Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કાલે જમ્મુ કાશ્મીર જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી શ્રીનગરમાં શેરે કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં એક જનસભા સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 450 મેગાવોટ વગલિહાર પન-વિજળી પરિયોજના ભાગ-2નું ઉદ્ઘાટન કરશે તથા ચંદ્રકોટ, રામબનના એક સમારંભમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 44ના ઉધમપુર-રામબન તથા રામબન-બનિહાલ સુધીના રસ્તાને ચાર લેનમાં પરિવર્તિત કરવાના કાર્યનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે તે એક સભાને પણ સંબોધિત કરશે.

AP/J.Khunt