Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું ચીનની યાત્રા પહેલા નિવેદન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 થી 28 એપ્રિલ, 2018ના રોજ વુહાન, ચીનની યાત્રા કરશે. ચીન પ્રવાસના પ્રસ્થાન પહેલા પ્રધાનમંત્રીએ નીચે મુજબ નિવેદન આપ્યું હતું.

“હું પીપલ્સ રિપ્લિક ઑફ ચાઈનાના પ્રમુખ મહામહિમ શ્રી શી જીંગપિંગ સાથે એક અનૌપચારિક સંમેલન માટે 27-28 એપ્રિલ, 2018 દરમિયાન ચીનના વુહાનની યાત્રા કરીશ.

પ્રમુખ શી અને હું દ્વિપક્ષીય અને વૈશ્વિકસ્તરના મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું. અમે રાષ્ટ્રીય વિકાસ માટે ખાસ કરીને વર્તમાન અને ભવિષ્યની આંતરરાષ્ટ્રીય સ્થિતિના સંદર્ભમાં અમારા સંબંધિત દ્રષ્ટિકોણ અને પ્રાથમિકતાઓ પર ચર્ચા કરીશું.

અમે વ્યૂહાત્મક અને દીર્ઘકાલિન દ્રષ્ટિકોણથી ભારત – ચીનના સંબંધોના વિકાસની પણ સમીક્ષા કરીશું.”

NP/J.Khunt/GP/RP