Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીની શ્રીલંકાની આગામી મુલાકાત


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 મે, 2017ના રોજ શ્રીલંકાની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ તેમના ફેસબુક એકાઉન્ટની પોસ્ટમાં જણાવ્યું હતું કેઃ

“હું આજે 11 મેથી બે દિવસ માટે શ્રીલંકાની મુલાકાત લઈશ. બે વર્ષમાં આ મારી બીજી દ્વિપક્ષીય મુલાકાત હશે, જે આપણા મજબૂત સંબંધોનું પ્રતીક છે. મારી મુલાકાત દરમિયાન હું 12 મેના રોજ કોલંબોમાં ઇન્ટરનેશનલ વેસક ડેની ઉજવણીમાં સામેલ થઈશ, જેમાં હું અગ્રણી બૌદ્ધ આધ્યાત્મિક આગેવાનો, નિષ્ણાતો અને થીઓલોજિયન્સ સાથે આદાનપ્રદાન કરીશ. રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેના અને પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘ સાથે આ ઉજવણીમાં જોડાવવું મારા માટે સન્માનજનક છે. મારી મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોના એક મહત્વપૂર્ણ આધારસ્તંભ બૌદ્ધ સંપ્રદાયના સંયુક્ત વારસાને આગળ વધારશે. વર્ષ 2015માં મારી મુલાકાત દરમિયાન મને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ અનુરાધાપુરની મુલાકાત લેવાની તક મળી હતી, જે સદીઓથી બૌદ્ધ સંપ્રદાયનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આ વખતે મને કેન્ડીમાં પવિત્ર શ્રી દાલદા માલિગાવામાં શિશ નમાવવાની તક મળશે, જ્યાં ભગવાન બુદ્ધના દાંતના અવશેષો સચવાયેલા છે અને જે સેકર્ડ ટૂથ રેલિક તરીકે પણ પ્રસિદ્ધ છે. મારી મુલાકાત કોલંબોમાં ગંગારમૈયામાં સીમા મલાકાથી શરૂ થશે, જ્યાં હું પરંપરાગત દીપ પ્રાક્ટય સમારંભમાં સામેલ થઈશ. હું રાષ્ટ્રપતિ સિરિસેના, પ્રધાનમંત્રી વિક્રમસિંઘે અને અન્ય પ્રસિદ્ધ મહાનુભાવોને મળીશ. હું શ્રીલંકાના ઉપરના વિસ્તારોની પણ મુલાકાત લઈશ, જ્યાં હું ડિકોયા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીશું, જે ભારતની સહાયથી બની છે. ત્યાં હું ભારતીય મૂળના તમિલ સમુદાયના લોકો સાથે આદાનપ્રદાન કરીશ. હું સોશિયલ મીડિયા પર શ્રીલંકાની મુલાકાત વિશે નવી માહિતી આપતો રહીશ. તમે શ્રીલંકામાં મારા પ્રોગ્રામ ‘નરેન્દ્ર મોદી મોબાઇલ એપ’ પર લાઇવ જોઈ શકો છો.”

AP/TR/GP