Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રીએ PM-SHRI યોજનાની જાહેરાત કરી


આજે, શિક્ષક દિવસના અવસરે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ દેશભરમાં 14,500 શાળાઓના વિકાસ અને અપગ્રેડેશનની જાહેરાત કરી છે.

PM-શ્રી એ શાળાઓમાં શિક્ષણ આપવાની આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી રીત હશે. શ્રી મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે NEPની ભાવના અનુસાર, PM-શ્રી સ્કૂલ સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓને લાભ આપશે.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;

“આજે, #TeachersDay પર, મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે – પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ ભારતભરની 14,500 શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન. આ મોડેલ શાળાઓ બનશે, જે NEPની એકંદર ભાવનાનો સમાવેશ કરશે.

“PM-શ્રી એ શાળાઓમાં શિક્ષણ આપવાનો એક આધુનિક, પરિવર્તનશીલ અને સર્વગ્રાહી માર્ગ હશે. તેમાં શોધ લક્ષી, જ્ઞાન આધારિત શિક્ષણ લક્ષી શિક્ષણ પર ભાર મૂકવામાં આવશે. અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ વર્ગખંડો, રમતગમત પર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.”

“શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનો કર્યા છે. મને ખાતરી છે કે NEPની ભાવનાને અનુરૂપ, PM-SHRI School ભારતભરના લાખો વિદ્યાર્થીઓને લાભ કરશે.”

YP/GP/JD