Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીને વિદેશી નેતાઓ માટેનું શ્રીલંકાનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું


શ્રીલંકાના રાષ્ટ્રપતિ, મહામહિમ અનુરા કુમારા દિસાનાયકે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા મિત્ર વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા, જે વિદેશી નેતાઓને આપવામાં આવતું દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય નેતા આ પુરસ્કાર પ્રાપ્ત કરી રહ્યા છે. ભારત-શ્રીલંકા મિત્રતાને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

2. ભારતના 1.4 અબજ લોકો વતી એવોર્ડ સ્વીકારતા, પ્રધાનમંત્રીએ આ સન્માન ભારત અને શ્રીલંકા વચ્ચેની ખાસ મિત્રતા અને બંને દેશોના લોકો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને સમર્પિત કર્યું.

AP/IJ/GP/JD