Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કાલે ચંદિગઢ અને ઉત્તરાખંડ જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાલે (11 સપ્ટેમ્બર, 2015ના રોજ) ચંદિગઢ જશે. શ્રી મોદી ચંદિગઢ એરપોર્ટ પર નવા સિવિલ એર ટર્મિનલનુ ઉદ્ઘાટન કરશે અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના 34માં દીક્ષાંત સમારંભમાં સામેલ થશે.

પ્રધાનમંત્રી નવી આવાસ યોજનાનું ઉદ્ધાટન કરશે અને ચંદિગઢમાં સેક્ટર 25માં એક સાર્વજનિક સભાને સંબોધશે.

પ્રધાનમંત્રી ત્યારબાદ ઋષિકેશ, ઉત્તરાખંડમાં સ્વામી દયાનંદ સરસ્વતી આશ્રમ જશે.

UM/AP/J.Khunt/GP