Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલીફોન પર ચર્ચા થઈ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ મહામહિમ રોડ્રિગો ડુટર્ટે સાથે ટેલીફોન પર ચર્ચા કરી હતી અને કોવિડ-19 મહામારીના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે બંને દેશોની સરકારોએ લીધેલા પગલાં અંગે બંને મહાનુભવોએ વાર્તાલાપ કર્યો હતો

બંને નેતાઓએ વર્તમાન આરોગ્ય કટોકટીની સ્થિતિમાં એકબીજાના દેશોમાં વસતા પોતાના દેશવાસીઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે અને તેમને સ્વદેશ મોકલવાની કાર્યવાહીમાં બંનેની સરકારોએ આપેલા સહકારની પ્રશંસા કરી હતી. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ ફિલિપાઇન્સમાં ભારતે મોકલેલા આવશ્યક ફાર્માસ્યુટિલના પૂરવઠાની પણ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ડુટર્ટેને ખાતરી આપી હતી કે, આ મહામારી સામેની લડાઇમાં ફિલિપાઇન્સને સહકાર આપવા માટે ભારત પ્રતિબદ્ધ છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, એકવાર આ બીમારીની રસી મળી જાય તે પછી તે રસીના ઉત્પાદન સહિત સમગ્ર માનવજાતના લાભાર્થે ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના પરવડે તેવા દરે ઉત્પાદન માટે ભારતની સ્થાપિત ક્ષમતા વધારવા સતત પ્રયત્નશીલ છે.

બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં સંરક્ષણ સહિત તમામ પાસાઓમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આવેલી પ્રગતિ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત ફિલિપાઇન્સને ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે.

પ્રધાનમંત્રીએ આગામી સમયમાં આવી રહેલા ફિલિપાઇન્સના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ડુટર્ટે અને ફિલિપાઇન્સના લોકોને શુભેચ્છાઓ પાછવી હતી.

GP/DS