Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2019નાં રોજ મહારાષ્ટ્રમાં યવતમાલ અને ધૂળેની મુલાકાત લેશે. તેઓ રાજ્યમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

યવતમાલમાં

પ્રધાનમંત્રી બટન દબાવીને નાંદેડમાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. આ સ્કૂલની ક્ષમતા 420 વિદ્યાર્થીઓની છે, જેમાં અત્યાધુનિક સુવિધાઓ છે. આ સ્કૂલ આદિવાસી વિદ્યાર્થીઓમાં વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવામાં મદદ મળશે તેમજ સંપૂર્ણ વૃદ્ધિ અને અંગત વિકાસ માટેનું માધ્યમ પ્રદાન કરશે.
પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) હેઠળ નિર્માણ થયેલા ઘરોનાં ઇ-ગૃહ પ્રવેશ માટે પસંદ થયેલા લાભાર્થીઓને ચાવી સુપરત કરશે.

પ્રધાનમંત્રી વીડિયો લિન્ક મારફતે અજની (નાગપુર) – પૂણે ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેનમાં થ્રી ટાયર એર કન્ડિશન્ડ કોચ હશે તથા નાગપુર અને પૂણે વચ્ચે ઓવરનાઇટ સર્વિસ પ્રદાન કરશે. સેન્ટ્રલ રોડ ફંડ (સીઆરએફ) હેઠળ માર્ગોનું શિલારોપણ બટન દબાવીને કરશે.

પ્રધાનમંત્રી મહિલા સ્વયંસહાય જૂથોને મહારાષ્ટ્ર સ્ટેટ રુરલ લાઇવલિહૂડ્સ મિશન (MSRLM) હેઠળ પ્રમાણપત્રો/ચેકોનું વિતરણ પણ કરશે. MSRLMનો ઉદ્દેશ નાણાકીય સમાવેશન દ્વારા સામાજિક ઉત્થાનનો છે, જે ખેડૂત અને બિનખેડૂત સમુદાયને ઘરઆંગણે નાણાકીય સેવાઓની ડિલિવરીની સુવિધા આપીને આજીવિકા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.

ધૂળેમાં:

પ્રધાનમંત્રી પછી મહારાષ્ટ્રમાં ધૂળેની મુલાકાત લેશે. પછી તેઓ પીએમકેએસવાય હેઠળ લોઅર પંઝારા મીડિયમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પરિયોજન વર્ષ 2016-17માં પ્રધાનમંત્રી કૃષિ સિંચન યોજના (પીએમએસકેવાય)માં સામેલ હતી. આ પ્રોજેક્ટ ધૂળે જિલ્લાનાં 21 ગામડાઓની 7585 હેક્ટર જમીનને લાભની સંભવિતતા સાથે 109.31 એમક્યુમ કુલ જળસંગ્રહ ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રી સુળવાડે જામફળ કનોલી લિફ્ટ સિંચાઈ યોજનાનું શિલારોપણ કરશે. આ યોજનાનો ઉદ્દેશ ચોમાસાની સિઝનનાં 124 દિવસમાં તાપી નદીમાંથી પૂરનું 9.24 ટીએમસી પાણી હટાવવાનો છે. તેનાથી ધૂળે જિલ્લાનાં આશરે 100 ગામનાં 33367 હેક્ટર વિસ્તારની સિંચાઈ કરવાની દરખાસ્ત છે.

પ્રધાનમંત્રી અમૃત યોજના હેઠળ ધૂળે સિટી વોટર સપ્લાય સ્કીમનું શિલારોપણ કરશે. આ યોજના ઔદ્યોગિક અને વાણિજ્યિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે.

તેઓ ધૂળે-નરદાના રેલવે લાઇન અને જલગાંવ – મનમાડ ત્રીજી રેલવે લાઇનનું શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી વીડિયો લિન્ક મારફતે ભુસાવળ – બાન્દ્રા ખાનદેશ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે.

તેઓ જલગાંવ-ઉધના ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ પેસેન્જર અને ચીજવસ્તુઓની અવરજવરની ક્ષમતામાં વધારો કરશે. આ ટ્રેન સેક્શન પર સ્થિત નંદુરબાર, વ્યારા, ધરણગાંવ અને અન્ય સ્થળોનાં વિકાસ માટે ઉદ્દીપક બનશે.

NP/JKhunt/GP/RP