Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું 19-02-2018ના રોજ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવ ખાતે સંબોધન

પ્રધાનમંત્રીનું 19-02-2018ના રોજ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવ ખાતે સંબોધન

પ્રધાનમંત્રીનું 19-02-2018ના રોજ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવ ખાતે સંબોધન

પ્રધાનમંત્રીનું 19-02-2018ના રોજ શ્રવણબેલગોલામાં બાહુબલી મહામસ્તકાભિષેક મહોત્સવ ખાતે સંબોધન


પરમ પૂજ્ય આચાર્ય મહારાજજી, સમસ્ત પૂજ્ય મુનિરાજજી, તેમજ પૂજ્ય ગણનીય માતાજી તથા સમસ્ત આચાર્ય માતાજી અને મંચ પર બિરાજમાન કર્ણાટકનાં રાજ્યપાલ શ્રીમાન વજુભાઈ વાળા, કેન્દ્રમાં મંત્રીપરિષદના મારા સાથી સદાનંદ ગૌડાજી, અનંતકુમારજી, પીયૂષ ગોયલજી, રાજ્યના મંત્રી શ્રી મંજૂજી, અહીંની વ્યવસ્થાપક સમિતના શ્રીમાન વાસ્ત્રીજી ચારુકે શ્રી ભટ્ટારકા સ્વામીજી, જિલ્લા પંચાયત હસનના અધ્યક્ષ શ્રીમતિ બી. એ. શ્વેતા દેવરાજજી, ધારાસભ્ય શ્રી એન. બાલકૃષ્ણાજી અને વિશાળ સંખ્યામાં પધારેલા, દેશના ખૂણે ખૂણેથી આવેલા દરેક શ્રદ્ધાળુઓ, માતાઓ, બહેનો અને ભાઈઓ.

આ મારું સૌભાગ્ય છે કે 12 વર્ષમાં એક વાર જે મહાપર્વ હોય છે, તે જ કાર્યકાળમાં પ્રધાનમંત્રીનાં રૂપમાં દેશની સેવા કરવાની મારી પાસે જવાબદારી છે અને એટલે જ પ્રધાનમંત્રીની જવાબદારી અંતર્ગત એજ કાળખંડમાં, મને આ પવિત્ર અવસર પર આપ સૌના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

શ્રવણબેલગોલા આવીને ભગવાન બાહુબલિ, મહામસ્તકાભિષેક, આ અવસરનું આજે અને આજે અહીં આટલા આચાર્ય ભગવંત, મુનિ અને માતાજીનાં એક સાથે દર્શન પ્રાપ્ત કરવા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, એ પોતાનામાં એક ખૂબ મોટું સૌભાગ્ય છે.

જ્યારે ભારત સરકારની પાસે કેટલાક પ્રસ્તાવ આવ્યા હતા, અહીં પર યાત્રિઓની સુવિધાને જોતા, જોકે કેટલીક વ્યવસ્થા એવી હોય છે કે આર્કિયોલોજી સર્વે ઑફ ડિપાર્ટમેન્ટને કેટલીક વસ્તુઓ જોવામાં ઘણી તકલીફ હોય છે. કેટલાક એવા કાયદા અને નિયમ બન્યા હોય છે, પરંતુ આ બધા ઉપરાંત પણ ભારત સરકાર અહીં આવનારા યાત્રિકોની સુવિધા માટે જેટલી પણ વ્યવસ્થામાં ભાગ લઈ શકે છે, જે-જે વ્યવસ્થા ઉભી કરવાની જરૂરીયાત પડે છે, તે દરેકમાં પૂર્ણ જવાબદારી સાથે પોતાનીજવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરાયો છે અને એ આપણા માટે ઘણા સંતોષની વાત છે.

આજે મને એક હોસ્પિટલનાં લોકાર્પણનો પણ અવસર મળ્યો છે. ઘણાં લોકોની માન્યતા છે કે આપણા દેશમાં ધાર્મિક પ્રવૃત્તિઓ તો ઘણી હોય છે પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ ઓછી હોય છે. આ સમજ યોગ્ય નથી. ભારતના સંત, મહંત, આચાર્ય, મુનિ, ભગવંત – સૌ કોઈ, જ્યાં છે, જે રૂપમાં છે, સમાજ માટે કંઈક ને કંઈ સારૂ કરવા માટે કાર્યરત રહે છે.

 

આજે પણ આપણી એવી મહાન સંત પરંપરા રહી છે કે 20-25 કિલોમીટરનુંઅંતર કાપતા જો કોઈ ભૂખ્યો માણસ છે તો આપણી સંત પરંપરાની વ્યવસ્થા છે, ક્યાંક ને ક્યાંક તેનું પેટ ભરવાની વ્યવસ્થા કોઈ ને કોઈ સંત દ્વારા ચાલતી રહે છે.

ઘણાં સામાજિક કાર્ય, શિક્ષણ ક્ષેત્રનાં કાર્ય, આરોગ્ય ક્ષેત્રનાં કાર્ય, લોકોને વ્યસનમુક્ત કરવાનું કાર્ય, આ અનેક પ્રવૃત્તિઓ આપણી આ મહાન પરંપરામાં આજે પણ આપણા ઋષિ-મુનિઓ દ્વારા એટલા જ અથાગ પ્રયત્નો સાથે ચલાવાઈ રહી છે.

આજે જ્યારે ગોમટેકસુદીથી હું નજર કરી રહ્યો હતો તે મને લાગ્યું કે તેને હું આજે તમારી સામે પ્રસ્તુત કરૂ. ગામટેકસુદીમાં જે પ્રકારનું બાહુબલિનું વર્ણન કરાયું છે, ગોમટેક, આ આખા સ્થળનું જે વર્ણન કરાયું છે –

अच्छायस्‍वच्‍छंजलकंतगण्‍डम, आबाहूदौरतमसुकन्‍नपासमं

गयेंदसिंधुजलबाहुदंडम, तमगोमटेशमपनणामिर्चम

અને આનો અર્થ થાય છે – જેનો દેહ આકાશ સમાન નિર્મળ છે, જેના બંને ગાલ જળ સમાન સ્વચ્છ છે, જેનાં કાનખભા સુધી લંબાયેલા છે, જેની બંને ભુજાઓ ગજરાજની સૂંઠ સમાન લાંબી અને સુંદર છે – એવા આ ગામટેશ સ્વામીને હું પ્રતિદિન પ્રણામ કરું છું.

પૂજ્ય સ્વામીજીએ મારા પર જેટલા આશીર્વાદ વરસાવી શકે છે, એટલા વરસાવ્યા છે, મારી માતાનું પણ સ્મરણ કરૂ છું. હું તેમનો ખૂબ ખૂબ આભારી છું, આ આશીર્વાદ આપવા માટે, દેશમાં સમય બદલાતા સમાજ – જીવનમાં બદલાવ લાવવાની પરંપરા, એ ભારતીય સમાજની વિશેષતા રહી છે. જે વસ્તુ કાલબાહ્ય છે, સમાજમાં જે કુરીતિઓ પ્રવેશ કરી જાય છે અને ક્યારેક ક્યારેક તેને આસ્થાનું રૂપ આપી દેવાય છે.

એ આપણું સૌભાગ્ય છે કે આપણી સમાજ વ્યવસ્થામાંથી આવા સિદ્ધ પુરુષો પેદા થાય છે, આવા સંત પુરુષો પેદા થાય છે, આવા મુનિઓ પેદા થાય છે, આવા આચાર્ય ભગવંત પેદા થાય છે, જે એ સમયે સમાજને યોગ્ય દિશા બતાવીને જેસમયથી ભિન્ન વસ્તુ છે તેને મુક્તિ આપીને સમયાનુકૂળ જીવન જીવવા માટે પ્રેરિત કરતા રહે છે.

દરેક 12 વર્ષમાં મળનારા આ એક પ્રકારના કુંભનો જ અવસર છે. અહીં સૌ મળીને સામાજિક ચિંતન કરે છે. સમાજને આગળ 12 વર્ષ માટે ક્યાં લઈ જવો છે, સમાજને હવે એ માર્ગ છોડીને આ માર્ગ પર ચાલવાનું છે, કેમ કે દેશના દરેક ખૂણેથી સંત, મુનિ, ભગવંત, આચાર્ય, સૌ માતાજી, પોતાનાં ક્ષેત્રનો અનુભવ લઈને આવે છે. ચિંતન-મનન થાય છે, વિચાર-વિમર્શ થાય છે અને તેમાંથી સમાજ માટે અમૃત રૂપ કેટલીક વસ્તુઓ આપણા લોકોને પ્રસાદનાં રૂપમાં પ્રાપ્ત થાય છે અને જેને આપણે લોકો જીવનમાં ઉતારવા માટે ભરપૂર પ્રયત્ન કરીએ છીએ.

આજે બદલાતા યુગમાં પણ અહીં એક હોસ્પિટલનાં લોકાર્પણ નો અવસર મળ્યો. આટલા મોટા અવસરની સાથે એક ખૂબ મોટું સામાજિક કાર્ય. તમે જોયું હશે આ બજેટમાં આપણી સરકારે એક ખૂબ મોટું પગલું ભર્યું છે.

આયુષ્યમાન ભારત – આ યોજના અંતર્ગત કોઈ પણ ગરીબ પરિવાર, તેમાં જો પરિવારમાં બીમારી આવે તો માત્ર એક વ્યક્તિ બિમાર નથી પડતી, એક પ્રકારથી એ પરિવારની બે-ત્રણ પેઢી બિમારી થઈ જાય છે. કેમ કે એટલો આર્થિક બોજ પડે છે કે બાળકો પણ ભરી નથી શકતા અને આખો પરિવાર બરબાદ થઈ જાય. એક બિમારી આખા પરિવારને ગુમાવી દે છે.

આવા સમયે સમાજ અને સરકાર, આપણા સૌની ફરજ બને છે કે આવા પરિવારને મુશ્કેલીનાં સમયે આપણે તેનો હાથ પકડીએ, તેમની ચિંતા કરીએ અને એટલે જ ભારત સરકારે આયુષ્માન ભારત યોજના અંતર્ગત પરિવારમાં કોઈ પણ બિમાર થઈ જાય, તો એક વર્ષમાં પાંચ લાખ રૂપિયા સુધીનો સારવાર ખર્ચ, દવાનો ખર્ચ, ઓપરેશનનો ખર્ચ, હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ, પાંચ લાખ રૂપિયા સુધીના ખર્ચની વ્યવસ્થા વીમાના માધ્યમથી ભારત સરકાર કરશે. આ આઝાદી બાદ ભારતમાં લેવાયેલું આ પગલું આખા વિશ્વમાં, આખી દુનિયામાં એટલું મોટી પગલું કોઈએ વિચાર્યું નહીં હોય, ન ક્યારેય કોઈ ભર્યું હશે, જે આ સરકારે ઉઠાવ્યું છે.

અને એ પણ ત્યારે સંભવ થશે કે જ્યારે આપણા શાસ્ત્રોએ, આપણા ઋષિઓએ, આપણા મુનિઓએ આપણને આજ ઉપદેશ આપ્યો –

सर्वेसुखेनाभवन्‍तु।सर्वेसन्‍तुनिरामया

અને એ સર્વે સન્તુ નિરામયા – આ સંકલ્પને પૂર્ણ કરવા માટે અમે એક પછી એક પગલા ઉઠાવી રહ્યા છીએ. મને આજે સૌ આચાર્યગણનો, સૌ મુનિવરનો, સૌ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો, પૂજ્ય સ્વામીજીનાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું.

હું ફરી એક વાર આ પવિત્ર અવસર પર આવીને પોતાની જાતને ધન્ય અનુભવું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ.

 

NP/J.Khunt/GP/RP