Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કાર-નિકોબારમાં

પ્રધાનમંત્રી કાર-નિકોબારમાં

પ્રધાનમંત્રી કાર-નિકોબારમાં

પ્રધાનમંત્રી કાર-નિકોબારમાં


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાર-નિકોબારનો પ્રવાસ કર્યો હતો.

તેમણે સુનામી સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વોલ ઑફ લોસ્ટ સોલ પર મીણબત્તી પ્રજ્વલિત કર હતી.

તેમણે જનજાતિઓનાં પ્રમુખો અને ટાપુ સમૂહોનાં પ્રસિદ્ધ ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી.

એક જાહેર સભામાં તેમણે અરોંગમાં આઈટીઆઈ તથા એક આધુનિક બાગ સંકુલનું ઉદઘાટન કર્યું હતું.

તેમણે મસ જટ્ટી નજીક દરિયાકિનારાની સુરક્ષા અને કેમ્પબેલની ખાડી જટ્ટીનાં વિસ્તાર કાર્યનું શિલારોપણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ટાપુ સમૂહની ભવ્ય કુદરતી સુંદરતા, સંસ્કૃતિ, પરંપરા અને કળાઓની ચર્ચા કરી હતી. ટાપુ સમૂહોની પારિવારિક અને સામૂહિક પરંપરાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, આ પરંપરાઓ ભારતીય સમાજની લાંબા સમયથી તાકાત રહી છે.

પ્રધાનમંત્રીએ આ સમારંભમાં પહોંચતા અગાઉ સુનામી સ્મારક વોલ ઑફ લોસ્ટ સોલ્સની પોતાનાં પ્રવાસની વાત પણ કરી હતી. તેમણે નિકોબાર ટાપુ સમૂહનાં લોકોની ભાવના અને સુનામી પછી ટાપુ સમૂહનાં નિર્માણમાં તેમની મહેનતની પ્રશંસા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આજે જે યોજનાઓનું અનાવરણ થયું છે, એ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, કૌશલ્ય વિકાસ, પરિવહન, વીજળી, રમતગમત અને પર્યટન જેવા ક્ષેત્રોનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

પ્રધાનમંત્રીએ વિકાસની દિશામાં ચાલી રહેલી આ સફરમાં કોઈને પણ અથવા દેશનાં કોઈ પણ ભાગને પાછળ ન રાખવાની પોતાની સરકારનાં સંકલ્પનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ ખામીઓને દૂર કરવાનો અને હૃદયમાં ઘનિષ્ઠતાની ભાવનાનો વિકાસ કરવાનો છે.

તેમણે કહ્યું હતું કે, દરિયાઈ દિવાલ તૈયાર થઈ ગયા પછી આ કાર-નિકોબાર ટાપુ સમૂહોની સુરક્ષામાં મદદગાર થશે. તેમણે કહ્યું હતું કે, આઇટીઆઈ ટાપુ સમૂહનાં યુવાનોનાં કૌશલ્યની સાથે અધિકાર સંપન્ન બનાવવામાં મદદ કરશે. નિકોબાર ટાપુ સમૂહનાં યુવાનોની રમતગમતની પ્રતિભા વિશે ચર્ચા કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આધુનિક રમતગમત સંકુલ તેમનાં કૌશલ્યને વિકસાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં અને વધારે રમતગમત માળખાઓનું નિર્માણ કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આંદમાન અને નિકાબોર ટાપુ સમૂહનાં લોકોનાં જીવનની સરળતા વધારવાની દિશામાં કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારો પ્રયાસ પર્યાવરણ અને સ્થાનિક સંસ્કૃતિને સંરક્ષિત કરીને વિકાસ કામ શરૂ કરવાનો છે.

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રની ચર્ચા કરીને કોપરાનાં સમર્થન મૂલ્યમાં વૃદ્ધિ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકાર મત્સ્ય પાલન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સશક્ત બનાવવાની દિશામાં કાર્ય કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, મત્સ્યપાલન ક્ષેત્રને વધારે લાભદાયક બનાવવા માટે તાજેતરમાં 7,000 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, દરિયાની નજીકનાં વિસ્તારો આપણી બ્લૂ રિવોલ્યુશનનું કેન્દ્ર બની શકે છે. તેમણે કહ્યું હતું કે, દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આધુનિક હોડીઓની ખરીદી માટે માછીમારોને નાણાકીય સહાયતા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત સૌર ઊર્જાને ઉપયોગમાં લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. આ સંદર્ભમાં તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દરિયાકિનારાનાં વિસ્તારોમાં નવીનીકરણ ઊર્જા સર્જનની પ્રચૂર સંભાવના છે. તેમણે આ દિશામાં કાર નિકાબોરમાં થઈ રહેલાં પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નિકોબાર ટાપુ સમૂહ અને નજીકની મલ્લકાની ખાડીની આ સંપૂર્ણ વિસ્તાર સંસાધનો અને સુરક્ષા બંને દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, એને ધ્યાનમાં રાખીને ઉપર્યુક્ત માલ પરિવહન માળખાનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે કેમ્પબેલ ખાડીની જેટી અને મસ જેટી માટે થઈ રહેલા વિકાસ કાર્યોની ચર્ચા કરી હતી. 

પ્રધાનમંત્રીએ ટાપુ સમૂહનાં વિકાસ માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું.

 

RP