Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે બોધગયા જશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (5 સપ્ટેમ્બર, 2015) બોધગયાની યાત્રા કરશે.

યાત્રાના ક્રમમાં પ્રધાનમંત્રી મહાબોધિ મંદિર જવાની સાથો સાથ પવિત્ર બોધિ વૃક્ષના પણ દર્શન કરશે. શ્રી મોદી “ચેતિયા કરિકાઃ તીર્થ યાત્રા અને સત્યની ખોજ” વિષય પર એક પ્રદર્શનીનો પણ શુભારંભ કરશે.

પ્રધાનમંત્રીની બોધગયાની આ યાત્રા “સંઘર્ષ નિષેધ અને પર્યાવરણ ચેતના પર વૈશ્વિક હિન્દુ બોધ પહેલ” નામના ત્રણ દિવસીય સંવાદની સાથે થઈ રહી છે, જે દરમિયાન આ આયોજનના પ્રતિનિધિ બોધગયામાં ઉપસ્થિત રહેશે.