પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કતારના દોહા ખાતે તેમની પ્રથમ કાર્યક્રમમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીને મળ્યા હતા.
બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉર્જા, નાણા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ પશ્ચિમ એશિયામાં તાજેતરના પ્રાદેશિક વિકાસની પણ ચર્ચા કરી હતી અને આ ક્ષેત્રમાં અને તેની બહાર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ કતારના પ્રધાનમંત્રી દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી.
AP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Had a wonderful meeting with PM @MBA_AlThani_. Our discussions revolved around ways to boost India-Qatar friendship. pic.twitter.com/5PMlbr8nBQ
— Narendra Modi (@narendramodi) February 14, 2024