ભારત સરકાર વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી રહી છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી કુટુંબોને મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો બાંધવા માટે લાયક ગ્રામીણ અને શહેરી કુટુંબોને સહાય પ્રદાન કરવાનો છે. પીએમએવાય હેઠળ છેલ્લાં 10 વર્ષમાં આવાસ યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે.
પીએમએવાય હેઠળ નિર્માણ પામેલા તમામ મકાનોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની અન્ય યોજનાઓ સાથે સમન્વય મારફતે અન્ય મૂળભૂત સુવિધાઓ જેવી કે ઘરગથ્થું શૌચાલયો, એલપીજી કનેક્શન, વીજળીનું જોડાણ, કાર્યકારી ઘરગથ્થુ નળ જોડાણ વગેરે પ્રદાન કરવામાં આવે છે.
આજે મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, લાયકાત ધરાવતા પરિવારોની સંખ્યામાં વધારાને કારણે ઊભી થયેલી આવાસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી કુટુંબોને મકાનો બાંધવા માટે સહાય પ્રદાન કરવામાં આવશે.
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com