પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિજીમાં શ્રી શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ફિજીના પ્રધાનમંત્રીઅને ફિજીના લોકોનો હોસ્પિટલ માટે આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હોસ્પિટલ એ બંને દેશો વચ્ચેના સંબંધોનું પ્રતીક છે, જે ભારત અને ફિજીની સહિયારી યાત્રાનો બીજો અધ્યાય છે. ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલ માત્ર ફિજીમાં જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ પેસિફિક પ્રદેશમાં તેની એક પ્રકારની હોસ્પિટલ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “જે પ્રદેશ માટે, જ્યાં હૃદય સંબંધિત રોગો મુખ્ય પડકાર છે, આ હોસ્પિટલ હજારો બાળકોને નવું જીવન આપવાનો માર્ગ બની રહેશે.” તેમણે એ વાતનો પણ સંતોષ વ્યક્ત કર્યો હતો કે માત્ર બાળકોની વિશ્વ કક્ષાની સારવાર જ નહીં પરંતુ તમામ સર્જરીઓ વિનામૂલ્યે કરવામાં આવશે અને તે માટે તેમણે સાઈ પ્રેમ ફાઉન્ડેશન, ફિજી, ફિજી સરકાર અને શ્રી સત્ય સાંઈ સંજીવિની ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ ઓફ ઈન્ડિયાની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ બ્રહ્મલીન શ્રી સત્ય સાંઈ બાબાને નમન કર્યા જેમની માનવ સેવાનો છોડ એક વિશાળ વટવૃક્ષ બનીને સમગ્ર માનવતાની સેવા કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે “શ્રી સત્ય સાઈ બાબાએ આધ્યાત્મિકતાને ધાર્મિક વિધિઓમાંથી મુક્ત કરી અને તેને લોકોના કલ્યાણ સાથે જોડી દીધી. શિક્ષણ, આરોગ્ય, ગરીબો અને વંચિતો માટેનું તેમનું કાર્ય આજે પણ આપણને પ્રેરણા આપે છે. શ્રી મોદીએ ગુજરાતના ભૂકંપ સમયે સાંઈ ભક્તોની સેવાઓને પણ યાદ કરી. પ્રધાનમંત્રીએકહ્યું કે “હું મારું સૌભાગ્ય માનું છું કે મને સત્ય સાંઈ બાબાના સતત આશીર્વાદ મળ્યા અને આજે પણ મેળવી રહ્યો છું.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ફિજી સંબંધનો સહિયારો વારસો માનવતાની સેવાની ભાવના પર આધારિત છે. ભારત આ મૂલ્યોના આધારે રોગચાળા દરમિયાન તેની જવાબદારીઓ પૂર્ણ કરી શકી છે કારણ કે અમે 150 દેશોને દવાઓ અને લગભગ 100 દેશોને અંદાજે 100 મિલિયન રસી આપી શ્કયા છીએ. ફિજીને આવા પ્રયાસોમાં હંમેશા પ્રાથમિકતા આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના સંબંધોના ઊંડાણ પર ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે વિશાળ મહાસાગર બંને દેશોને અલગ કરતો હોવા છતાં, આપણી સંસ્કૃતિએ આપણને જોડાયેલા રાખ્યા છે અને આપણા સંબંધો પરસ્પર આદર અને મજબૂત લોકોના સંબંધો પર આધારિત છે. તેમણે ફીજીના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે ભારતને તકો મળવાના વિશેષાધિકારનો સ્વીકાર કર્યો.
પ્રધાનમંત્રી મોદીએ ફિજીના પ્રધાનમંત્રી ફ્રેન્ક બૈનીમારમાને આજે તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેમના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
My remarks at inauguration of children’s heart hospital in Fiji. https://t.co/ThQKuyNZz2
— Narendra Modi (@narendramodi) April 27, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
My remarks at inauguration of children's heart hospital in Fiji. https://t.co/ThQKuyNZz2
— Narendra Modi (@narendramodi) April 27, 2022