Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી અને ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિએ ટેલીફોન પર ચર્ચા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે ફોન પર વાત કરી હતી.
બંને નેતાઓએ એશિયા અને દુનિયામાં કોવિડ-19 રોગચાળાના પ્રસાર વિશે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ ઇન્ડોનેશિયાને પૂરાં પાડેલા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી એમને ખાતરી આપી હતી કે, ભારત બંને દેશો વચ્ચે તબીબી ઉત્પાદનો કે વેચાણ થતી અન્ય ચીજવસ્તુઓનો પુરવઠામાં વિક્ષેપ નિવારવા શક્ય શ્રેષ્ઠ કામગીરી કરશે.

નેતાઓએ એકબીજાનાં દેશોમાં ઉપસ્થિત પોતપોતાના નાગરિકો સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને સંમતિ વ્યક્ત કરી હતી કે, આ સંબંધમાં શક્ય તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા એમની ટીમો એકબીજાના સંપર્કમાં રહેશે.

પ્રધાનમંત્રીએ એ હકીકત પર ભાર મૂક્યો હતો કે, ઇન્ડોનેશિયા ભારતનાં નજીકમાં વિસ્તૃત પડોશમાં દરિયાઈ પાર્ટનર દેશ છે અને દ્વિપક્ષીય સંબંધની ક્ષમતા બંને દેશોને રોગચાળાની અસરો સામે લડવામાં મદદરૂપ થશે.

તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ વિડોડો અને ઇન્ડોનેશિયાનાં મૈત્રીપૂર્ણ લોકોને પવિત્ર રમઝાન મહિનાની શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી.

GP/DS