પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 08 ડિસેમ્બર, 2020ના રોજ સવારે 10:45 વાગ્યે વર્ચ્યુઅલ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) 2020માં પ્રારંભિક સંબોધન કરશે. આઇએમસી 2020નું આયોજન ભારત સરકારના દૂરસંચાર વિભાગ અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઈ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે 8થી 10 ડિસેમ્બર, 2020 સુધી યોજાશે.
આઇએમસી 2020 વિશે
આઇએમસી 2020ની થીમ છે “સમાવિષ્ટ નવીનતા – સ્માર્ટ, સુરક્ષિત, ટકાઉ”. તેનો હેતુ પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત‘, ‘ડિજિટલ સમાવેશી‘ અને ‘ટકાઉ વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા‘ ને પ્રોત્સાહન આપવા માટે સંરેખિત કરવાનો છે. વિદેશી અને સ્થાનિક રોકાણો વધારવા, ટેલિકોમ અને ઉભરતી ટેક્નોલોજી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે.
આઇએમસી 2020માં વિવિધ મંત્રાલયો, ટેલિકોમ સીઇઓ, વૈશ્વિક સીઈઓ અને 5જી, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી), ડેટા એનાલિટિક્સ, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બ્લોકચેન, સાયબર-સુરક્ષા, સ્માર્ટ સિટીઝ અને ઓટોમેશન ડોમેઈનના નિષ્ણાતો સહભાગી થશે.
SD/GP/BT