Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રીનું કોલંબોમાં આગમન, સીમા મલાકા મંદિરની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કોલંબો આવી પહોંચ્યા હતા. વિમાન મથકે તેમનું સ્વાગત શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રી રાનીલ વિક્રમસિંઘે અને અન્ય વરિષ્ઠ મંત્રીઓએ કર્યું હતું.

બંને પ્રધાનમંત્રીઓ ત્યાર બાદ સીમા મલાકા મંદિરે આવી પહોંચ્યા હતા. ત્યાં મંદિરના મુખ્ય સાધુએ તેમનું અને અન્ય મહાનુભવોનું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ મંદિરમાં નૈવેધ ધરાવવાની વેદી ઉપર પૂષ્પો અર્પિત કર્યાં હતા. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘે બંનેએ સાથે વેસાક ડેની પૂર્વ સંધ્યાએ દિપ પ્રાગટ્ય માટે સ્વીચ દબાવી હતી અને તુરત જ તેજસ્વી બહૂરંગી પ્રકાશ ઝળહળી ઉઠયો હતો અને આતશબાજી શરૂ થઈ હતી.

AP/J.Khunt/TR/GP