Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઇ


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષે સાથે ચર્ચા કરી અને શ્રીલંકાની સંસદમાં એમના પ્રવેશ કર્યા ને 50 વર્ષ પૂર્ણ કરવા બદલ તેમને અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ શ્રીલંકાના વિકાસમાં તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં શ્રી રાજપક્ષેના યોગદાનને યાદ કરી તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ શ્રીલંકામાં ભારતીય મૂળના તમિલોના એક મુખ્યનેતા, શ્રી અરુમુગન થોંડામનના નિધન પર શોક વ્યક્ત કર્યો, પ્રધાનમંત્રીએ ભારત અને શ્રીલંકા વચ્ચે વિકાસની ભાગીદારી આગળ વધારવામાં શ્રી થોંડામને ભજવેલી ભૂમિકાને યાદ કરી.

બંને નેતાઓ એ વર્તમાન કોવિડ-19 મહામારી થી સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા પર થનારી અસરો વિષયે તેમજ બંને દેશો એની સામે લડત લડવા કરવામાં આવી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી. પ્રધાનમંત્રી એ રાજપક્ષેને કહ્યું કે ભારત આ પડકાર ભરેલા સમયમાં શ્રીલંકાને શક્ય દરેક મદદ કરવા તૈયાર છે.

GP/DS