Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનુ રાષ્ટ્રજોગ સંબોધન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું.

આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દરેક દેશની સફરમાં એવી ક્ષણો આવે છે, જ્યારે તેને સૌથી વધુ ગર્વ થાય છે અને ભવિષ્યની પેઢીઓ પર તેની ઐતિહાસિક અસર થાય છે. આજે ભારત માટે આવી જ એક ક્ષણ છે. ભારતે સફળતાપૂર્વક એન્ટિ-સેટેલાઇટ (એએસએટી) મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. મિશન શક્તિની સફળતા પર સહુને અભિનંદન.

મિશન શક્તિ અતિ જટિલ અભિયાનોમાંનું એક હતું, જે નોંધપાત્ર સચોટતા સાથે અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું. આ ભારતની વિજ્ઞાન સાથે સંબંધિત ઉત્કૃષ્ટ ક્ષમતા દર્શાવે છે અને આપણા અંતરિક્ષ કાર્યક્રમોની સફળતા પ્રદર્શિત કરે છે.

મિશન શક્તિ વિશેષ છે, તેના2 કારણો છેઃ

1) ભારતઆપ્રકારનીવિશેષઅનેઆધુનિકક્ષમતાહાંસલકરનારવિશ્વનોફક્તચોથોદેશછે.

2) સંપૂર્ણ પ્રયાસ સ્વદેશી છે.

અંતરિક્ષ શક્તિનાં ક્ષેત્રમાં ભારતનું સ્થાન મોખરાનું છે! આમિશન ભારતને મજબૂત બનાવશે, વળી વધારે સુરક્ષિત પણ બનાવશે તેમજ શાંતિ અને સંવાદિતા પણ વધારશે.”

NP/J.Khunt/RP