Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આજે વિશ્વ સૂફી મંચને સંબોધિત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિશ્વ સૂફી મંચને સંબોધિત કરશે.

આ મંચનું આયોજન ઓલ ઇન્ડિયા ઉલેમા એન્ડ મશાઇખ બોર્ડ દ્વારા વધતા વૈશ્વિક આતંકવાદ સામે લડવામાં સૂફીવાદની ભૂમિકા પર વિચાર વિમર્શ કરવા માટે કરવામાં આવ્યું છે.

આ મંચ કટ્ટરવાદ અને ધર્મના નામ પર આતંકવાદનો ઉપયોગ કરવા સાથે જોડાયેલા મામલાઓ સામે લડવા માટે દીર્ધકાલિક વિકલ્પો પર ચર્ચા કરશે. તેમાં ઇસ્લામની ઉદાર વિચારધારાને વૈશ્વિક કેન્દ્રોમાં એક હોવાના નાતે ભારતની ભૂમિકા પર બળ આપવાની અને તેની પુષ્ટિ કરવાની સંભાવના છે.

આજથી પ્રારંભ થઇ રહેલા આ ચાર દિવસીય કાર્યક્રમમાં 20 દેશોના 200થી વધારે પ્રતિનિધિઓ ભાગ લે તેવી સંભાવના છે. તેમાં અન્ય દેશોની સાથે મિસ્ત્ર, જોર્ડન, તુર્કી, બ્રિટન, અમેરિકા, કેનેડા અને પાકિસ્તાનના આધ્યાત્મિક નેતાઓ, વિદ્વાનો, શિક્ષાવિદો અને ધર્મશાસ્ત્રીઓ ભાગ લે તેવી સંભાવના છે.

AP/J.Khunt