Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે વારાણસીની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 19 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં વારાણસીની મુલાકાત લેશે. તેઓ ત્યાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી વારાણસીમાં ડિઝલ લોકોમોટિવ વર્ક્સમાં ડિઝલમાંથી વિદ્યુતિકૃત કરેલા સૌથી પહેલા લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી દર્શાવશે. તેઓ લોકોમોટિવનું નિરીક્ષણ કરશે અને પ્રદર્શનની મુલાકાત પણ લેશે.
ડિઝલ લોકોમોટિવ વર્ક્સ 2 WDG3A ડિઝલ લોકોસને 10,000 HPની ટ્વીન ઇલેક્ટ્રિક WAGC3 લોકોસમાં પરિવર્તિત કરે છે. સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સમાન આ કન્વર્ઝન સંપૂર્ણ દુનિયા માટે ભારતીય સંશોધન અને વિકાસ (આરએન્ડડી) નવીનતા સમાન છે. કન્વર્ટેડ લોકોસ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઓછું કરશે અને ભારતીય રેલવેને અસરકારક લોકોમોટિવ એન્જિન પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી શ્રી ગોવર્ધનપુરમાં શ્રી ગુરુ રવિદાસ જન્મસ્થાનમાં ગુરુ રવિદાસ જન્મસ્થળ વિકાસ પરિયોજનાનું ભૂમિપૂજન કરશે. તેઓ શ્રી ગુરુ રવિદાસની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પછી તેઓ જનસભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી બનારસ યુનિવર્સિટીમાં નવનિર્મિત મદન મોહન માલવિયા કેન્સર સેન્ટરનું ઉદઘાટન કરશે. હોસ્પિટલ ઉત્તરપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ અને પડોશી દેશ નેપાળમાં દર્દીઓને કેન્સરની સંપૂર્ણ છતાં વાજબી સારસંભાળ પ્રદાન કરશે.

હોમી ભાભા કેન્સર હોસ્પિટલ લેહરતારાનું ઉદઘાટન પણ પ્રધાનમંત્રી કરશે. વારાણસીમાં કેન્સરની બંને હોસ્પિટલોનું ઉદઘાટન કરવાની સાથે આ નગર કેન્સરની ગુણવત્તાયુક્ત સારવાર અને કેન્સર સાથે સંબંધિત અન્ય બિમારીઓની સારસંભાળ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે.

પ્રધાનમંત્રી પહેલા નવા ભાભાટ્રોન પ્રીસિજન ટેકનોલોજી (મલ્ટિ લીફ કોલીમેટર)નું લોકાર્પણ કરશે.
તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી (બીચયુ)માં પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાનું અનાવરણ કરશે અને વારાણસી ઘાટ પર ભીંતચિત્રોનું અનાવરણ કરશે. તેઓ બીએચયુમં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારતનાં લાભાર્થીઓ સાથે પણ વાત કરશે.

પછી વારાણસીમાં ઔરે ગામમાં પ્રધાનમંત્રી અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, જેનો આશય વારાણસી અને તેની આસપાસનાં વિસ્તારોમાં સ્વાસ્થ્ય તથા અન્ય ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તેઓ વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓ વચ્ચે પ્રમાણપત્રનું વિતરણ કરશે. તેઓ દિવ્યાંગજનોને સહાયક ઉપકરણોનું વિતરણ પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે.

RP