પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતર રાજ્ય પરિષદની આજની બેઠકમાં વિચાર-વિમર્શ કરાયેલા વિભિન્ન કાર્યસૂચી વિષયો પર વ્યક્ત વિચારો અને સુચનો માટે તમામ મુખ્યમંત્રીઓ અને ઉપ રાજ્યપાલોને અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ પુંછી આયોગની ભલામણો પર બોલતા કહ્યું કે આજનો વિચાર-વિમર્શ
એક સારી શરૂઆતનું પ્રતિક છે. તેમણે કહ્યું કે આ વિષયો પર વિચાર-વિમર્શ હજુ પણ જારી રહેશે અને જેવી જ ભલામણો પર સર્વ સહમતી બનશે, ક્રિયાન્વયનની પ્રક્રિયા પ્રારંભ થઈ જશે.
પ્રધાનમંત્રીએ સુશાસન અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવાના માધ્યમના રૂપે આધારની લગભગ પૂર્ણ સ્વીકાર્યતા પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આધારના પરિણામ સ્વરૂપે દેશના ખજાનામાં ઉલ્લેખનીય બચત થઈ છે. તેમણે કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને અર્જિત થયેલી બચતોની માત્રાને લઈને રાજ્યો પાસેથી આંકડા એકત્રિત કરવા કહ્યું. તેમણે કહ્યું કે હવે તમામ પોસ્ટ ઓફિસોને પેમેન્ટ બેંકોના રૂપે માન્યતા આપી દેવાઈ છે અને આ પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણને ક્રિયાન્વિત કરવામાં ખૂબજ મદદરૂપ સાબિત થશે.
પ્રધાનમંત્રીએ શિક્ષણને લઈને કહ્યું કે માત્ર શિક્ષણનો વિસ્તાર જ પર્યાપ્ત નથી પરંતુ ફોક્સ ગુણવત્તા પર હોવું જોઈએ. તેમણે કહ્યું કે શિક્ષણમાં ગુણવત્તાની કમી પ્રૈદ્યાગિકીના માધ્યમથી પૂરી કરી શકાય એમ છે.
કાયદો અને વ્યવસ્થા પર બોલતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આજે વિશ્વભરમાં જે કંઈ થઈ રહ્યું છે, ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારો તેની અવગણના ન કરી શકે. આ મુદ્દા પર તેમણે તમામ સંબંધિત લોકોને રાજકારણને અળગું રાખીને રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી રાખવાનો આગ્રહ કર્યો. તેમણે વિગતમાં એક ત્રણ દિવસીય સમ્મેલન દરમિયાન રાજ્ય પોલીસ મહાનિદેશકોની સાથે પોતાની મુલાકાતનું સ્મરણ કર્યું અને તમામ મુખ્યમંત્રીઓને એ વિચાર-વિમર્શોને ક્રિયાન્વિત કરવા કહ્યું કે જેના પર સમ્મેલન દરમિયાન ચર્ચા થઈ હતી. તેમણે પોલીસ દળોની એક પ્રગટ ઉપસ્થિતિ જળવી રાખવા પર જોર આપ્યું અને અપરાધને ઓછા કરવામાં એક સારા સીસીટીવી નેટવર્કના મહત્ત્વને રેખાંકિત કર્યું. તેમણે કહ્યું કે ખાનગી રૂપે સ્થાપિત સીસીટીવી પણ આ બાબતે અત્યંત ઉપયોગી છે. તેમણે ગેર કાનૂની ગતિવિધિઓ પર અંકુશ લગાવવામાં આંતર-રાજ્ય સમન્વયના મહત્ત્વને પણ રેખાંકિત કર્યું.
નિષ્કર્ષના રૂપે પ્રધાનમંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રીઓ અને ઉપ રાજ્યપાલો દ્વારા અપાયેલા તમામ સુઝાવોની સાવચેતીપૂર્વક તપાસ કરવામાં આવશે.
TR