Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

પ્રધાનમંત્રી કુવૈતના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત


કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત કર્યો હતો.

43 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રીની કુવૈતની આ ઐતિહાસિક મુલાકાત પર એવોર્ડ એનાયત થવાથી આ પ્રસંગમાં વિશેષ અર્થ ઉમેરાયો.

આ પુરસ્કારની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને ત્યારથી તે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે.

AP/IJ/GP/JD