AB-PMJAY હેઠળના લાભાર્થીઓ સહ-બ્રાન્ડેડ PMJAY -એમએ કાર્ડ માટે પાત્ર બન્યા.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી આ કાર્ડ્સના વિતરણની શરૂઆત કરશે, ત્યારબાદ લાભાર્થીઓનું ઇ-કેવાયસી કર્યા પછી, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળની સૂચિબદ્ધ એજન્સીઓ દ્વારા, ગુજરાતભરના તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે છાપેલ 50 લાખ રંગીન આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com