Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 અંગે મહત્વનું નિવેદન


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાતરી આપી હતી કે નાગરિકતા સંશોધન કાયદો ભારતના કોઈપણ ધર્મના કોઈપણ નાગરિકને અસર કરતો નથી. આ અંગે ટ્વીટ કરતાં તેમણે જણાવ્યુ હતું કે,

નાગરિકતા સંશોધન અધિનિયમનો હિંસક વિરોધ દુર્ભાગ્યપૂર્ણ અને ઘણો દૂખદાયક છે. ચર્ચા અને મતભેદ લોકશાહીના આવશ્યક ભાગો છે, પરંતુ, જાહેર સંપત્તિને નુકસાન કરવું અને સામાન્ય જન-જીવનમાં વિક્ષેપ લાવવો એ આપણી નૈતિકતા નથી.

નાગરિકતા સંશોધન અધિનિયમ, 2019ને સંસદના બંને ગૃહો દ્વારા જબરદસ્ત સમર્થન સાથે પસાર કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને સાંસદોએ તેને સમર્થન આપ્યું હતું. આ કાયદો ભારતની સદીઓ જૂની સ્વીકૃતિ, સંવાદિતા, કરુણા અને ભાઈચારાની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે.

હું મારા સાથી ભારતીયોને સ્પષ્ટપણે ખાતરી આપવા માગું છું કે CAA કોઈ પણ ધર્મના ભારતીય નાગરિકને અસર કરતું નથી. આ કાયદા અંગે કોઈ પણ ભારતીયએ ચિંતા કરવાની જરૂર નથી. આ કાયદો ફક્ત એ જ લોકો માટે છે જેમણે બહારની ભૂમિ પર વર્ષોથી જુલમ સહન કર્યો છે અને તેમની પાસે ભારત સિવાય બીજું કોઈ આશ્રય સ્થળ નથી.

સમયની જરૂરિયાત એ છે કે આપણે ભારતના વિકાસ માટે અને ખાસ કરીને ગરીબ, દબાયેલા અને પછાત લોકોના સશક્તીકરણ માટે સાથે મળીને કામ કરવું જોઈએ.

પરિસ્થિતિનો લાભ લેનાર જૂથોને તેમજ વિભાજીત કરનારા અને ખલેલ પહોંચાડવનાર ને અમે કોઈ મોકો આપવા તૈયાર નથી.

આ સમય શાંતિ, એકતા અને ભાઈચારો જાળવવાનો છે. દરેકને અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવાઓ અને ખોટી વાતોથી દૂર રહો.”

 

NP/RP/DS