Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને જોર્ડનના રાજા વચ્ચે ટેલીફોન પર પર વાતચીત થઇ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જોર્ડન દેશના શાહી પરિવારના રાજા કિંગ અબ્દુલ્લાહ સાથે ટેલીફોન પર વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મહામહિમ અને જોર્ડનના લોકોને આગામી સમયમાં શરૂ થઇ રહેલા પવિત્ર રમજાન મહિનાની શુભેચ્છા પાઠવી હતી.

બંને નેતાઓ વચ્ચે કોવિડ-19 મહામારીના કારણે દુનિયા સમક્ષ ઉભા થયેલા પડકારો અંગે ચર્ચા થઇ હતી અને તેને નિયંત્રણમાં લેવા માટે પોતાના દેશમાં લેવાયેલા પગલાં અંગે બંનેએ એકબીજાને જાણકારી આપી હતી. તેઓ માહિતી અને શ્રેષ્ઠ આચરણોનું આદાનપ્રદાન કરીને તેમજ જરૂરી પૂરવઠો પહોંચાડીને શક્ય હોય એટલા મહત્તમ સ્તરે એકબીજાને સહકાર આપવા માટે પણ સંમત થયા હતા.

પ્રધાનમંત્રીએ જોર્ડનમાં વસતા ભારતીયોને પૂરતો સહકાર આપવા બદલ મહામહિમનો આભાર વ્યક્ત કર્યો હતો.

બંને નેતા સંમત થયા હતા કે, તેમની ટીમો કોવિડ-19 સંબંધિત મુદ્દાઓ પર અને પ્રાંતિય તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર પણ સંપર્કમાં રહેશે.

GP/DS