પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનના ઉદેપુરની મુલાકાત લેશે.
તેઓ કેટલાક મુખ્ય હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 15,000 કરોડનો ખર્ચ થશે.
આ પ્રોજેક્ટ્સમાં ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ છેઃ કોટામાં ચંબલ નદી પર નિર્માણ પામેલ 6-લેન કેબલ સ્ટે બ્રીજ; નેશનલ હાઇવે-8નો 4 લેન ગોમતી ચૌરાહા-ઉદેપુર વિભાગ; અને નેશનલ હાઇવે–758નો રાજસમન્દ-ભિલવારાનો 4-લેન વિભાગ. ખાતમુહૂર્ત થનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં જયપુર રિંગ રોડ સામેલ છે.
પ્રધાનમંત્રી જનસભાને સંબોધન પણ કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી ઉદેપુરમાં પ્રતાપ ગૌરવ કેન્દ્રની મુલાકાત લેશે. આ કેન્દ્ર મેવાડના પ્રસિદ્ધ રાજા મહારાણા પ્રતાપના જીવન, શૌર્ય અને સિદ્ધિ વિશે વિવિધ પ્રદર્શનો માટે માહિતી પ્રદાન કરે છે.
TR
Tomorrow I will be visiting Rajasthan, the land of the brave, where I will inaugurate & lay the foundation of key National Highway projects.
— Narendra Modi (@narendramodi) August 28, 2017
I will address a public meeting in Udaipur. I will also visit the Pratap Gaurav Kendra and pay my respects to the great Maharana Pratap.
— Narendra Modi (@narendramodi) August 28, 2017