હું 16 મે 2022ના રોજ નેપાળના પ્રધાનમંત્રી આરટી માનનીય શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર લુમ્બિની, નેપાળની મુલાકાત લઈશ.
હું બુદ્ધ જયંતીના શુભ અવસર પર માયાદેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે આતુર છું. ભગવાન બુદ્ધના જન્મના પવિત્ર સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા માટે લાખો ભારતીયોના પગલે ચાલીને હું સન્માનિત છું.
ગયા મહિને ભારતની મુલાકાત દરમિયાન અમારી ફળદાયી ચર્ચાઓ પછી હું પ્રધાનમંત્રી દેઉબાને ફરીથી મળવા માટે ઉત્સુક છું. અમે હાઇડ્રોપાવર, ડેવલપમેન્ટ અને કનેક્ટિવિટી સહિતના અનેક ક્ષેત્રોમાં સહકારને વિસ્તારવા માટે અમારી સહિયારી સમજણ પર નિર્માણ કરવાનું ચાલુ રાખીશું.
પવિત્ર માયાદેવી મંદિરની મુલાકાત ઉપરાંત, હું લુમ્બિની મોનાસ્ટિક ઝોનમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજના “શિલાન્યાસ” સમારોહમાં ભાગ લઈશ. હું નેપાળ સરકાર દ્વારા આયોજિત બુદ્ધ જયંતી નિમિત્તે યોજાનારી ઉજવણીમાં પણ હાજરી આપીશ.
નેપાળ સાથેના આપણા સંબંધો અજોડ છે. ભારત અને નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્કો આપણા ગાઢ સંબંધોની કાયમી ઇમારત બનાવે છે. મારી મુલાકાતનો હેતુ આ સમય–સન્માનિત જોડાણોને ઉજવવા અને વધુ ગાઢ બનાવવાનો છે જે સદીઓથી ઉત્તેજીત કરવામાં આવ્યા છે અને આપણા આંતર–જોડાણના લાંબા ઇતિહાસમાં નોંધાયેલા છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com