ગુરુદેવ દત્ત! દત્ત પીઠમાં હું પહેલીવાર આવ્યો છું, પરંતુ આ પરંપરાથી હું ખૂબ વર્ષોથી જોડાયેલો છું. જે પણ નર્મદા તટ પર પોતાનો સમય પસાર કરે છે અથવા તો નર્મદા તટ પર કોઈને સાધના કરવાનો અવસર મળે છે તો ગુરુદેવ દત્ત વિના ન તો સાધના આરંભ થાય છે, તે તો સાધનાની પૂર્ણાવૃત્તિ છે. પછી તમે નારેશ્વર જાઓ, અથવા ગરુડેશ્વર જાઓ, દત્ત કૃપાથી જ તે આખો વિસ્તાર પ્રભાવિત છે અને આખી નર્મદાની સાધના પણ છે. જે નર્મદાના સાધક હોય છે, જે નર્મદાની પરિક્રમા કરે છે તેઓ સવાર – સાંજ બે જ મંત્ર બોલે છે, નર્મદા હરે અને ગુરુદેવ દત્ત. આ બે મંત્ર હોય છે જે પૂરી સાધનાનો ભાગ હોય છે. મને આનંદ થયો, પાછળા અઠવાડીયે ગુરુજી ગુજરાત થઈને આવ્યા, કચ્છના રણમાં થઈને આવ્યા. ‘રણ ઉત્સવ’ તો જોયું પણ સૌથી મોટી વાત છે, ત્યાં કાળા ડુંગર પર ગુરુદેવનું જન્મસ્થળ, તીર્થસ્થળ છે અને ગુરુદેવ દત્તની જયંતી પર ત્યાં ખૂબ મોટો સમારોહ થાય છે. હિન્દુસ્તાનનું તે અંતિમ સ્થળ છે. ત્યાર બાદ રણપ્રદેશ અને રણપ્રદેશની પેલે પાર પાકિસ્તાન છે. એ સ્થળ પર ગુરુદેવ દત્તનુ સ્થાન છે અને હમણાં જ દત્ત જયંતી ગઈ છે. દત્ત જયંતીને ઉજવવા માટે ગુરુદેવ ત્યાં ગયા હતા અને ઘણી પ્રસન્નતા મને પણ વ્યક્ત કરી રહ્યા હતા. મારું પણ સૌભાગ્ય છે, આજે મને દત્ત પીઠ આવવાનો અવસર મળ્યો.
આ પરંપરાએ જે સામાજિક કાર્ય તો કર્યું જ છે. પરંતુ આપણા દેશમાં સંતો દ્વારા, ઋષિઓ દ્વારા, મુનિયો દ્વારા જે પણ થાય છે, સમાજ હિતમાં જ થાય છે, સમાજ માટે જ થાય છે, સમાજ માટે સમર્પિત થતું હોય છે પરંતુ તેની ઓળખ નથી હોતી, કેમ કે તેમને લાગે છે કે આતો મારી ફરજનો ભાગ છે માટે જ ક્યારેક ઢોલ નથી વગાડતા અને એને કારણે દુનિયામાં એક ઓળખ છે કે ભારતના સંત-મહંત, સાધુ-મહાત્મા અથવા તેમના મત-સંદર્ભ અને તેમની પૂજા-પાઠ અને તેમાં જ વ્યક્ત કરે છે, પરંતુ કદાચ આપણે જોઈશું તો આપણા દેશમાં બધી ઋષિ પરંપરા, સંત પરંપરા આ સમાજના ઉદ્ધાર માટે લાગેલી છે, સમાજ-સેવામાં લાગેલી છે. પૂજ્ય સ્વામીજી જેટલા પરિકલ્પ છે, પછી તે પર્યાવરણની રક્ષા હોય અથવા પક્ષિયોની ચેતનાને સમજવાનો પ્રયત્ન હોય અથવા એમની નાદ બ્રહ્મની ઉપાસના હોય, નાદ બ્રહ્મની ઉપાસના અપ્રિતમ માનવામાં આવે છે. નાદ બ્રહ્મને સામર્થ્યને આપણી પરંપરાઓએ સ્વીકાર કર્યો છે અને એટલે જ ખૂબ જ ઓછા લોકો હોય છે જે નાદ બ્રહ્મની ઉપાસના કરી શકે છે. બ્રહ્મનું આ રૂપ જેને અનુભવી શકાય છે, બાકી બ્રહ્મના રૂપને અનુભવી નથી શકાતુ. નાદ બ્રહ્મ છે, જે બ્રહ્મના રૂપને આપણે અનુભવી શકીએ છીએ અને તેમની સાધના દ્વારા સામાન્ય જનને બ્રહ્મ સુધી પહોંચવા માટે નાદનું માધ્યમ, એ સ્વામીજીએ કરીને બતાવ્યું છે અને વિશ્વના સૌથી મોટા સ્તર પર, આપણી આ મહાન પરંપરાને જાણકારોથી અજાણ્યા સુધી, કેમકે સામાન્ય માનવી ગીત અને સંગીતને ઓળખે છે પરંતુ તેના આધ્યાત્મિક રૂપને ઓળખવું અને તેને બ્રહ્મ સાથે જોડવું, એક અવિરત કાર્ય પૂજ્ય સ્વામીજી દ્વારા થયું છે. વિશ્વના અનેક સ્થળો પર થયું છે. મને પણ કેટલાક એવા સ્થળો પર જવાનો અવસર મળ્યો છે, પરંતુ મૂળ સ્થળ પર જવાનો આજે પહેલી વાર અવસર મળ્યો છે. તો મારા માટે સૌભાગ્ય છે.
હું સ્વામીજીને પ્રણામ કરું છું અને તેમની સમાજ-સેવા માટેની કામગીરી છે, જે કામ ચાલુ છે, તેને ભગવાન દત્તના આશીર્વાદ મળતા રહે અને ગરીબ થી ગરીબ, સામાન્ય થી સામાન્ય વ્યક્તિની સેવામાં આ શક્તિ કામ કરે. એ જ મારી પ્રાર્થના છે, ગુરુદેવ દત્ત !
J.Khunt/GP
I have come here for first time but I know of the traditions here well: PM @narendramodi at Avadhoota Datta Peetham https://t.co/rV904DVDmI
— PMO India (@PMOIndia) January 2, 2016
Am happy to know that Guruji returned from a visit to Gujarat and he visited Kutch: PM @narendramodi at Avadhoota Datta Peetham
— PMO India (@PMOIndia) January 2, 2016
Here, social work has been given a big impetus. Work of Saints, seers, Rishis has always been for the welfare of society: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 2, 2016
Saints, Seers, Rishis & Mutts have always enriched our society & contribute immensely to nation building. https://t.co/vFuQ4Y02yc
— Narendra Modi (@narendramodi) January 2, 2016