Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે મુંબઈ આવશે, મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહનો શુભારંભ કરાવશે


આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મુંબઈ આવશે અને મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહનો શુભારંભ કરાવશે.

શ્રી નરેન્દ્ર મોદી એમએમઆરડીસી ગ્રાઉન્ડ ખાતે બ્રાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મેઈક ઈન ઈન્ડિયા કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમમાં સ્વીડનના મુખ્યમંત્રી, ફિનલેન્ડના પ્રધાનમંત્રી અને દેશ-વિદેશના અન્ય વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી વિવિધ દેશોના વરિષ્ઠ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજશે.

પ્રધાનમંત્રી વર્લીમાં એનએસસીઆઈના એક કાર્યક્રમમાં મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહનું વિધવત ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ત્યાં એકઠા થયેલા દેશ-વિદેશના વરિષ્ઠ નેતાઓ અને ઉદ્યોગ જગતના મોવડીઓને પણ સંબોધિત કરશે.

મેઈક ઈન ઈન્ડિયા સપ્તાહના કાર્યક્રમ દ્વારા આ મહત્ત્વપૂર્ણ પગલાને વેગ આપવાની કોશિષ કરવામાં આવશે અને ઉત્પાદન ક્ષેત્રે દુનિયા સમક્ષ દેશની ઉપલબ્ધિઓ દર્શાવવામાં આવશે. તેના માધ્યમ દ્વારા ભારતને ઉત્પાદન માટે પસંદગીના સ્થળ તરીકે ઉત્તેજન આપવામાં આવશે.

આ અગાઉ, ગઈકાલે મુંબઈ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી બોમ્બે આર્ટ સોસાયટીના નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે એક તકતીનું અનાવરણ પણ કરશે. આ પ્રસંગે તેઓ ત્યાં એકઠા થયેલા લોકોને પણ સંબોધન કરશે.

AP/J.Khunt