ક્રેમલિનના સેન્ટ એન્ડ્રુ હોલમાં એક વિશેષ સમારોહમાં, રશિયન ફેડરેશનના પ્રમુખ, મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિને રશિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ” પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારત-રશિયા સંબંધોને ઉત્તેજન આપવા માટે તેમના યોગદાન બદલ એનાયત કર્યો હતો. આ પુરસ્કારની જાહેરાત 2019માં કરવામાં આવી હતી.
એવોર્ડ સ્વીકારતી વખતે, પ્રધાનમંત્રીએ તેને ભારતના લોકો અને ભારત અને રશિયા વચ્ચેના પરંપરાગત મિત્રતાના બંધનોને સમર્પિત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માન્યતા બંને દેશો વચ્ચે વિશિષ્ટ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને પ્રકાશિત કરે છે.
આ એવોર્ડની સ્થાપના 300 વર્ષ પહેલા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આ પુરસ્કારથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય નેતા છે.
AP/GP/JD
Honoured to receive the Order of St. Andrew the Apostle. I dedicate it to the people of India. https://t.co/62BXBsg1Ii
— Narendra Modi (@narendramodi) July 9, 2024
Honoured to receive the The Order of Saint Andrew the Apostle. I thank the Russian Government for conferring the award.
— Narendra Modi (@narendramodi) July 9, 2024
This award is dedicated to my fellow 140 crore Indians. pic.twitter.com/hOHGDMSGC6
PM @narendramodi received the Order of St Andrew the Apostle, which is the highest civilian honour of the Russian Federation. pic.twitter.com/TkfUq89gig
— PMO India (@PMOIndia) July 9, 2024