પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (પીએમએવાય-જી)ને માર્ચ 2021થી આગળ ચાલુ રાખવા માટેની ગ્રામીણ વિકાસ વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે જેમાં આ યોજના હેઠળ કુલ 2.95 કરોડ ઘરોનાં લક્ષ્યાંકની મર્યાદામાં 31મી માર્ચ, 2021ના રોજ બાકી રહેલાં 155.75 લાખ ઘરોનાં બાંધકામ માટે નાણાકીય સહાય પૂરી પાડવાની છે.
કેન્દ્રીય મંત્રીમંડળે આપેલી મંજૂરીની વિગતો આ મુજબ છે:
લાભો:
માર્ચ, 2024 સુધી આ યોજના ચાલુ રહેવાથી એ સુનિશ્ચિત થશે કે પીએમએવાય-જી હેઠળ 2.95 કરોડ ઘરોનાં એકંદર લક્ષ્યાંકની મર્યાદામાં બાકીના 155.75 લાખ ઘરોને ગ્રામીણ વિસ્તારોમાં ‘સૌને આવાસ’નો હેતુ સિદ્ધ કરવા પ્રાથમિક સુવિધાઓ સાથે પાકા મકાનોનાં બાંધકામ માટે મદદ પૂરી પડાશે.
29મી નવેમ્બર, 2021 મુજબ, કુલ 2.95 કરોડનાં લક્ષ્યાંકમાંથી 1.65 કરોડ પીએમએવાય-જી મકાનો બાંધવામાં આવ્યાં છે. એવો અંદાજ છે કે 2.02 કરોડ ઘરો, જે 2011ની વસ્તી ગણતરી (એસઈસીસી 2011)ના ડેટાબેઝ કાયમી પ્રતિક્ષા યાદીની લગભગ સમાન છે એ 15મી ઑગસ્ટ, 2022ની આખરી મહેતલ પહેલાં પૂર્ણ થશે. આથી, કુલ 2.95 કરોડ ઘરોનો લક્ષ્યાંક સિદ્ધ કરવા આ યોજના માર્ચ, 2024 સુધી ચાલુ રાખવાની જરૂર છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com