Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું સહાયક સચિવો (આઈએએસ, 2013 બેચ) સાથે સંવાદ કર્યાં પછીનું સંબોધન

પ્રધાનમંત્રીનું સહાયક સચિવો (આઈએએસ, 2013 બેચ) સાથે સંવાદ કર્યાં પછીનું સંબોધન

પ્રધાનમંત્રીનું સહાયક સચિવો (આઈએએસ, 2013 બેચ) સાથે સંવાદ કર્યાં પછીનું સંબોધન

પ્રધાનમંત્રીનું સહાયક સચિવો (આઈએએસ, 2013 બેચ) સાથે સંવાદ કર્યાં પછીનું સંબોધન

પ્રધાનમંત્રીનું સહાયક સચિવો (આઈએએસ, 2013 બેચ) સાથે સંવાદ કર્યાં પછીનું સંબોધન

પ્રધાનમંત્રીનું સહાયક સચિવો (આઈએએસ, 2013 બેચ) સાથે સંવાદ કર્યાં પછીનું સંબોધન


ઉપસ્થિત દરેક મહાનુભાવ અને મિત્રો,

જીવંત વ્યવસ્થા જો સમયને અનુકૂળ પરિવર્તનને સ્વીકાર નથી કરતી તો તેની જીવંતતા સમાપ્ત થઇ જાય છે. અને જે વ્યવસ્થા જીવંત ના હોય એ વ્યવસ્થા પોતાની રીતે આપમેળે એક બોજો બની જાય છે. અને એટલા માટે જ એ ખૂબ આવશ્યક હોય છે કે – જેવી રીતે વ્યક્તિને વિકાસની જરૂરત રહેતી હોય છે, વ્યવસ્થાઓને પણ વિકાસની આવશ્યકતા રહેતી હોય છે, સમયાનુકૂળ પરિવર્તનની આવશ્યકતા રહેતી હોય છે. કાળક્રમ સાથે સંકળાયેલી ચીજોથી મુક્તિ મેળવવું ખૂબ મોટું સાહસ લાગે છે. પરંતુ જો પ્રયોગ કરવામાં આવે , તેનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવામાં આવે તો, કેટલીક નવી બાબતોને સ્વીકાર કરવા માટેની મનોસ્થિતિ આપણે બનાવી જ લઇએ છીએ.

આજે અહીં બે પ્રકારના લોકો છે. એક એવા છે કે જેઓ જાનદાર છે, બીજા એવા છે કે જેઓ જવાની તૈયારીમાં છે. તેઓ રાહ જોતા હશે કે હવે 16માં તો જવાનું છે પછી શું કરીશું, 17માં જવાનું છે તો શું કરીશું. અને આપ લોકો વિચારતા હશો કે અહીંથી ગયા પછી જ્યાં પણ પોસ્ટીંગ થાય તો ત્યાં સૌથી પહેલા શું કરીશ અને ત્યાર પછી શું કરીશ, કેવી રીતે કરીશ. એટલે કે બન્ને એ પ્રકારના સમૂહો વચ્ચેનો આજનો આ અવસર છે.

જ્યારે આપ લોકો મસૂરીથી નિકળ્યા હશો ત્યારે તો બિલકુલ એક એવો મિજાજ હશે કે અરે વાહ હવે તો બધુ અમારી મુઠ્ઠીમાં જ છે અને પછી અચાનક જાણવા મળ્યું હશે કે નહીં નહીં ત્યાં નથી જવું અહીં થોડાક દિવસ… અને ખબર નહીં તમારા પર શું શું વિત્યું હશે. અને અહીંથી શું થશે સમય બતાવશે. પરંતુ આ વિચાર મારા મનમાં આવ્યો ત્યારે એક વિચાર એ હતો કે – અમે ઘણા સમય અગાઉ બાળપણમાં સાંભળતા રહેતા હતા કે કેટલાક લોકો પથ્થર પર કોતરવાનું કામ કરતા હતા અને કોઇએ જઇને પૂછ્યું જુદા જુદા લોકોથી, શું ભાઈ શું કરી રહ્યાં છો, તો કોઇએ કહ્યું – શું કરીએ ભાઈ, ગરીબના ઘરે પેદા થયા છીએ, પથ્થર ફોડી રહ્યાં છીએ અને ગુજરાન ચલાવીએ છીએ. બીજાની પાસે ગયા તો એણે કહ્યું હવે જુઓ ભાઈ અગાઉ તો ક્યાંક બીજે કામ કરતો હતો પરંતુ ત્યાં સારી રીતે આવક થતી નહોતી. હવે અહીં આવ્યો છું. જોઉં છું પથ્થર પર પોતાના ભવિષ્યની લાઇનો બની જાય તે માટે પ્રયાસ કરું છું.

ત્રીજાની પાસે ગયા તો એણે પણ એવું જ જોયું કે જુઓ ભઇ હવે કામ મળી ગયું છે, આવી રીતે જ શીખીએ છીએ, કરીએ છીએ. એકની પાસે જતા રહ્યાં તો તે ખૂબ ઉમંગથી કામ કરી રહ્યો હતો, કામ તો એક જ કરી રહ્યાં હતાં તેઓ બધા. એ પણ, તે જ કરી રહ્યા હતા જે અગાઉના ત્રણ જણા કરી રહ્યાં હતાં. તો તેણે કહ્યું કે નહીં નહીં એવું નથી, એ તો અમારા જીવનનો ખૂબ મોટું સૌભાગ્ય છે, એક ખૂબ ભવ્ય મંદિર બની રહ્યું છે અને હું તે માટે પથ્થર કોતરીને એ મંદિરની અંદરના ભાગને તૈયાર કરી રહ્યો છું.

કારણ કે એના મનમાં એ ભાવ હતો કે હું એક વિશાળ ભવ્ય મંદિરના કામનો એક હિસ્સો છું અને હું તરાશી રહ્યો છું, પથ્થરના એક ખૂણાને કોતરી રહ્યો છું. પરંતુ મારું અંતિમ પરિણામ એ ભવ્ય મંદિરના નિર્માણનું એક ભાગ છે. અને એ ભવ્ય મંદિરની કલ્પના એની થકાવટને દૂર કરી નાખે છે, તેને બોજારૂપ નથી લાગતું પથ્થર પર હથોડા મારવાનું.

ક્યારેક ક્યારેક આપણે ફિલ્ડમાં જઇએ છીએ. એક ખેડૂત કોઇ વાત લઇને આવે છે તો એનું કામ કરીએ છીએ. આપણને લાગે છે કે આપણે તે ખેડૂતનું કામ કરી આપ્યું છે. કોઇ ગામમાં ગયા, વીજળીની સમસ્યા છે તો વીજળીની સમસ્યા દૂર કરવાથી આપણને લાગે છે કે વીજળીની સમસ્યામાં કોઇ માર્ગ કાઢ્યો છે. પરંતુ અહીં ત્રણ મહિના આ પરિસ્થિતિમાં રહ્યાં પછી આપ જશો ત્યારે આપને લાગશે કે મેં જે ત્રણ મહિના દિલ્હીમાં વિતાવ્યા હતા, અને હિન્દુસ્તાનની જે શકલ-સૂરત બદલવાનું કામ છે હું તેમાંનો એક ભાગ બનીને, જે ધરતી પર હું છું ત્યાં હું કંઇક યોગદાન આપી રહ્યો છું. અને એટલા માટે મસૂરીથી નિકળીને ગયેલી વ્યક્તિએ કરેલું કામ તેને મળેલો સંતોષ અને દિલ્હીમાં બેસીને આખા ભારતના ભવિષ્યના નક્શાને જોઇને, પોતાના ક્ષેત્રમાં જઇને કામ કરવાનો પ્રયાસ એ બન્નેમાં ખૂબ મોટો તફાવત રહેલો છે. ખૂબ મોટો ફરક છે. જો આ અનુભવ ત્રણ મહિનામાં આવ્યો છે તો તમારી ત્યાં કામ કરવાની વિચારસરણીમાં બદલાવ આવશે.

જો તમે જે ક્ષેત્રમાં જશો તેની હેઠળ બે ગામડાં આવશે કે જ્યાં વીજળીનો થાંભલો પણ લાગેલો નહીં હોય. પરંતુ હવે જ્યારે જશો તો આપને લાગશે કે સારું સારું એ હિન્દુસ્તાનના 18 હજાર ગામ છે કે જ્યાં વીજળીનાં થાંભલા પણ લાગ્યા નહોતા એ બે ગામડાં મારે પૂરા કરવાના છે. હું વાર નહીં લગાડીશ હું પહેલા કામ પુરું કરી દઇશ. એટલે ઇન ટ્યૂન વિથ વિઝન, અમારું એક્શન રહેશે. અને એટલા માટે જ સમગ્રતયાને પુસ્તકોના માધ્યમથી નહીં, લેક્ચર દ્વારા નહીં, એકેડેમિક ડિસ્કશનના દ્વારા નહીં પ્રત્યક્ષ દરરોજના કામમાં કામ કરવાની સાથે સાથે જુદી જુદી રીતે શીખી શકાય તેમ છે. હવે આ પ્રયોગ નવો છે તો એ પણ વિકસિત થઇ રહ્યો છે. તો તમે જોયું હશે કે અગાઉ આવ્યા હશો તો બ્રિફિંગ આપવામાં આવ્યું હશે. વચ્ચે અચાનક એક વધુ કામ આવી ગયું હશે કે અરે ભઈ જુઓ જરાક આ પણ કરી આપો. કારણ કે આ વ્યવસ્થાને વિકસિત કરવી છે તો સૂચનો આવતા રહ્યાં અને જોડાતા ગયા.

મારી આપ સહુને વિનંતી છે કે એક ત્રણ મહિનાવાળો પ્રયોગ કેવો હોય, કેટલા સમય માટેનો હોય, તેમાં કેવી રીતે બદલાવ લાવી શકાય છે અને સારું કેવી રીતે બનાવી શકાય તેમ છે અથવા તેને કરી શકાય કે નહીં એ પણ થઇ શકે તેમ છે. આ ના કર્યું તો એનો કોઇ લાભ નથી. એવું શું કરી શકાય કે આ જે પ્રથમ બેચ છે જેને આ પ્રકારથી જોડાવાનો અવસર મળી શક્યો છે. જો તમે આ પ્રકારના સૂચન વિભાગને આપી શકશો. મને ડિપાર્ટમેન્ટ બતાવી રહ્યા હતા કે તેઓ નિયમિતપણે તમારી સાથે સંપર્કમાં રહીને વાતચીત કરતા હતા, તમારા અનુભવ અંગે જાણતા પૂછતા રહેતા હતા, બતાવતા હતા. તેમ છતાં જો આપને લાગે છે કે હાં. આ વ્યવસ્થાને વધારે પરિણામજનક બનાવવી છે, પ્રાણવાન બનાવવી છે તો કેવી રીતે બનાવી શકાય તે અંગે જો આપ લોકો સૂચન આપશો તો સારું રહેશે.

હવે તમે એક નવી જવાબદારી તરફ જઇ રહ્યાં છો. તમારા મનમાં બે પ્રકારની વાત હોઇ શકે છે. એક તો ઉત્સુકતા હશે કે – યાર, ઠીક છે પહેલી વખત જઇ રહ્યાં છીએ. સરકારી વ્યવસ્થામાં અગાઉ તો ક્યારેક રહ્યા નથી. જે જગ્યાએ જઇ રહ્યાં છીએ એ જગ્યા કેવી હશે, કામ કેવી રીતે થઇ શકશે અને બીજું કે મનમાં રહેતું હશે કે યાર કંઇક કરી બતાવવાનું છે. અને એ તમારા દરેકના મનમાં હશે આવું નથી કે નહીં હોય. કારણ કે દરેક વ્યક્તિને લાગે છે કે જીવનમાં જે પણ કામ મળે છે તેમાં સફળ થવાની ઇચ્છા દરેક વ્યક્તિને રહેતી હોય છે. પરંતુ સંકટ ત્યારે શરૂ થાય છે કે જ્યારે કોઇને લાગે છે કે હું જઇને કંઇક કરી દઇશ તો મોટાભાગના લોકોની કારકિર્દીનો પ્રારંભ સંઘર્ષમાં અટવાઇ જાય છે. તેમને ખબર હોતી નથી કે ભઇ તમે તો 22,28,25,30 વર્ષના છો પરંતુ ત્યાં બેસેલી વ્યક્તિ ત્યાં 35 વર્ષથી બેસી રહેલી છે. તમારી ઉંમરથી વધારે વર્ષવાળાઓ ત્યાં બેસેલા છે.

તમને લાગે છે કે હું મોટો આઈએએસ ઓફિસર બનીને આવ્યો છું પરંતુ એને લાગતું હશે કે તારા જેવા તો 15 આવીને ગયા છે મારા કાર્યકાળ દરમિયાન. અને આ અહમ સંઘર્ષથી શરૂઆત થાય છે. તમે સપનાંઓ લઇને ગયાં છો તે એક પરંપરાને લઇને જીવી રહ્યો છે. તમારાં સપનાંઓ તથા એમની પરંપરાઓ વચ્ચે ટકરાવ શરૂ થાય છે. અને એક પળ એવો પણ આવે છે કે જ્યારે સંઘર્ષમાં સમય વિતી જાય છે અથવા તમે પોતાના પુરુષાર્થથી પોતાની રીતે કોઇ એક વસ્તુ કરી નાખો છો. અને આપને લાગે છે કે જુઓ મેં કરી બતાવ્યું છે ને. અહીં બેસનારાઓને આવા અનુભવ થઇ ચૂક્યા હશે તમે એમની સાથે વાત કરશો તો જાણવા મળશે. એ જરુરી નથી કે અમે ત્યાં જઇને, કારણ કે આપના જીવનમાં 10 વર્ષથી વધારાનો સમય નથી કામ કરવા માટે. એવું માનીને ચાલીએ. 10 વર્ષથી વધારાનો સમય નથી. જે કંઇ પણ કરી શકવાના છો, જે કંઇ નવું શીખી શકવાના છો, જે પણ પ્રયોગ કરશો તે 10 વર્ષનો જ સાથ છે તમારી પાસે બાકી તો આપ છો, ફાઇલ છે અને કંઇજ નથી. પરંતુ આ 10 વર્ષ એવા નથી, તમારા 10 વર્ષ ફાઇલ નહીં પણ લાઇફ જોડે છે. અને એટલા માટે જે આ 10 વર્ષનો મેક્સિમમ ઉપયોગ કરશે તેમનો પાયો પણ એટલો જ મજબૂત બની શકશે. બાકી 20-25 વર્ષ સુધી એ ખૂબ યોગદાન આપી શકશે.

જો એ ધરતીની ચીજોથી રસ-કસ લઇને નથી આવ્યો કારણ કે સમય વીતવાની સાથે જ તે આ પાઇપલાઇનમાં આવ્યો છે તો સ્ટેશન સુધી પહોંચવાનું છે એને, તે પોતાની જાત પર પણ એક વખત તો બોજારૂપ બની જશે. પછી લાગશે કે ભઈ હવે શું કરીશું 20 વર્ષ જૂનો અફસર છે તો ક્યાં રાખશો, ચાલો યાર એ ડિપાર્ટમેન્ટમાં નાખી દઇએ હવે ડિપાર્ટમેન્ટનું નસીબ જાણે એને. પરંતુ જો આપણે કરી-કરીને આવ્યા છીએ, શીખીને આવ્યા છીએ, જીવ લગાવીને જોડાઈ ગયા છીએ, તમે જુઓ તમારી પાસે એટલી તાકત હશે ચીજોને જાણવા માટેની, સમજવા માટેની, તેને હેન્ડલ કરવા માટેની કારણ કે તમે પોતે જાતે કર્યું હશે. ક્યારેક ક્યારેક આવા અનુભવ પણ ખૂબ મોટી શક્તિ ધરાવે છે.

મને અહીંના મુખ્યમંત્રીએ એક ઘટના સંભળાવી હતી, તેઓ પોતાની કારકિર્દીમાં ખૂબ સામાન્ય રીતે નિકળ્યા હતા, તેઓ પણ પોલીસ વિભાગમાં નાની નોકરી કરતાં કરતાં આવ્યા હતા. જવાબદારીઓ ખૂબ હતી, મુખ્યમંત્રી બન્યા. તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન એક ખૂબ મોટા દિગ્ગજ નેતાના દીકરાનું અપહરણ થયું હતું અને ખૂબ મોટું તણાવ સર્જાયું હતું. કારણ કે જેમના દીકરાનું અપહરણ થયું હતું તેઓ બીજા રાજકીય પક્ષના હતા. હવે જે મુખ્યમંત્રી હતા તેઓ ત્રીજા પક્ષના હતા. હવે મીડિયાને તો મોજ જ મોજ હતી. પરંતુ તેમણે આ ભારે મશીનરીને મોબિલાઇઝ કર્યું. તેમણે એક સૂચના આપી, એ ખૂબ રસપ્રદ રહ્યું હતું.

તેમણે પોતાના ઇન્ટેલિજન્સવાળાઓને કહ્યું કે ભઇ તમે જુઓને જરા, દૂધ વેચનારાને મળો અને જુઓ કે ક્યાં દૂધની અચાનક જરૂરિયાત વધી છે. અગાઉ 500 ગ્રામ લેતા હતા તો હવે બે લીટર લઇ રહ્યાં છે ક્યાં છે જુઓ જરા. તેમણે આઇડેન્ટીફાઇ કર્યું કે કેટલાક હતા જ્યાં અચાનક જ દૂધ વધારે લેવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે એમની પર નજર રાખવામાં આવે અને આશ્ચર્યપુર્ણ, આ અપહરણ કરીને જે લોકો આવેલા હતા, તેઓ જ્યાં રોકાયેલા હતા ત્યાં જ દૂધ ખરીદવામાં આવતું હતું બે-ત્રણ લીટર અચાનક જ. એ એક વાતને લઇને તેમણે પોતાના આખા બાળપણનો એક , જવાનીનો એક જે પુલીસિંગનો અનુભવ હતો, મુખ્યમંત્રી બનવા પછી તે અનુભવ કામ લાગ્યો હતો તેમને. અને જે બાબત આખા વિભાગના મગજમાં નહોતી આવી તે બાબત એમના મગજમાં આવી હતી અને અપહરણ કરનારા બધા જ પકડાઈ ગયા હતા, બાળકને બચાવીને કાઢી લેવામાં આવ્યું હતું અને એક ખૂબ મોટા સંકટમાંથી બહાર નીકળી આવ્યા હતા. અરે કેવી રીતે થયું, તો પોતાના જીવનના પ્રારંભિક કાર્યકાળમાં કરવામાં આવેલા કામોના અનુભવથી થઇ શક્યું.

તમારા જીવનમાં તમે એ અવસ્થામાં છો. એટલો પસીનો વહેવડાવો જોઇએ, એટલો પસીનો વહાવો કે સાથીઓને લાગવું જોઇએ કે યાર આ મોટો અફસર એવો છે કે જાતે ખૂબ મહેનત કરે છે અને અન્યોને ક્યારેક કહેવું પડતું નથી. બધા લોકો દોડે છે. જો તમે કોઇ મોટો બોર્ડ લગાવશો કે સમયથી ઓફિસ આવવું જોઇએ. એની એટલી તાકત નથી કે તમે સમયથી અગાઉ પાંચ મિનિટ અગાઉ ત્યાં પહોંચી શકો, એની તાકત છે. તમે અફસરોને કહો કે સપ્તાહમાં એક દિવસ પ્રવાસે જવું જોઇએ, રાત્રે ગામડાંમાં જઇને રોકાવું જોઇએ, બે દિવસ રોકાવું જોઇએ. એમની તાકત નથી કે જ્યાં સુધી આપણે જઇને રોકાઇએ.

આપણા પૂર્વજોએ જે વ્યવસ્થાઓ વિકસિત કરી હશે તેઓ નકામી નહીં હોય – આવું માનીને ચાલવું જોઇએ. તેની પાછળ કોઇકને કોઇ તર્ક રહેલું હશે, કોઇકને કોઇક કારણ રહેલું હશે. મૂળભૂત વાતોનું પોતાનું એક સામર્થ્ય રહેલું હોય છે. આપણે તેને ધાર્મિકતાની રીતે અનુસરી શકીએ છીએ કે કેમ, ધાર્મિકતાથી અનુસરીએ પરંતુ તેની બુદ્ધિશક્તિને જોડીને તેમાં આઉટકમની દિશામાં આપણે પ્રયાસ કરીએ. જો આપણે કરી શકીશું તો આપણને લાગશે કે ખરેખર પરિણામ લાવી રહ્યાં છીએ. તમે લોકો જે છો તેઓ લગભગ 10 વર્ષમાં હિન્દુસ્તાનના એક પંચમાંશ – વન ફિફ્થ જિલ્લાઓને સંભાળનારા લોકો છો અહીં. આવનારા દસ વર્ષ હિન્દુસ્તાનના આ વન ફિફ્થ જિલ્લાઓનું ભાગ્ય બદલી નાખનારા છો. આપ કલ્પના કરી શકો છો કે દેશના વન ફિફ્થ જિલ્લાઓને જો આ ટીમ બદલી શકે તેમ છે તો હું નથી માનતો કે હિન્દુસ્તાને બદલવામાં કોઇ રૂકાવટ આવી શકે તેમ છે. તમારી પાસે વ્યવસ્થા છે તમારી પાસે નિર્ણય કરવાનો અધિકાર છે તમારી પાસે ટીમ છે રીસોર્સીસ છે.. શું નથી તમારી પાસે..બધું જ છે.

બીજું કે, ઓછામાં ઓછું સંઘર્ષ, કમ સે કમ થાય. એ તો હું નથી કહી શકતો કે ક્યારેય ક્યાંક આવું નહીં થઇ શકે. થોડું ઘણું તો થઇ શકે તેમ છે. પરંતુ ટીમ ફોર્મેશનની દિશામાં પ્રયાસ. જૂના અનુભવીઓને પૂછજો. જે જિલ્લામાં તમે લગાવવામાં આવશે શક્ય છે કે ત્યાં બેઠેલા કેટલાક લોકો એવા પણ હશે કે જે એ જિલ્લામાં કામ કરીને આવ્યા હશે, પોતાની કરિયરની શરૂઆતમાં. જો જરા શોધજો ને કે ભાઈ છેલ્લા 25 વર્ષમાં તમે જ્યાં ગયા છો ત્યાં અગાઉ કોણ કોણ અફસર આવીને ગયા છે. પત્ર લખજો એમને, સંપર્ક કરવાનો પ્રયાસ કરજો કે જ્યારે આપ આવ્યા હતા તો શું વિશેષતા રહેલી હતી, કેવી રીતે થયું હતું. તમને આખા 25 વર્ષનો ઇતિહાસ, ખૂબ સરળતાથી મળી જશે અને તમે કરી શકશો. તમે એક કોમ્યુનિટી સાથે જોડાઈ જશો અને ખૂબ લોકો હશે.

એક મનુષ્ય જીવન પણ ખૂબ મોટી વિશેષતા છે, તેનો લાભ પણ લઇ શકાય તેમ છે. વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે અને જ્યારે પેન્શન આવે છે ત્યારે તે પેન્શન બોદ્ધિક રૂપ જેવું હોય છે. આખું જ્ઞાન ઉભરીને પેન્શનની સાથે આવી જાય છે. અને તેઓ એટલી સલાહ સૂચનો આપે છે કે – આવું કરતાં તો સારું થાત, આવું કરત તો સારું રહેત. હવે આ ખોટું કરી રહ્યાં છે, મારો મત નથી. પોતાના સમયમાં જ ના કરી શકાયું પરંતુ તેમને એ ખબર હતી કે આવું કરવા જેવું હતું. હશે કંઇક કારણ રહ્યું હશે જેથી તેઓ કરી શક્યા નહીં. જો તમારી પાસે માધ્યમ હોય તો તેઓ ઇચ્છશે કે તમે આટલું પહેલા કરો. એટલા માટે જ તેમનો જે જ્ઞાન સંપૂર્ણ છે તે આપણને ઉપલબ્ધ થાય છે.

જો તમારા જે વિસ્તારમાં કામ કર્યું ત્યાં આઠ – દસ અફસર પાછલા 20-22 વર્ષથી નિકળ્યા હશે આજે જ્યાં પણ હશે ત્યાં સમય લઇને ફોન કરીને પત્ર લખીને મને આપનું માર્ગદર્શન જોઇએ છે. હું ત્યાં જઇ રહ્યો છું, તમે આટલા વર્ષ ત્યાં કામ કર્યું છે તો જરા બતાવો. તેઓ તમને લોકોના નામ બતાવશે, જુઓ એ ગામમાં જે એ બે લોકો છે તેઓ ખૂબ સારા લોકો હતા. ગમે ત્યારે કામ આવી શકે તેમ છે. શક્ય છે કે આજે તેમની ઉંમર વધી ગઇ હશે તેઓ કામ આવશે. તમને આ ક્વોલિટેટિવ એ સારો વારસો છે. તે સરકારી ફાઇલમાં નથી હોતો અને નહીં કે તમારી કચેરીમાં કોઇ હશે કે જે તમને આંગળી પકડીને ત્યાં લઇ જશે. તે અનુભવથી નિકળેલા લોકો પાસેથી મળે છે. શું આપણો એ પ્રયાસ રહેવો ના જોઇએ શું આપણે તેમાં કંઇક જોડીએ. આપણે એવું માનીને ચાલીએ કે સરકારની તાકતથી સમાજની તાકત ખૂબ વધારે હોય છે. સરકારને જે કામ કરવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે જો એ કામ માટે એક વખત સમાજ એકજૂથ થઇ જાય તો એ કામ એવી રીતે થઇ જાય છે ખબર પણ પડતી નથી. આપણા દેશનો સ્વભાવ રહેલો છે, કુદરતી આપતિઓ આવે છે. હવે સરકારી કચેરીમાં માની લો કે ફૂડ પેકેટ પહોંચાડવાના છે તો કેટલું પણ મેનેજમેન્ટ કરી લો – બજેટ ખર્ચ કરી દો બે હજાર પાંચ હજાર, પરંતુ સમાજને કહી દેશો કે ભાઈ જુઓ જરા ફૂડ પેકેટ પહોંચાડો, પૂર આવ્યું છે લોકો પરેશાન છે. તમે જોજો ફૂડ પેકેટને વહેંચવામાં આપણી તાકત ઓછી પડે એટલા લોકો મોકલી આપે છે. એ સમાજની શક્તિ હોય છે.

સરકાર અને સમાજ વચ્ચેની ખીણ – કોઇ એક રાજકારણી નથી ભરી શકતા. અને આપણે આપણો સ્વભાવ પણ બદલવાની જરૂર છે. આપણે ચૂંટાયેલી પાંખ દ્વારા જ સમાજ સાથે જોડાઇએ એ જરૂરી નથી. આપણી વ્યવસ્થાનો સીધો સંવાદ સમાજ સાથે હોવો જરૂરી છે. બીજી કમી આવે છે ક્યારેક ક્યારેક સ્થાપિત કેટલુંક તંત્ર હોય છે જેના થકી આપણે આવીએ છીએ તેનાથી વધારે લાભ થઇ શકતો નથી. કારણ કે તેની સ્થાપના થઇ ગઈ છે તેનો વિસ્તાર ફેલાવો પણ નિશ્ચિત થઇ ગયેલો હોય છે. આપણે સીધો સંવાદ કરીએ, નાગરિકોની સાથે સીધો સંવાદ કરીએ, તમે જુઓ કેટલી તાકત વધી જાય છે. એટલી મદદ મળશે જેની આપ લોકો કલ્પના પણ ના કરી શકો.

તમારા દરેક કામને એ કરી આપે છે. જો તમારે શિક્ષણમાં કામ લેવાનું છે તો તમે પોતાના સરકારી અધિકારીઓના માધ્યમથી જશો અથવા શિક્ષકો સાથે બેસી જશો એક વખત? હવે જુઓ તે પોતાની રીતે એક શક્તિમાં બદલાવ આવવો શરૂ થઇ જશે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણી જાતને આપણી કચેરીમાંથી બહાર કાઢી શકીએ છીએ, આપણે આપણી વ્યવસ્થાઓને કચેરીઓમાંથી બહાર કાઢીને પણ જોડી શકીએ તેમ છીએ. હવે આ અનુભવી અફસરોએ જે યોજના બનાવી હતી અને આપ લોકોને મેં જે સૂચન કર્યું છે સિન્હાજીને જુઓ જરાક તેમને જુઓ બરાબર એની ચર્ચા કરો તો શું ખામીઓ છે તે શોધી લાવો, હવે આપના પ્રેઝેન્ટેશનમાં એ બધી વાતો સામે આવી જશે. અને આપનો જેટલો અનુભવ હતો જે પરિસ્થિતિઓમાં તમે કામ કર્યું છે પોતાના સૂચન પણ આપ્યા છે. હું ઇચ્છીશ કે વિભાગના લોકો જરા તેને એક વખત ગંભીર બનીને યોગ્ય રીતે જુએ કે શું થઇ શકે તેમ છે. શક્ય છે કે દસમાંથી બે હશે પરંતુ થશે તો ખરું. આ પ્રક્રિયા, શું આપ આવી જ પ્રક્રિયા, શું આપ આ પરંપરા આપ જ્યાં પણ જશો એક જુદા જુદા સ્તરના જે એકદમ ફ્રેશ હોય, કોઇ પાંચ વર્ષનો અનુભવી તો કોઇ સાત વર્ષનો અનુભવી એમની સાથે એકાદ સમસ્યા જો એ વિસ્તારમાં નજરે આવે છે – મહત્વ આપો સમસ્યાને. અને જો તમને લાગતું હોય કે મને બે અઢી વર્ષ અહીં રહેવાનું છે તો એ સમસ્યાનો મારે સામનો કરવાનો છે. તેમને બેસાડો, કહો જુઓ ભાઈ જરા અભ્યાસ કરીને બતાવો. આપણે વાતચીત સુધી કેમ પહોંચી શકતા નથી. શું ઉપાય કરવામાં આવી શકે તેમ છે, કેવી રીતે સુધારી શકાય તેમ છે તમે મને સૂચન આપો. તમે જુઓ કેવી રીતે તેઓ તમારી ટીમનો એક ભાગ બની જશે. અને જે કામ કે અભ્યાસ માટે તમને છ મહિનાનો સમય લાગી શકે તેમ હતો તે કામ કે અભ્યાસને તેઓ એક સપ્તાહમાં કરી આપશે.

આપણી ટીમને જુદા જુદા સ્તરમાં કેવી રીતે તૈયાર કરી શકાય, વિસ્તરણ કેવી રીતે કરી શકાય. જો આપણે આપણા વ્યવસ્થાતંત્રમાં તેને અનુરૂપ નાજુકતા લાવી શકીએ તો જમે જુઓ કે કેટલું મોટું પરિવર્તન લાવી શકાય તેમ છે. તમારી જવાબદારી છે. હું આજે એ વાતોને કરવા નથી માગતો જેમ કે ભારત સરકારની એ યોજના છે કે તેને આ રીતે લાગૂ કરો, તેને પેલી રીતે લાગૂ કરો. એ સરકારી અફસરનો સ્વભાવ હોય છે કે જો ઉપરથી કાગળ આવે તો તેના માટે એ બાઇબલ બની જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક તેમાં તાકત ભરવા માટેની જવાબદારી વ્યક્તિ-વ્યક્તિએ રહેલી હોય છે. અને આપણે એ વાત કરીએ તો એ સારું પરિણામ આપી શકે તેમ છે.

ક્યારેક ક્યારેક આપણે જોઇએ છીએ કે ભઇ બે-ચાર બિમાર લોકો મળી જાય છે ત્યારે જાણ થાય છે કે શું થઇ રહ્યું છે, વાયરલ ચાલી રહ્યું છે. વાયરલ છે એના કારણે બીમાર છે. પરંતુ એ જ સમયે તેની સાથે સાથે આપણે જોઇએ છીએ કે વાયરલ થયા પછી પણ ઘણા લોકો બીમાર નથી પડ્યાં. બીમાર એટલા માટે નથી પડ્યા કે તેમની જે રોગ્પ્રતીકારાકતા છે તેમની અંદર જે જન્મ જાત શક્તિ છે તેને કારણે તેમને વાયરસ અસર કરતો નથી. શું આપણે જ્યાં જઇએ ત્યાં વાયરલ જે પણ હોય આળસનુ હોઇ શકે છે. વાયરલ ઉદાસિનતાનું હોઇ શકે છે, વાયરલ ભ્રષ્ટાચારનું હોઇ શકે છે, વાયરલ હશે. પરંતુ જો હું એક આવી શક્તિ લઇને જઇશ. આપમેળે વાયરલ હોવા છતાં પણ, એક દવાની ગોળી વાયરલ હોવા છતાં પણ ટકાવી શકે છે. પોતાની રીતે વાયરલ થયા પછી પણ એક દવાની ગોળી વાયરલ થયા છતાં પછી ટકાવી શકે તેમ છે. જો તમે જીવતી વ્યક્તિ એ વાયરસવાળી અવસ્થામાં પણ સ્થિતિને બદલી શકો તેમ છો. જો એક દવાની ગોળી આટલું પરિવર્તન લાવી શકે છે તો હું તો માણસ છું. હું કેમ ના લાવી શકું, રોવા બેસવાથી કંઇ પાર પડવાનું નથી.

પરંતુ તણાવ અને સંઘર્ષની સાથે સ્થિતિઓને બદલી શકાતી નથી. આપ લોકોને કેટલી સંખ્યામાં જોડી શકો છો એનાથી તમારી શક્તિમાં વધારો થાય છે તાકત વધી શકે છે. આપ ભલે ગમે તેટલો શક્તિશાળી અનુભવ કરાવો છો તેના એટલા પરિણામ મળતા નથી જેટલા પરિણામ લોકોને સાથે જોડવાથી મળી શકે તેમ છે. અને એટલા માટે આપ એ ક્ષેત્રમાં જઇ રહ્યાં છો જે જવાબદારીઓ નિભાવવા જઇ રહ્યાં છો..રાષ્ટ્રના જીવનમાં ક્યારેક ક્યારેક આવા અવસર પણ આવતા હોય છે કે જે આપણને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. આજે વૈશ્વિક પરિપેક્ષ્યમાં હું અનુભવ કરી શકું છું કે આ સમયગાળામાં એવી સુવર્ણ તકને ગુમાવવાનો ભારતને કોઇ અધિકાર નથી. નહીં કે સવા સો કરોડ દેશવાસીઓને આવી સુવર્ણ તકને ભારતને ગુમાવવાનો કોઇ અધિકાર છે, વ્યવસ્થાઓ સાથે સંકળાયેલા આપણને સહુને આ સુવર્ણ તકને ગુમાવવાનો કોઇ અધિકાર નથી. આવા અવસર વૈશ્વિક પરિવેશમાં ખૂબ ઓછા આવે છે જે આજે હું અનુભવ કરી રહ્યો છું. જે આવ્યું છે તે હાથથી નિકળવું ના જોઇએ. આવી તકનો ઉપયોગ ભારતને નવી ઉંચાઈઓએ લઇ જવા માટે આપણે શું કરી શકીએ. સ્થિતિઓનો આપણે કેવી રીતે લાભ લઇ શકીએ. અને આપણે જ્યાં છીએ, જેટલી જવાબદારી હોય જેટલી એની તાકત છે જો આપણે એનો પુરેપુરો ભરપૂર ઉપયોગ કરીશું અને નક્કી કરશું નહીં, નહીં મારે તો આગળ લઇ જવાનું છે. તમે જુઓ દેશ ચાલી પડશે. મારી આપ સહુને ખૂબ ખૂબ શુભકામના છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

J.Khunt