Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે સ્કુલના બાળકો સાથે સંવાદ કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (4 સપ્ટેમ્બર, 2015) શિક્ષક દિવસની પૂર્વ સંધ્યા પર સ્કુલના બાળકો સાથે સંવાદ કરશે.

નવી દિલ્હીમાં માણેકશા હોલમાં આયોજીત કાર્યક્રમ, હોલમાં ઉપસ્થિત બાળકો ઉપરાંત દેશભરના 9 રાજ્યોના બાળકો સામેલ હશે, જે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આ વાતચીતમાં ભાગ લેશે. આ વાતચીત સવારે 10.00 કલાકે પ્રારંભ થશે અને લગભગ 90 મિનીટ સુધી ચાલશે તેવી સંભાવના છે.

પ્રધાનમંત્રી, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં એક સ્મારક સિક્કાને પણ જારી કરશે અને કલા ઉત્સવ વેબસાઈટ લોન્ચ કરશે. કલા ઉત્સવ, દેશમાં માધ્યમિક સ્તરની સ્કુલના વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે અને તેમના પ્રદર્શનના માધ્યમથી શિક્ષણમાં કલાને વધારવાની દિશામાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયની એક પહેલ છે.

આ અવસર પર કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ જુબિન ઈરાની અને રાજ્ય મંત્રી શ્રી ઉપેન્દ્ર કુશવાહા, શ્રી રામ શંકર કથેરિયા અને શ્રી જયંત સિન્હા પણ ઉપસ્થિત હતા.

UM/J.Khunt/GP