પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ H.E. શ્રી જોકો વિડોડોના આમંત્રણ પર 17મી G20 સમિટમાં ભાગ લેવા 14-16 નવેમ્બર દરમિયાન બાલી, ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે..
બાલી સમિટ દરમિયાન, G20 નેતાઓ “સાથે પુનઃપ્રાપ્ત કરો, મજબૂત પુનઃપ્રાપ્ત કરો” ની સમિટ થીમ હેઠળ વૈશ્વિક ચિંતાના મુખ્ય મુદ્દાઓ પર વ્યાપકપણે ચર્ચા કરશે. G20 સમિટના કાર્યસૂચિના ભાગ રૂપે ત્રણ કાર્યકારી સત્રો યોજાશે – ખોરાક અને ઊર્જા સુરક્ષા; આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન.
સમિટના સમાપન સત્રમાં, રાષ્ટ્રપતિ વિડોડો પ્રતીકાત્મક રીતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને G20 નું પ્રમુખપદ સોંપશે. ભારત ઔપચારિક રીતે 1 ડિસેમ્બર 2022થી G20નું પ્રમુખપદ સંભાળશે.
શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી તેમના કેટલાક સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. પ્રધાનમંત્રી બાલીમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે અને વાતચીત પણ કરશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com