આજે સ્ટેટ હાઉસમાં આયોજિત એક સમારંભમાં, કો-ઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ ઈરફાન અલીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરદર્શી રાજનીતિજ્ઞતા, વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોના અધિકારોની રક્ષા કરવા, વૈશ્વિક સમુદાય માટે અસાધારણ સેવા અને ભારત-ગુયાના સંબંધોને મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા માટે ગુયાનાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર “ધી ઓર્ડર ઓફ એક્સેલન્સ”થી સન્માનિત કરવામાં આવ્યા.
પુરસ્કાર સ્વીકારતી વખતે પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના લોકો અને બંને દેશોના લોકો વચ્ચેના ઊંડા ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની રાજ્ય મુલાકાત ભારત-ગુયાના મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે ભારતની નિરંતર પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થનાર ચોથા વિદેશી નેતા છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Sincerely thank President Dr. Irfaan Ali, for conferring upon me Guyana's highest honour, 'The Order of Excellence.' This is a recognition of the 140 crore people of India. https://t.co/SVzw5zqk1r
— Narendra Modi (@narendramodi) November 21, 2024