પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બરના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.
ગરીબોને મદદનો હાથ લંબાવાયો
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે લૉકડાઉન દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ખાદ્યચીજો ઉપલબ્ધ કરાવવી તે દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. લૉકડાઉનની જાહેરાત થઈ કે તરત જ સરકારે પીએમ ગરીબ કલ્યાણ યોજના અમલી બનાવી હતી, જેના હેઠળ ગરીબો માટે રૂા. 1.75 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.
તેમણે નોંધ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 20 કરોડ ગરીબ પરિવારોના જન ધન ખાતાંઓમાં રૂા. 31,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે, નવ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક એકાઉન્ટ્સમાં રૂા. 18,000 કરોડ ટ્રાન્સફર કરાયાં છે અને પીએમ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન માટે રૂા. 50,000 કરોડ ખર્ચવામાં આવી રહ્યાં છે, જેના હેઠળ રોજગારની તકો ઉપલબ્ધ કરવાનું શરૂ કરાયું છે.
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવાઈ
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ત્રણ મહિના સુધી 80 કરોડથી વધુ લોકોને વિના મૂલ્યે રૅશન આપવાનો એટલે કે પરિવારના પ્રત્યેક સભ્યને વિના મૂલ્યે પાંચ કિલો ચોખા / ઘઉં તેમજ પ્રત્યેક પરિવાર દીઠ એક કિલો કઠોળ આપવાના અસાધારણ નિર્ણયની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. જે લોકોને વિના મૂલ્યે રૅશન ઉપલબ્ધ કરાવાયું છે, તેમની સંખ્યા અનેક મોટા દેશોની વસ્તીના કેટલાક ગણી છે.
પ્રધાનમંત્રીએ એ પણ નોંધ્યું કે વરસાદની મોસમ શરૂ થવાને કારણે કૃષિ ક્ષેત્રે મોટા ભાગનાં કામ શરૂ થયાં છે. ઉપરાંત, ગુરુ પૂર્ણિમા, રક્ષાબંધન, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ઓણમ, દશેરા, દિવાળી, છઠ પૂજા વગેરે સહિત એક પછી એક કેટલાક તહેવારો પણ આવી રહ્યા છે. તેમણે જાહેર કર્યું કે આ સમયે લોકોની જરૂરિયાત તેમજ ખર્ચ વધી જતા હોવાની બાબત ધ્યાનમાં રાખીને સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજના દિવાળી અને છઠ પૂજા સુધી લંબાવી છે, એટલે કે યોજના જુલાઈથી માંડીને નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. આ પાંચ મહિનાના ગાળામાં 80 કરોડથી વધુ લોકોને દર મહિને વિના મૂલ્યે પાંચ કિલો ઘઉં / ચોખા આપવામાં આવશે. દર મહિને પરિવારના દરેક સભ્યને વિના મૂલ્યે પાંચ કિલો ચોખા / ઘઉંની સાથે સાથે પરિવાર દીઠ વિના મૂલ્યે એક કિલો આખા ચણા પણ આપવામાં આવશે.
આ યોજના લંબાવવા માટે સરકાર રૂા. 90,000 કરોડથી વધુ ખર્ચ કરશે, તેમ જણાવતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે જો પાછલા ત્રણ મહિનામાં ખર્ચ કરાયેલી રકમને આની સાથે જોડવામાં આવે તો યોજના પાછળ કુલ લગભગ રૂા. 1.5 લાખ કરોડનો ખર્ચ થશે. સરકાર માટે અનાજ ખરીદીને વિનામૂલ્યે વિતરણ સંભવ બન્યું છે, તે માટેનું શ્રેય તેમણે કઠોર પરિશ્રમ કરતા ખેડૂતો અને પ્રામાણિક કરદાતાઓને આપીને તેમનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે દેશ વન નેશન, વન રૅશન કાર્ડ ની વ્યવસ્થા તરફ આગળ ધપી રહ્યો છે, જેનાથી કામકાજની શોધમાં અન્ય રાજ્યોમાં મુસાફરી કરી રહેલા ગરીબ લોકોને અસાધારણ લાભ થશે.
અનલોક 2માં સુરક્ષિત રહેવા અનુરોધ
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોરોનાવાયરસ સામેનો જંગ અનલોક-2માં પ્રવેશી રહ્યો છે, તે સમયે આબોહવા કેટલીક બીમારીઓમાં પરિણમે તેવી છે. તેમણે દરેકને પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવા જણાવ્યું. તેમણે કહ્યું કે લૉકડાઉન જેવા સમયસરના નિર્ણયોને કારણે લાખો લોકોનાં જીવન બચાવી શકાયાં છે અને દેશમાં મૃત્યુ દર વિશ્વના અન્ય દેશોની તુલનાએ અત્યંત નીચો નોંધાયો છે. જોકે, અનલોક -1માં બેજવાબદારી અને લાપરવાહીભર્યું વર્તન વધ્યું છે. તેમણે જણાવ્યું કે અગાઉ લોકો માસ્કના ઉપયોગ, દિવસમાં અનેકવાર 20 સેકન્ડથી વધુ હાથ ધોવા અને દો ગજદૂરી જાળવવા બાબતે વધુ સાવધ હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વધુને વધુ સાવચેત રહેવું આવશ્યક છે, લાપરવાહી વધી હોવાની બાબત ચિંતાનું કારણ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાસ કરીને કન્ટેઇન્મેન્ટ ઝોન્સમાં લૉકડાઉન દરમિયાન જેટલી ગંભીરતાથી નિયમનોનું પાલન કર્યું, એટલી જ ગંભીરતાથી પાલન કરવાની જરૂર છે. જે લોકો આવા નિયમો અને નિયમનોનું પાલન કરતા નથી, તેમનામાં જાગૃતિ ફેલાવવા તેમણે લોકોને આહ્વાન કર્યું અને એક દેશના પ્રધાનમંત્રીને જાહેર સ્થળે માસ્ક નહીં પહેરવા બદલ રૂા. 13,000 દંડ ભરવો પડ્યો, તેનું ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે ભારતમાં સ્થાનિક પ્રશાસને આવી જ તત્પરતા સાથે કાર્યરત બનવાની જરૂર છે અને પ્રધાનમંત્રી સહિત કોઈ પણ કાયદાના નિયમથી ઉપર – બાકાત નથી.
આગળનો માર્ગ
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આગામી સમયમાં સરકાર ગરીબો તેમજ જરૂરિયાત વાળા લોકોને સક્ષમ બનાવવાનાં વધુ પગલાં લેવાનું ચાલુ રાખશે. આર્થિક પ્રવૃત્તિઓ પણ આવશ્યક સાવધાનીઓ સાથે વધશે. તેમણે આત્મનિર્ભર ભારત માટે કામ કરવા અને સ્થાનિક લોકો માટે અવાજ ઉઠાવવાના સંકલ્પને પુનઃ દોહરાવ્યો હતો અને લોકોને સાવચેત રહેવા, માસ્ક / ચહેરા ઉપર આવરણનો ઉપયોગ કરવા તેમજ દો ગજ દૂરી જાળવી રાખવાના મંત્રને અનુસરવાનું ચાલુ રાખવા અપીલ કરી હતી.
GP/DS
Watch Live! https://t.co/y44gKCLjLJ
— PMO India (@PMOIndia) June 30, 2020
कोरोना वैश्विक महामारी के खिलाफ लड़ते हुए अब हम Unlock-Two में प्रवेश कर रहे हैं। और हम उस मौसम में भी प्रवेश कर रहे हैं जहां सर्दी-जुखाम, खांसी-बुखार ये सारे न जाने क्या क्या होता है , के मामले बढ़ जाते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
साथियों, ये बात सही है कि अगर कोरोना से होने वाली मृत्यु दर को देखें तो दुनिया के अनेक देशों की तुलना में भारत संभली हुई स्थिति में है। समय पर किए गए लॉकडाउन और अन्य फैसलों ने भारत में लाखों लोगों का जीवन बचाया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
जब से देश में Unlock-One हुआ है, व्यक्तिगत और सामाजिक व्यवहार में लापरवाही भी बढती ही चली जा रही है । पहले हम मास्क को लेकर, दो गज की दूरी को लेकर, 20 सेकेंड तक दिन में कई बार हाथ धोने को लेकर बहुत सतर्क थे: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
लॉकडाउन के दौरान बहुत गंभीरता से नियमों का पालन किया गया था।अब सरकारों को, स्थानीय निकाय की संस्थाओं को, देश के नागरिकों को, फिर से उसी तरह की सतर्कता दिखाने की जरूरत है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
विशेषकर कन्टेनमेंट जोंस पर हमें बहुत ध्यान देना होगा।जो भी लोग नियमों का पालन नहीं कर रहे, हमें उन्हें टोकना होगा, रोकना होगा और समझाना भी होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
लॉकडाउन के दौरान देश की सर्वोच्च प्राथमिकता रही कि ऐसी स्थिति न आए कि किसी गरीब के घर में चूल्हा न जले। केंद्र सरकार हो, राज्य सरकारें हों, सिविल सोसायटी के लोग हों, सभी ने पूरा प्रयास किया कि इतने बड़े देश में हमारा कोई गरीब भाई-बहन भूखा न सोए: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
देश हो या व्यक्ति, समय पर फैसले लेने से, संवेदनशीलता से फैसले लेने से, किसी भी संकट का मुकाबला करने की शक्ति बढ़ जाती है। इसलिए, लॉकडाउन होते ही सरकार, प्रधानमंत्री गरीब कल्याण योजना लेकर आई: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
बीते तीन महीनों में 20 करोड़ गरीब परिवारों के जनधन खातों में सीधे 31 हजार करोड़ रुपए जमा करवाए गए हैं। इस दौरान 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में 18 हजार करोड़ रुपए जमा हुए हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
एक और बड़ी बात है जिसने दुनिया को भी हैरान किया है, आश्चर्य में डुबो दिया है। वो ये कि कोरोना से लड़ते हुए भारत में, 80 करोड़ से ज्यादा लोगों को 3 महीने का राशन, यानि परिवार के हर सदस्य को 5 किलो गेहूं या चावल मुफ्त दिया गया: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
एक तरह से देखें तो, अमेरिका की कुल जनसंख्या से ढाई गुना अधिक लोगों को, ब्रिटेन की जनसंख्या से 12 गुना अधिक लोगों को, और यूरोपियन यूनियन की आबादी से लगभग दोगुने से ज्यादा लोगों को हमारी सरकार ने मुफ्त अनाज दिया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
साथियों, हमारे यहां वर्षा ऋतु के दौरान और उसके बाद मुख्य तौर पर एग्रीकल्चर सेक्टर में ही ज्यादा काम होता है। अन्य दूसरे सेक्टरों में थोड़ी सुस्ती रहती है। जुलाई से धीरे-धीरे त्योहारों का भी माहौल बनने लगता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
त्योहारों का ये समय, जरूरतें भी बढ़ाता है, खर्चे भी बढ़ाता है। इन सभी बातों को ध्यान में रखते हुए ये फैसला लिया गया है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना का विस्तार अब दीवाली और छठ पूजा तक, यानि नवंबर महीने के आखिर तक कर दिया जाए: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के इस विस्तार में 90 हजार करोड़ रुपए से ज्यादा खर्च होंगे। अगर इसमें पिछले तीन महीने का खर्च भी जोड़ दें तो ये करीब-करीब डेढ़ लाख करोड़ रुपए हो जाता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
अब पूरे भारत के लिए एक राशन-कार्ड की व्यवस्था भी हो रही है यानि एक राष्ट्र, एक राशन कार्ड ‘one nation one ration card’। इसका सबसे बड़ा लाभ उन गरीब साथियों को मिलेगा, जो रोज़गार या दूसरी आवश्यकताओं के लिए अपना गाँव छोड़कर के कहीं और जाते हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
आज गरीब को, ज़रूरतमंद को, सरकार अगर मुफ्त अनाज दे पा रही है तो इसका श्रेय दो वर्गों को जाता है। पहला- हमारे देश के मेहनती किसान, हमारे अन्नदाता। और दूसरा- हमारे देश के ईमानदार टैक्सपेयर: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
आपने ईमानदारी से टैक्स भरा है, अपना दायित्व निभाया है, इसलिए आज देश का गरीब, इतने बड़े संकट से मुकाबला कर पा रहा है।मैं आज हर गरीब के साथ ही, देश के हर किसान, हर टैक्सपेयर का ह्रदय से बहुत बहुत अभिनंदन करता हूं, उन्हें नमन करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
हम सारी एहतियात बरतते हुए Economic Activities को और आगे बढ़ाएंगे। हम आत्मनिर्भर भारत के लिए दिन रात एक करेंगे। हम सब ‘लोकल के लिए वोकल’ होंगे। इसी संकल्प के साथ हम 130 करोड़ देशवासियों को मिलजुल कर के, संकल्प के साथ काम भी करना है, आगे भी बढ़ना है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020
फिर से एक बार मैं आप सब से प्रार्थना करता हूँ, आपके लिए भी प्रार्थना करता हूँ, आपसे आग्रह भी करता हूँ , आप सभी स्वस्थ रहिए, दो गज की दूरी का पालन करते रहिए, गमछा , फेस कवर, मास्क ये हमेशा उपयोग कीजिये, कोई लापरवाही मत बरतिए: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 30, 2020