શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ મૈત્રીપાલા સિરિસેના 30 મે, 2019ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં પધાર્યા હતા.
આજે દ્વિપક્ષીય બેઠકમાં રાષ્ટ્રપતિ સિરિસેનાએ પ્રધાનમંત્રીને દેશમાં તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં તેમનાં પક્ષને મળેલા મજબૂત જનાદેશ પછી પુનઃ પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા આપણા વિસ્તારમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે બંને દેશો વચ્ચેનાં સંબંધોને મજબૂત કરવા સંયુક્તપણે કામ કરવાની એમની ઇચ્છા પુનઃ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેવા બદલ રાષ્ટ્રપતિ સિરિસેનાનો અભાર વ્યક્ત કર્યો હતો. તેમણે શ્રીલંકા સાથે મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા તેમની સરકારની પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.
બંને નેતાઓએ જણાવ્યું હતું કે, તેઓ દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરનાં વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા માટે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા પ્રતિબદ્ધ છે તથા માનવતા માટે આતંકવાદ અને કટ્ટરવાદ જોખમરૂપ છે એવો સ્વીકાર કર્યો હતો.
DK/J.Khunt/GP/RP